પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા
આજના આધુનિક વર્તમાન યુગમાં સમસ્ત દેશમાં એક પણ શિક્ષા પાઠ્યક્રમમાં ગૌવિજ્ઞાન (દેશી ગૌવંશ) વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવતી નથી. આ ગૌવિજ્ઞાનનો જ્ઞાનવર્ધક, સ્વાસ્થ્યવર્ધક, પર્યાવરણ પોષક અભ્યાસક્રમ લુપ્ત થઇ ગયો છે. અથવા એમ કહી શકાય કે જાણીજોઈને ઉપેક્ષા કરવામાં આવી છે.ગાય આપણી સંસ્કૃતિ નો આધાર છે. આપણાં દરેક ધાર્મિક ગ્રંથોમાં ગૌમાતા ને મહુત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનાં શરીરમાં તેત્રીસ કરોડ (તેત્રીસ પ્રકાર)ના દેવતાઓનો વાસ છે. ગૌમાતાને માતા તુલ્ય માનવામાં આવે છે.
સ્વતંત્રતા પ્રાપ્તિ પહેલાંથી આજસુધી ગૌહત્યાબંદી માટે અનેક, અસંખ્ય આંદોલનો થયાં અને હજી પણ ચાલે છે. સેંકડો ગૌભક્તો, સંતો અને ગૌરક્ષકોએ અવૈદ્ય કતલખાના માટે આંદોલનો કર્યા. ધરણાં અને ઉપવાસ કરી વિરોધ કરી પોતાનાં જીવની આહુતિઓ આપી. બલિદાનો આપ્યાંનો ઇતિહાસ સાક્ષી છે અને હજી પણ આપી રહ્યાં છે. તેમ છતાં આજે સેંકડો કતલખાના સરકારી અનુદાન ઉપર બે રોકટોક ચાલે છે.
આનું મુખ્ય કારણ આપણી અત્યારની પેઢીને ગાયનું આર્થિક અને વૈજ્ઞાનિક મહત્ત્વની અજ્ઞાનતા છે. ગૌવિજ્ઞાનની જાણકારી વિશે દૂર રાખવામાં આવ્યા. સામે નકારાત્મક રીતે ભેંસની અધિક ઉપયોગીતા બતાવી ગુણગાન કરે છે અને ગાયની ઉપેક્ષા કરવામાં આવી.
અને આમ આપણાં દેશ, ધર્મ અને સંસ્કૃતિની ધરોહર સમાન ગૌમાતા વિશ્ર્વજગત અને માનવ માટેની ઉપયોગીતા વિશે આપણે (બધાજ ધર્મ, પંથઆવી જાય )અજ્ઞાનતા વશ દૂર થતાં ગયાં. જો પ્રાથમિક તબક્કે જ સર્વગુણ સંપન્ન ગૌમાતાની ઉપયોગીતા વિશે જાણતા હોત, તો ગૌરક્ષા કાજે કોઈ કતલખાના સામે આંદોલન ની જરૂર જ ન પડત. જેમ ત્રણે યુગ (સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગ )માં ગૌહત્યા મહાપાપ ગણાતું. ગૌહત્યાના પાપથી દેવતાઓ અને અસુરો પણ ડરતાં.
સદનસીબે આપણાં પૂર્વજોના પુણ્યે કે ઈશ્ર્વરદૂતોનાં આશીર્વચનો થકી આજે ગૌમાતા વિશે છેલ્લા દાયકાઓમાં ઘણી જાગૃતિ આવી છે….(ઈશ્ર્વરે રચેલી માયા અને પૂર્વ આગાહી મુજબ )
હવે ગૌભક્તો જમતી વખતે ગૌગ્રાસ પેહલાં કાઢે છે. ગૌશાળાઓમાં ઘાસ ચારો, પાણી, આવાસ વગેરેની વ્યવસ્થામાં દ્રવ્યદાન કરી પુણ્યના ભાગીદાર બની રહ્યાં છે.. શુભ કાર્ય નિમિત્તે ઘરની બહાર જતાં ગૌમાતાના દર્શન કાર્યસિદ્ધિના આશીર્વાદ માને છે. ગોપાષ્ટમી, ઉતરાયણ, દિવાળી અને શ્રાવણ માસનાં પર્વમાં ગૌપૂજા અને દાન પુણ્યનો મહિમા વધી રહ્યો છે. વિવિધ સ્થાનિક સંસ્થાઓ, ગૌશાળાઓ અને ગૌપાલકો દ્વારા પંચગવ્યમાંથી અનેક રોગોની દવાઓ બનાવે છે. આ પંચગવ્યના વિવિધ રોગોમાં ચમત્કારીક પરિણામ વિશે વૈજ્ઞાનિકો પણ સંમત થયાં છે..
અમેરિકા એ ખુદ ગૌમૂત્ર ઉપર બે પેટેન્ટ નામે કરી છે.
ગૌમાતા સાથે આપણાં તહેવારો અને ભાવનાઓ જોડાયેલી છે. મરણાસન ઉપર આવેલ સ્વજનો પણ ગૌદાન કરી મોક્ષ યાચના કરે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના ઘણા વિસ્તારો માં અગ્નિસંસ્કારમાં ગોબર (છાણા )નો ઉપયોગ કરી રહ્યાં છે. સાથે “જીવો જીવશ્ય જીવનમના નિયમ મુજબ લાકડાંનો નિષેધ કરીને પર્યાવરણનું જતન કરે છે.
દેશી ગાયના પંચગવ્ય દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રના પ્રયોગથી ઘણી અસાધ્ય બીમારીઓમાં નજીવા ખર્ચે લાભ લઇ રહ્યાં છે.
ગૌમૂત્ર અર્ક અને કિટનાશક ઉપર અત્યારસુધીમાં ત્રણ અંતરાષ્ટ્રીય પેટેન્ટ સ્થાપિત થઇ ચુક્યા છે. આમાં બે અમેરિકા અને એક ભારતના નામે છે.
હવે કોઈપણ વ્યક્તિ એક ગૌવંશ પાળીને સમસ્ત પરિવારનું ભરણપોષણ કરી શકે તેવાં નવાં અભ્યાસક્રમ અને તેની રીતસર મફત ટ્રેનિંગ કચ્છ, નાસિક અને નાગપુરમાં આપવામાં આવે છે. ગૌપાલકના પરિવાર માટે દવાખાનાંમાં થનારો ખોટો ખર્ચ બંધ થાય છે. આર્થિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ કરે છે. આજે પણ સમસ્ત ભારતમાં એક પણ કોરોનાનો કેસ ગૌપાલકો ના નામે નથી.
અમદાવાદનાં પ્રખર ગૌપાલક શ્રી ગોપાલભાઈ સુતરીયા આત્મનિર્ભર ગૌશાળા ચલાવે છે. તેઓ પોતે ગૌવિજ્ઞાનનાં ઊંડા અભ્યાસુ છે. ગોપાલભાઈનાં અથાગ પ્રયત્નોનાં ફળસ્વરૂપે પંચગવ્ય દ્વારા ઘણાં બધાં અસાધ્ય રોગોમાં સફળતા મેળવી છે. તેમનાં ગૌઉત્પાદનો દેશ વિદેશમાં ખુબજ લોકપ્રિય થઈ રહ્યાં છે. સુંદર પરિણામ આપી રહ્યાં છે. પંચગવ્ય ચિકિત્સા ફરી તેનાં મૂળરૂપમાં સજીવન થવાના પથ ઉપર અગ્રેસર છે. ગોપાલભાઈ અને તેમની ટીમ દ્વારા સંશોધન કરીને એક અનોખા પ્રકારનું “ગૌ કૃપા અમૃત ક્લચર તૈયાર કર્યું છે. જે ખેડૂતો માટે આશીર્વાદ અને આશાનું નવું કિરણ સાબિત થઇ રહ્યું છે.
નવી અહિંસક, આધ્યાત્મિક, સુગમ, સરળ અને સૌથી સસ્તી ખેતી પ્રણાલી બતાવી છે. જેમાં ફક્ત એક ગૌવંશનું ગોબર, ગાય ની છાસ અને ગોળ નો ઉપયોગ કરીને વિષમુક્ત આધ્યાત્મિક ખેતી કઈ રીતે કરી શકાય તે કરી બતાવ્યું છે. પ્રાયોગિક ધોરણે ક્લચર મફત વિતરણ કરી રહ્યાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, એમ.પી.નાં અસંખ્ય ખેડૂતો ઓછા ખર્ચે વધું (અકલ્પનિય) નૈસર્ગિક પદ્ધતિ મુજબ કોઈપણ જાતના કેમિકલ કે ફર્ટિલાઇઝર વગર મબલખ પાક લેતાં થયાં છે. જે આપણા સમાજ માટે આશીર્વાદ સમાન છે. કેમકે આપણાંમાંથી મોટાભાગનાં લોકો ખેતી અને તેમાં રહેલી મહેનત અને મુસીબતો જાણતા નથી. જેથી આજ સુધી વર્ણસંકર (બીટી) બિયારણ અને ઝેરી રસાયણો યુક્ત અનાજ, શાકભાજી ખાઈને છાસવારે બીમાર થતાં હોઈએ છે. આપણી શક્તિ ક્ષિણ થતી જાય છે. આ કેમિકલનાં ચક્રવ્યૂહમાંથી સમાજને બહાર કાઢવાનો ભગીરથ પ્રયાસ કરવો કે પરિવર્તન લાવવું કોઈ એક વ્યક્તિ, સમુદાય કે સરકાર કરવા અસમર્થ છે. આના માટે સામુહિક ઝુંબેશ અને નૈતિક જવાબદારી આપણે પોતે પણ લેવી પડશે..
ગૌઆધારિત ઉત્પાદનોનો વધું ને વધું વપરાશ કરવો જોઈએ. થોડાં વધું પૈસા પોતાનાં અને પરિવારનાં સ્વાસ્થ્ય ઉપર ખર્ચ કરવા જોઈએ. જેથી ગૌઆધારિત ખેતી કરતાં ખેડૂતો ને પ્રોત્સાહન મળે..(બદલામાં આપણાં પરિવાર ને નિરોગી સ્વાસ્થ્ય મળે)
ગુજરાત અને મુંબઈની ઘણી સામાજિક સંસ્થાઓ, (શ્રી ગૌસેવા ચે ટ્રસ્ટ, શ્રી આદિ જિન ટ્રસ્ટ, સમસ્ત મહાજન, વર્ધમાન સંસ્થા જેવી ઘણી બધી…) ગૌ ભક્તો અને દાનવીરોના સહયોગથી ગામે એક ગૌશાળા અને હવાડા ઉભા કરી રહ્યાં છે.
નવાં તળાવો અને બંધ બનાવી ભૂગર્ભ જળ સંચય કરવામાં આવે છે.
ગૌમાતાની ગૌચર જમીન તો લોકોએ પચાવી પાડી… તેની સામે પૈસા આપીને નકામા ખાલી ખેતરોમાં પંચવર્ષીય જિંઝવા, હાથી, આફ્રિકન નેપીંયર જેવાં પૌષ્ટિક ઘાસનું વાવેતર કરી ગૌશાળા માટે ચારાની કાયમી વ્યવસ્થા કરી રહ્યાં છે…
તાલુકા પ્રમાણે (ઘાસ) “ચારાબેંક ખોલી ગૌપાલકોને સંકટ સમયે મદદ કરી રહ્યાં છે. ગૌમાતાનું નામ આવે ત્યારે પર્યાવરણ અને ખેતી વગર અધૂરું જ લાગે. આ દિશામાં ઘણી સ્વયં સેવી સંસ્થાઓ મોટાપાયે વૃક્ષારોપણ કરી રહ્યાં છે. આજે જો વૃક્ષારોપણની વાત કરીએ તો રાજકોટના વિજયભાઈ ડોબરીયા (સદભાવના ટ્રસ્ટ)ને કેમભૂલી શકાય..??
સમસ્ત ગુજરાત ના આઠ જિલ્લાઓમાં છેલ્લાં સાત વર્ષમાં વીસ લાખથી વધું દીર્ઘકાલીન વડ, પીપળો, ઉંબરો, ખેર જેવાં વૃક્ષો વાવી દીધાં છે અને હજી ચાલુ જ છે. સાથે આજ લખાય છે ત્યાં સુધી ૭૫૦ માણસોનો સ્ટાફ, ૨૫૦ પાણીના ટેન્કરો અને જેસીબી સતત ૨૪ કલાક ૩૬૫ દિવસ વૃક્ષોની નિશ્ર્ચિત આયુ અને આકાર સુધી માવજત કરાય છે. આ એક વિશ્ર્વરેકોર્ડ સાબિત થાય તો નાવાઈ નહીં લાગે.
અમેરિકા, યુરોપ જેવા વિકસીત દેશોમાં આપણી ગૌમાતા સાથે એક કલાક સમય પસાર કરવાનાં ૧૦૦ ડોલર ચૂકવે છે. તેઓ આધ્યાત્મિક નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમય અને પૈસા ખર્ચે છે. તેમનાં પોતાનાં માનસિક શાંતિ અને શરીર સ્વાસ્થ્ય માટે આમ પૈસા આપીને ગાય પાસેથી સકારાત્મક ઊર્જા મેળવે છે. ગાયની સાથે રહેવાથી, નજીક રહેવાથી કે ગાયને વ્હાલ કરવાથી રક્તચાપ (ઇઙ) સુનિયોજિત (નોર્મલ )થાય છે તે તેઓ જાણે છે.
જયારે આપણે મહિનામાં એક વાર પણ ગૌશાળા ની મુલાકાત નથી લેતાં…
પરિણામે જે સમય ગૌમાતાને આપવાનો હતો તેનાં બદલે તેટલો સમય, અને મહેનતનાં પૈસા ડોકટરને અને વીમા કંપનીઓ ને ચૂકવીએ છીએ. એમાં પણ દુ:ખી તો પૂરો પરિવાર થાય.
શું આપણી ધરોહર ગૌમાતાનું જતન કરવાની આપણી ફરજ નથી..???
શું આપણી સંસ્કૃતિનું જતન પણ વિદેશીઓ કરશે…????
શું દર વર્ષે ગોપાષ્ટમીનાં પાવન તહેવારો ઉપર પણ અમેરિકા પેટેન્ટ લઇ લે ત્યાં સુધી રાહ જોશો…???
પછી સમાચાર આવશે કે ફલાણી ગૌશાળા કે પ્રાણી સંગ્રહાલયમાં ગાયને મળવાના પૈસા લાગશે. અને તેની રોયલ્ટી વિદેશીઓને ચૂકવવી પડશે.
સીધીસાદી વાત છે કે જયારે તમારી મિલકતનું ધ્યાન ન રાખો, કે ક્યારેય કોઈ દાવો પણ ન કરો ત્યારે મફતિયા, આળસુ, દંભી, માફિયા તમારી મિલ્કત ઉપર કબ્જો જમાવશે જ.
પછી…..???
પહેલાં કાગરોળ કરવાની?? મોર્ચા, ધરણાં અને સંતોનાં ઉપવાસ કરવાનાં..???
કોર્ટે ધક્કા ખાવાના?? કેમકે આપણી શક્તિ પહેલેથી ક્ષિણ કરી નાખવામાં આવી છે..
પાંચ કિલો શાક એક કિલોમીટર ચાલી નથી શકતાં..???? એ શું કસાઈઓ સાથે લડશે…??
અને ફરી રામમંદિરવાળા મુદ્દાની જેમ વર્ષો સુધી ગાય ઉપર રાજનીતિ કરવા દેવાની…???
હમણાં ઘણી સંસ્થાઓ ગૌમાતાને “રાષ્ટ્રીય પશુ ની માંગણી કરી રહ્યાં છે અને તેમાં પણ હજી એક મત થયા નથી. એક પક્ષ આધ્યાત્મિક મહત્ત્વ અને દેશહિત બતાવે છે.
બીજો પક્ષ ગૌભક્ષણ પોતાનો મૌલીક અધિકાર લઈને લડે છે..
પરિણામ ભલે કોઈપણ આવે… સામે પક્ષે આપણી કેટલી તૈયારી છે..???
ગૌહત્યા પ્રતિબંધનો કાયદો પહેલેથી જ કેન્દ્ર સરકારે અને સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
પરંતુ સમસ્ત ભારતનો વિસ્તાર તો રાજ્યોમાં જ વહેંચાયેલો છે. કડકાઈથી અમલ પણ રાજ્ય સ્તરે થાય અને સામાજિક જાગૃતિ આવશે તો જ શક્ય બને. તાળી એક હાથે ન વાગે..
અને જો વાગે તો ખુદ વગાડે અને ખુદ સાંભળે..(કાનમાં )
માટે જો આપણાં પૂર્વજોની ધરોહર બચાવવી હોય, આપણી આવનારી પેઢી ને ગુલામ ન બનાવા દેવા હોય અને વિશ્ર્વ વિજેતા બનાવવા હોય તો આજે ગાયનું જતન, પાલન, પોષણ કરવું અનિવાર્ય બને છે..
આજે મારી વાત નકામી લાગતી હશે. પરંતુ ધ્યાન રહે… સંપૂર્ણ વિશ્ર્વમાં કાંઈ પણ સ્થિર નથી, અમર નથી, આજે દરેક મોબાઈલ ધારકો ઉપર પોતાનાં નેટવર્ક દ્વારા મુઠ્ઠી ભર માનવીઓ (ગુગલ) વિશ્ર્વ ઉપર રાજ કરી રહ્યાં છે. તમારી સમસ્ત દિનચર્યા અને સ્વભાવનો ડેટા તૈયાર કરી રહ્યાં છે..
આગળ જતાં આ કળયુગનાં માનવી કેટલી હદે ગુલામ બનાવશે.???
તે સમય બતાવશે.
તમે અસંમત હોવ અને હિમ્મત હોય તો ફક્ત એક મહિનો મોબાઈલ અને ટેલિવિઝન નો ત્યાગ કરીને પોતાને ચકાસી શકો છો.
(ક્રમશ)