પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કોટેલિયા

આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં હરતીફરતી દરેક વ્યક્તિ ભાગ્યે જ તંદુરસ્ત જોવા મળે છે. આજની સામાજિક વ્યવસ્થાનું ઘડતર જ એ રીતનું થયું છે જેમાં માનવીને સ્વનિરીક્ષણ માટે સમય નથી. અનેક પ્રકારની દવાઓ લીધા પછી પણ દર્દ ત્યાનું ત્યાં જ રહે છે, ડોક્ટરો બદલાય છે, દર્દી આર્થિક રીતે ઘસાય છે. વિશેષમાં લીધેલી દવાઓ અને વેક્સિનોની આડ અસરથી દર્દી વધારે પીડાય છે અને જેમ જેમ મોટા ડોક્ટરોની મુલાકાત દરમ્યાન નવી નવી દવાઓ અજમાવતા કે (ટ્રાયલ-પરીક્ષણ) કરાવતા જાય તેમ તેમ વધુ ને વધુ નવી બીમારીઓને આમંત્રણ આપતા જાય છે.
હું આપના પરિવારના આરોગ્યની ચિંતા દૂર કરવા માટે પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર) સાથે આપણી અનાદિ કાળથી પરિણામલક્ષી સારવારથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરીશ.
જૂના જમાનામાં ગામડાંઓમાં રમતાં રમતાં બાળકોને કંઈક વાગે તો બધી જ માતાઓ તરત તેના પર રૂથી ગૌમૂત્ર લગાડતી. તેની તીવ્ર વાસ બાળકોને ન ગમતી, પરંતુ ઝખમ જલદીથી સારો થઈ જતો. વડીલો પણ શિખામણ આપતા કે ગૌમૂત્રનું સેવન કરવાથી જખમ જલદીથી મટી જશે. ગૌમાતાના શરીર પર તેત્રીસ ‘કોટી’ દેવતાઓનો વાસ હોય છે. અહીં ચોખવટ કરવી જરૂરી છે કે ઘણા અર્ધ અભ્યાસુઓ ‘કોટી’ને ‘કરોડ’ સમજે છે જે ખોટું છે. ‘કોટી’નો બીજો અર્થ પ્રકાર પણ થાય છે. ૩૩ પ્રકાર એટલે કે શાસ્ત્રો મુજબ ‘ગૌમય વસતે લક્ષ્મી ગૌમુત્રે ધન્વન્તરિ’. ગાયના ગળામાં શિવજી અને પૂંછડીમાં મારુતિ, આઠ વસુઓનો વાસ છે વગેરે…
આદિ કાળમાં કુટુંબની સંપન્નતા તેમની પાસે કેટલી ગાય છે તેના આધારે કરવામાં આવતી અને દીકરી વહેવાર પણ ગૌદાનથી કરવામાં આવતો. ઈતિહાસ સાક્ષી છે તે જમાનામાં ગૌમાતા, નંદીની પૂજા કરવામાં આવતી અને ભારતના લોકો સમૃદ્ધ અને બળશાળી દીર્ઘાયુ જીવન જીવતા. ત્યારે કોઈ દવાખાનાં કે હોસ્પિટલો નહોતાં અને ગૌમાતાના પાવન પવિત્ર ધરતી પર સહજ પ્રાપ્ત અમૃત તુલ્ય દૂધ, દહીં અને ઘીનું સેવન કરતા. કોઈ વેચતા, ખરીદતા નહીં. દૂધ અને અનાજની અદલાબદલી કરતા અથવા જરૂરિયાતમંદોને મફત મદદ કરતા. મહેમાન આવ્યા હોય તો પાણીની જગ્યાએ દૂધ અને દૂધ હાજર ન હોય તો વલોણાની છાસ ઑફર કરતા. લોકવાયકા મુજબ કહેવાય છે કે ‘ભારતમાં દૂધ, ઘી, દહીંની નદીઓ વહેતી.’
અનેક પૌરાણિક ગ્રંથોમાં ગૌમાતા કામધેનુના ગૌરવ અનુભવાય તેવા ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે ગૌમાતામાં સર્વ દેવતાઓનો નિવાસ છે. વૈભવ પ્રાપ્તિ માટે ગૌસેવા દ્વારા ઋગ્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં સર્વ ઈચ્છાપ્રાપ્તિ માટે ગાય માટે કામધેનુનું વર્ણન કરવામાં આવ્યું છે. બૃહત્પરાશરમાં પંચગવ્યના સેવનથી પાપ નષ્ટ થાય છે અને ગૌદાનથી સ્વર્ગપ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્કંધપુરાણમાં ગૌમય (ગોબર)માં લક્ષ્મીજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અથર્વવેદમાં દૂધ દ્વારા મનુષ્યોનું પાલનપોષણ અને આરોગ્ય-સંપત્તિ પ્રદાન કરે છે તેવું વર્ણન કરવામાં આવ્યું છે.
મહાભારત કાળમાં ગાયમાં માતૃશક્તિનો દિવ્ય અંશ હોવાનું અને ગાયની સેવા દ્વારા સ્વર્ગ અને ઈશ્ર્વર પ્રાપ્તિ તેમ જ ગૌલોકમાં મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વયં ભગવાન વિષ્ણુના આઠમા અવતારમાં ગોપાળ બનીને સેવાનો સંદેશ આપ્યો છે.
આ અમૂલ્ય વારસા સમી ગૌમાતાની આજના અર્થપૂજક ભોગવાદી મનુષ્યો વર્તમાન સમયમાં તુચ્છ, સ્વાર્થ અને સંકીર્ણ જ્ઞાન દ્વારા ધર્મનિરપેક્ષતાનાં નામે અપેક્ષા કરી રહ્યા છે, જે આવનારા સમયમાં પર્યાવરણ અને પૃથ્વીના અસ્તિત્વ માટે સંકટ ઊભું કરી રહ્યા છે તે આપણું દુર્ભાગ્ય છે.
ભારત અનાદિ કાળથી ખેતીપ્રધાન દેશ રહ્યો છે અને ગાયનાં પંચગવ્ય ખેતી માટે મેરુદંડ સમાન છે. ગૌમાતા આપણું મૂળ ધન, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન છે.
ભારત દેશનું દુર્ભાગ્ય છે કે અહીં પ્રતિ વર્ષ બે કરોડથી વધુ ગૌમાતાની કતલ કરવામાં આવે છે, સાથે ભારતની આત્મનિર્ભરતા નષ્ટ કરવાનુ ષડ્યંત્ર મોગલો, અંગ્રજોના સમયથી પહેલાં વિદેશી આક્રમણખોર અને આજે વિદેશી કંપનીઓ દ્વારા કરવાનું ચાલુ જ છે. ભવિષ્યમાં જો આમ ચાલુ જ રહ્યું તો આપણા દેશના આપણા ધર્મમાંથી ગૌમાતાની બાદબાકી ડાયનોસોરની જેમ થઈ જશે. ગાય ઈતિહાસ બની જશે. આવનારી પેઢીઓ ગાયને ફોટામાં અથવા પશુ સંગ્રહાલયમાં જ જોઈ શકશે તે નક્કી.
જ્યારે ગાય જ નહીં હોય તો માતા તેના બાળકને ધાવણ ઓછું થશે ત્યારે ગાયના દૂધનો વિકલ્પ શું મળશે? જે માત્ર બે-ત્રણ માસનું કુમળું બાળક પચાવી શકશે? પછી ક્યાંથી ગોપાલ,
પાંડવ, પરીક્ષિત અને સમ્રાટ અશોક, શિવાજી, રાણા પ્રતાપ જેવા ધર્મરક્ષક અને ઝાંસીની રાણી જેવી મહાપ્રતાપી વીરાંગનાઓ જન્મ લેશે?
હા, આ કળિયુગમાં જન્મ લેશે, પણ સાવજ નહીં, ઘેટાં, બકરાં અને ભૂંડ જેવા મનુષ્યો જે ફક્ત અને ફક્ત આધુનિક મશીનોના ગુલામ હશે અને તેમનામાં માનવતા, દયા, ધર્મનો છાંટો પણ નહીં હોય.
શરૂઆત થઈ ગઈ છે… દરેક પ્રદેશ, શહેર અને હવે તો ગામડાંઓમાં પણ મફત અને પેઇડ એમ અનેક સુવિધાવાળા વૃદ્ધાશ્રમો બિલાડીના ટોપની જેમ ખૂલી રહ્યા છે. આ ગૌશાળા અને પાંજરાપોળમાં પરાણે પૂરેલા જીવોનો નિ:શ્ર્વાસ આપણા સમાજ માટે શ્રાપ સાબિત થઈ રહ્યો છે.
આવનારાં સામાજિક પરિવર્તનો અને દૂષણો માટે જવાબદાર બીજું કોઈ નહીં, પરંતુ આપણે પોતે અને સમગ્ર હિન્દુ સમાજની ગૌધર્મની અજ્ઞાનતા અને અવગણના છે. હજી સમય હાથમાં લઈને ગૌક્રાંતિ લાવી શકાય છે. ફરીથી ગૌસંવર્ધન, સંરક્ષણ, પંચગવ્યનો પ્રચાર, પ્રસાર અને ઉપયોગ કરીને ખેતીપ્રધાન દેશમાં અન્નદાતાઓ દ્વારા ધરતી માતાને જે યુરિયા, ડીએપી જેવાં ઝેરી રસાયણોથી દૂષિત કરવામાં આવી છે તેમાં પંચગવ્ય દ્વારા પ્રાણ પૂરી શકાય અને ફરીથી સુવર્ણકાળનો આરંભ કરી શકાય એમ છે. ઉ

Google search engine