અસાધ્ય રોગોમાંય અસરકારક ગૌમૂત્ર અને ગાયનું ઘી

પુરુષ

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કાટેલિયા

આયુર્વેદિક દૃષ્ટિએ પંચગવ્ય એટલે કે ભારતીય દેશી ગાયમાંથી મળતાં ગૌમૂત્ર, ગોબર, દૂધ અને દૂધમાંથી મળતાં દહીં અને ઘીનું ખૂબ જ મહત્ત્વ છે. ગયા અંકમાં દેશી ગાયના ઘીના ફાયદા વિશે જાણ્યા પછી આજે થોડી વધુ માહિતી મેળવીએ. દેશી ગાયના ઘીનો અખંડ દીવો પ્રકાશિત કરવાથી નવરાત્રીના ૧૦ દિવસ દરમ્યાન ચમત્કારિક પરિણામ મળે છે, જેમ કે નાણાકીય કટોકટી દૂર થાય છે, રોગોનો નાશ થાય છે, વાસ્તુદોષ અદૃશ્ય થઈ જાય છે, સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે, ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે, પીડા નાશ પામે છે, હતાશા દૂર થાય છે, પ્રાણશક્તિ વધે છે, જેના કારણે રોગ પ્રતિરક્ષા વધે છે, હવા શુદ્ધ થાય છે. વાઇરસ-બેક્ટેરિયા બિનઅસરકારક બને છે, અશુદ્ધ અદૃશ્ય વાઇરસ નાશ પામે છે, શ્ર્વાસના રોગો અદૃશ્ય થઈ જાય છે અને ત્વચાના રોગો મટાડવામાં મદદ મળે છે.
એક વાત ધ્યાનમાં રાખવી કે ઘી અને તેલનો દીવો કરવો એમાં સોના અને ચાંદી જેટલો તફાવત ધરાવે છે. જેટલું વધુ શુદ્ધ ઘી, એટલી વધુ અસર. સુખી, તંદુરસ્ત ગાયના ઘીની અસર ઝડપથી થાય છે. નાખુશ, માંદલી ગાયના ઘીની અસર થતી નથી.
શું સાવધાની રાખવી?
* મૂળ ભારતીય દેશી ગાયના ઘી સિવાય અન્ય બધા ઘીના દીવાઓની વિપરીત અસર પડે છે.
*ભેંસના ઘીનો દીવો કરવાથી વય ઘટી જાય છે; જર્સી-વર્ણસંકર ગાયનું ઘી રોગોને આમંત્રણ આપે છે.
* ઘી તરીકે ઓળખાતું બજારમાં વેચાતું (પૂજાનું ઘી) ચરબીવાળું ઘી કલહ, પીડા, બુદ્ધિનાશનું કારણ બને છે.
* દૂધના ક્રીમથી બનેલું ઘી અસરકારક નથી. દહીં, માખણથી બનેલું ઘી અસરકારક છે.
* એક જ સ્થળે બંધાયેલી ગાયના ઘીનો પ્રભાવ ઓછો અથવા મોડો જોવા મળે છે. ખુલ્લામાં ફરતી ચરતી ગાયના ઘીનો પ્રભાવ વધુ હોય છે.
* ભારતીય મૂળની દેશી ગાયના દૂધ અને ઘીથી બનેલી મીઠાઈઓનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે.
પંચગવ્યમાં સૌથી વધુ ઉપયોગ ગૌમૂત્ર અને ગોબરનો થાય છે. કિડનીથી લઈને કેન્સર સુધીના તમામ રોગોમાં તે ગુણકારી છે. ગૌમૂત્ર સીધું જ પિવાય તો એનાથી ઉત્તમ એકેય દવા નથી. આજના આધુનિક યુગમાં પણ ગૌમૂત્ર (પંચગવ્ય) ચિકિત્સા પદ્ધતિ સમગ્ર વિશ્ર્વમાં છવાઈ જાય તો નવાઈ નહિ થાય એટલું જ નહીં, પણ મેડિકલ સાયન્સમાં પણ ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે. અમેરિકાએ પણ ગૌમૂત્ર પર ત્રણ પેટન્ટ પોતાના નામે કરી લીધી છે તો આપણા દેશના પ્રખર રાષ્ટ્રભક્ત ડો. રાજીવજી દીક્ષિતના અનુયાયીઓએ પણ સામે મોરચે ગૌમૂત્રની પેટન્ટ કરવામાં સફળતા મેળવી છે.
કોરોનાના કપરા સંજોગોમાં જ્યારે કોરોના રોગ વિશે દુનિયા અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પોતે જ અજાણ હતી તો દવા ક્યાંથી લાવે? ત્યારે આ સમયમાં જે લોકોએ પંચગવ્યમાં વિશ્ર્વાસ મૂક્યો તેમણે સેનિટાઇઝરની જગ્યાએ ગૌમૂત્રનો ઉપયોગ કર્યો, ગાયનાં છાણાંથી અગ્નિહોત્ર કર્યા અને જેઓ ગૌમાતાથી નજીક હતા તેવા ગૌસેવકો પંચગવ્યનો ઉપયોગ કરવાથી કોરોના મુક્ત રહ્યા છે.
ગૌશાળાના એકપણ ગૌપાલને કોરોના સ્પર્શી નથી શક્યું એ બતાવે છે કે આપણી મૂળભૂત લાખો વર્ષ જૂની ગૌમૂત્ર અને પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ કેટલી ઉત્તમ અને સચોટ રીતે કામ કરે છે. આપણા ઋષમુનિઓ મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે ગૌમાતાના આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક ગુણોનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચિંતન, મનન, અધ્યયન અને અધ્યાપન અનુભવો કરીને વિધાન કર્યું છે કે…
* ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ (તેત્રીસ પ્રકારના) દેવતાઓ નિવાસ કરે છે.
* ગાયનાં ચરણોમાં સમગ્ર તીર્થો અને ચાર વેદનો વાસ છે.
* ગૌમૂત્ર ગંગાજળ સમાન પવિત્ર છે.
* ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ છે તેમ ફક્ત ભાવનાના આધારે નહીં, પણ તેમનાં દીર્ઘકાલીન અનુભવો, અનુભૂતિ અને પ્રત્યક્ષ પ્રમાણોને આધારે એમણે પૃથ્વી પરના સમગ્ર માનવ જગતને ગૌમાતાનું અપ્રતિમ મહત્ત્વ સમજાવવા માટે આ પ્રમાણેનું વિધાન કર્યું.
આપણા મહાન ઋષિમુનિઓ ૧૫૦થી ૨૦૦ વર્ષ નિરામય દીર્ઘાયુષ્ય ભોગવતા. તેનું રહસ્ય સમજીએ તો તેઓ અહોભાવથી સંજીવની સ્વરૂપ ગૌમૂત્ર જેમાં સ્વયં ધન્વન્તરિનો વાસ હોય અને અમૃત તુલ્ય ગૌદુગ્ધ, છાસ અને ઘીનું સેવન કરતા. આના કોઈ પુરાવા આપવાની જરૂર
ખરી?
ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિ દ્વારા ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલાઇટિસ, શ્ર્વાસ, દમ, ચામડીના રોગો, ઢીંચણના સંધિવાના દુખાવા, કબજિયાત, હૃદયરોગ, કેન્સર, કિડની ફેલ્યોર, એઈડ્સ વગેરેના અગણિત દર્દીઓ પર પ્રયોગો કરીને તેમને ૧૦૦ ટકા સફળતાપૂર્વક સાજા કર્યાના દાખલા છે. અનેક રાજ્યોમાં ગવ્યસિદ્ધો પંચગવ્ય દ્વારા ચિકિત્સા કરી રહ્યા છે. કેટલાક કિસ્સામાં વર્ષો જૂના ખૂબ જ પીડા આપતા અસાધ્ય રોગો જેમાં એલોપથીની મોંઘી દવાઓ અને નામી હોસ્પિટલોના મોટી ડિગ્રીઓ ધરાવતા ડોક્ટરોએ હિમ્મત હારીને કહ્યું હોય કે હવે દર્દીને ઘરે લઈ જાઓ અને તેમની અંતિમ ઈચ્છાઓ પૂરી કરો તેવા અંતિમ તબક્કાના ગંભીર કેસો પણ ગૌમૂત્ર અને પંચગવ્યથી સારા
થયા છે. (ક્રમશ:) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.