પ્રકાશ એ આકાશ અને પૃથ્વી ઉપરના ઈશ્વર છે

15

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા

(અગ્નિહોત્ર ભાગ-૯)
‘કાબામાં અગ્નિહોત્ર’નું સ્વરૂપ મને મળેલ માહિતી અને સંદર્ભ મુજબ જાણવીશ…
(અધૂરું જ્ઞાન ઘાતક હોય છે. સમય અને સંજોગો પ્રમાણે ઘાતકનાં સ્વરૂપ અલગ હોઈ શકે છે તે પણ જાણવું રહ્યું)
નારદમુનિ વિશે ટૂંકમાં કહું તો આ વિષ્ણુપ્રિય ત્રણે લોકમાં માત્ર અને એકમાત્ર અજર અમર અષ્ટસિદ્ધિ અને નવનિધિનાં જ્ઞાતા નારદમુનિશ્રી ને કેમ ભુલાય??? નારદમુનિશ્રીનું સમસ્ત ત્રણે લોકમાં અગત્યનું અને અનેરું યોગદાન ભૂલી ન શકાય. જેમ સમસ્ત દેવતાગણ પૃથ્વીનાં કલ્યાણ માટે પૃથ્વી ઉપર જન્મ લઇ શકતા હોય તો શ્રી નારદ કેમ નહીં???
આપણે અગાઉ આદિકાળથી દરેક યુગ પ્રમાણે અગ્નિહોત્રનાં વિવિધ બદલાતાં રૂપ, સ્વરૂપ અને માન્યતાઓ ની યાત્રા જાણી… આ યુગો યુગોની યાત્રા દરમ્યાન જે તે સમયે ઈશ્વરદૂતનાં આગમન સાથે તેમણે કરેલી વ્યાખ્યા, નિયમો અને આયામો દરેક પોત પોતાનાં સમકાલીન શિષ્યોને આપતાં ગયા… અને ત્યાર પછી તેમનાં અનુયાયીઓ તેમની સમજ પ્રમાણે અર્થઘટન કરી નિયમોમાં ફેર બદલ કરતા ગયા. જેમકે અગ્નિહોત્રનું મૂળ સ્વરૂપ, મંત્ર વિધિ, આહુતિઓમાં ફેરફાર કર્યો… ક્યાંક બલીપ્રથા ચાલુ કરી, (તેમાં પણ પશુઓ પ્રમાણે વર્ગીકરણ (કુકડા, બકરાં, ગાય, ભેંશ, પાડા) કર્યું) તો ક્યાંક લાકડાં, અનાજ અને સુગંધી દ્રવ્યોની આહુતિઓ… વગેરે..
ભગવાન ગૌતમબુદ્ધ/મહાવીર બાદ અવતાર લેનારાં તમામ ઈશ્વરીય સંદેશવાહકોએ કર્મકાંડનો ઉપદેશ આપવાનું બંધ કરી દીધું હતું, (એમાં પણ ઈશ્વરીય સંકેત કે ઈચ્છા હોઈ શકે) પરંતુ ત્યારબાદ વેદોક્ત કર્મકાંડનાં મંત્ર અથવા પ્રાર્થના, નમાજ કે ઈશુ પ્રાર્થનાવાળો ભાવ વિવિધ સ્વરૂપે શરુ થયો અને ચાલુ રહ્યો છે. આ બધાં ાં કોમન વાત ‘સમય’ એક સમાન છે. સર્વ ધર્મ, પંથ દ્વારા કરાતી પ્રાર્થનાઓ અને નમાજનો ભાવ એક જ સમયે થાય છે. અર્થાત સવાર /સાંજ, સૂર્યોદય અને સૂર્યાસ્તનાં સમયે ઈશ્વરનો ધન્યવાદ અને પ્રાર્થનાં કરવાનો ક્રમ શરૂ થયો. આમ કાળંતરે લુપ્ત થઇ ગયેલ અગ્નિહોત્રનાં ભાગ રૂપે અગ્નિનું ચિરંતન તત્ત્વ, દીપક, મીણબત્તીઓ, દીવાઓ અને ધૂણીઓ માં કાયમ સ્વરૂપે પૂજાય છે.
કુરાન- પ્રાત: ઔર સંધ્યા (સુબહ ઔર શામ ) રબ કા નામ લો
મુસ્લિમ તીર્થ કાબામાં ઇસ્લામનાં આગમન પહેલાં દેવી, દેવતાઓ, યક્ષ, યોગીનીઓની પૂજા કરવામાં આવતી હતી, પરંતુ પૈગમ્બર સાહેબનાં આદેશ મુજબ તમામ મૂર્તિઓ નષ્ટ કરવામાં આવી અને કેવળ ‘અગ્નિ’ તથા ‘તેજ’ની પૂજા કરવાની સંમતિ આપી હતી. અગ્નિ અને તેજનાં પ્રતીક સ્વરૂપે કાબામાં ઘીથી પ્રજ્વલિત અખંડ દીપક પેટાવવામાં આવતો. અને આ જ્યોતિ ઇસ્લામ મતાવલંબીઓ માટે અત્યંત પાક (પવિત્ર)માનવામાં આવતી હતી. આ જ્યોતિ સમક્ષ લાલ અને સફેદ ફૂલો શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવતાં. જેને તેઓ ‘પાક ચિરાગ’ તરીકે માને છે. ચિરાગ શબ્દનું ઉદ્ગમ સંસ્કૃતનાં બે શબ્દોનું સંયોજન છે. ચિરંતન-અગ્નિ-ચિરઅગ્નિ-ચિરાગ્નિ અને ચિરાગ થયું.
ચિરાગનો અર્થ છે શાશ્ર્વત-અગ્નિ. ઘણી દરગાહો અને મસ્જિદોમાં આ (અખંડ) ચિરંતન ચિરાગ આજે પણ જોવાં મળે છે. કોઈપણ પીરનાં ઉર્ષ (તહેવાર)માં એક દિવસ ચિરાગદીન મનાવતાં હોય છે. કુરાને શરીફમાં પણ ૮૫૦ વાર ઈશ્વરનો ઉલ્લેખ કરતી વખતે ‘જ્ઞાન’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે ઘણીવાર ઈશ્વરીય જ્ઞાનનું દીપ અને પ્રકાશનું પ્રતીક સ્વરૂપમાં વર્ણન છે. આ પ્રકાશ એટલે કે જ્યોતિ અથવા ઉર્જા. એ જ ઈશ્વર છે…
‘પ્રકાશ એ આકાશ અને પૃથ્વી ઉપર ઈશ્વર(કર્તા) છે. પરમાત્માની ઈચ્છા મુજબ તે પોતાનાં દૂત ને પ્રકાશનો માર્ગ દેખાડે છે. (૨૪:૩૫-૪૦) જે રાત્રે મોહમ્મદ પૈગમ્બરને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. તે પવિત્ર રમઝાન મહિનાનાં ૨૭માં દિવસ ને ‘લૈલતુલ કદર’ કહે છે. આ દિવસે આજે પણ દિપકનાં પ્રકાશમાં તે પાવનક્ષણનું સ્મરણ કરવામાં આવે છે. આજે હજારોની સંખ્યામાં દેશ વિદેશમાં મુસ્લિમ સમુદાયનાં લોકો પણ નિત્ય અગ્નિહોત્ર કરે છે. જે ઇસ્લામની પાશ્ર્વભૂમિમાં આ તેજ, ઉર્જાની પૂજામાં સહિષ્ણુતાની ભાવના હોય છે. તેમનો વિરોધ મૂર્તિપૂજાનો હોઈ શકે, પરંતુ અગ્નિહોત્ર નહીં. બહુ દેવતાવાદનો હોઈ શકે, પરંતુ એકેશ્ર્વરવાદ નહીં…
‘મુસલમાનો તમે (યહૂદી અને ઇસાઈ ) લોકોને કહો કે અમે ઈશ્વર ઉપર વિશ્ર્વાસ કરીએ છીએ. કુરાન દ્વારા (જે જ્ઞાન ઈસા અને મુસા ને પ્રાપ્ત થયું છે) તે ધાર્મિક ગ્રંથો અને અન્ય ઈશ્વરદૂતો વચનો ઉપર વિશ્ર્વાસ કરે છે. અમે તે બધાં ઈશ્વરદૂતોમાં કોપણ પ્રકારનો ભેદભાવ નથી કરતાં. અમે એજ એક ઈશ્વરનાં આજ્ઞાકારી છીએ.’ (કુરાન શરીફ ૨:૧૩૬)
ઈસા, મુસા તથા અન્ય ઈશ્વરદૂતો દ્વારા મનુષ્યમાત્રને જે જ્ઞાન અને શિક્ષા આપવામાં આવી છે તેની ઉપર શ્રદ્ધા રાખવાની મુસલમાનો ને આજ્ઞા કરી છે. ‘સાથે… પૂર્વ /પશ્ર્ચિમમાં મોઢું રાખવાથી જ પુણ્યની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ કયામતનાં દિવસોમાં ઈશ્વરદૂતો, ઈશ્વરગ્રંથો અને સંદેશવાહકો ઉપર વિશ્ર્વાસ કરવો પણ જરૂરી છે.’ (૨:૧૭૭) આગળ કુરાન શરીફમાં જણાવ્યું છે કે ‘જે મનુષ્ય ઈશ્વરીય ગ્રંથો અને સંદેશવાહકો ઉપર વિશ્ર્વાસ નહીં કરે અથવા અમુક ઉપર શ્રદ્ધા અને અમુક ઉપર અવિશ્ર્વાસ કરે છે, તે પાખંડી છે. (૪:૧૫૦-૫૧)
સમસ્ત સંદેશવાહકો ને ઈશ્વરે એક જ સંદેશ પુનરુચારિત કર્યો છે. બધા જ ઈશ્વરદૂત અને ઇસ્લામની શિક્ષા એક જ છે. ‘અન્ય પ્રેષિતોની આજ્ઞાઓનું પણ પાલન કરો. ‘આમ ઇસ્લામમાં સંદેશ મુજબ અન્ય પ્રેષિતોની આજ્ઞાઓનું પાલન, આચરણ ઇસ્લામ વિરુદ્ધ નથી. ઉદાહરણ તરીકે ભારતમાં જે વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલ ગીતાધર્મનું પાલન કરે છે. તો તે ઉપરોક્ત કુરાન શરીફનાં વચન પ્રમાણે અલ્લાહનાં ચિંધ્યા માર્ગનું પાલન કરે છે. આમ ગીતાબોધ ઉપર આચરણ કરનાર હિન્દુ ઇસ્લામને માને છે અને ઇસ્લામનું પાલન કરનાર હિંદુને માને છે. કેમકે બન્નેની શિક્ષા એક જ છે.
આ પ્રકારે ઇસ્લામનો બીજા ધર્મમતોનો કોઈ વિરોધ નથી. વિરોધ માત્ર નાસ્તિકતા અને મૂર્તિપૂજાનો છે. મૂર્તિપૂજામાં પણ જયારે સાધન ને સાધ્ય માની લેવામાં આવે છે, ત્યારે આ માન્યતાઓ, આસ્થાઓ નું ઘર્ષણ થાય છે તેનો વિરોધ કરવામાં આવે છે.
વેદવચન :- ‘ન તસ્ય પ્રતિમા‘ અર્થાત મૂર્તિપૂજા અને કર્મકાંડનો અતિરેક થાય અને આડંબર નિર્માણ થાય ત્યારે ભક્તિ લુપ્ત થઇ જાય છે.
મૌલાના આઝાદ કહે છે કે ‘ઇસ્લામ નો ઉદય પહેલાં અવતરેલ ઈશ્વરદૂતો અને સંદેશવાહકો દ્વારા અપાયેલ શિક્ષાનો વિરોધ કરવા નહીં. કિંત્તુ પહેલાંનાં ધાર્મિકગ્રંથોમાં વર્ણવેલ વિચારોનું પુન: શુદ્ધ સ્વરૂપનાં દર્શન માટે થયો છે’. (તર્જુમાં અલ કુરાન)
માનવતા, વિશ્ર્વબંધુત્વ તથા જાગતિક એકતા ઇસ્લામનું મૂળ છે. અને સાહિષ્ણુતા ઇસ્લામનો આદર્શ છે. કુરાનશરીફનાં વચનોને માન્ય કરીએ તો સંસારમાં અનેક ધર્મ છે, આ વિચાર પણ નેસ્ત-નાબૂદ થઇ જાય છે. ઈશ્વર કે અલ્લાહ દ્વારા સમસ્ત માનવજાતિને એક જ માનવધર્મનો સંદેશ આપ્યો છે. આથી સમસ્ત ઈશ્વરદૂત, પૈગમ્બર અને સંદેશવાહકોનો મૂળ ઉપદેશ એક જ છે તે સ્પષ્ટ થાય છે. આજે વિશ્ર્વમાં અનેક ધર્મ, પંથ અલગ દેખાય છે, તે અલગ -અલગ સ્થાનો ઉપર વિભિન્ન ભાષાઓમાં અભિવ્યક્તિ માત્ર છે.
આમ છતાં આજના યુગમાં ધાર્મિક ઘર્ષણો કેમ થાય છે? આ સંઘર્ષ કુરાન શરીફને લીધે નહીં, પરંતુ ઈસ્લામનાં નામે સત્તાધીશ (મુલ્લા, મૌલાનાઓ) દ્વારા સ્વાર્થ માટે ઈસ્લામનો દુરુપયોગ કરવાથી થાય છે. મૂળ ઉપદેશ (અરબી ભાષા) નહીં સમજનાર અંધશ્રધ્ધાળું મુસ્લિમ અનુયાયીઓ તથા કથિત ઢોંગી વિદ્વાનો (મૌલવી)એ કુરાન શરીફના શબ્દોના મૂળ અર્થ ને તોડી મરોડીને પોતાના અંગત સ્વાર્થ સિદ્ધ કર્યા છે. ઈસ્લામનો મૂળ અર્થ (અરબી ભાષામાં હોવાથી)ન સમજવાથી તેનો ઉપયોગ રાજનૈતિક અર્થ કરવામાં આવ્યો. અને આમ ગેરસમજ થવાંથી કુરાન શરીફની મૂળ શિક્ષા જનસામાન્ય વ્યક્તિ સુધી પહોંચી ન શકી. આ ફક્ત ઈસ્લામમાં જ નહીં અન્ય ધર્મો (ધર્મમતાંતરો ને લીધે ફિરકાઓ)નાં ઇતિહાસમાં પણ જોવાં મળે છે.
શાહજહાંનાં જાયેંષ્ઠ પુત્ર દારાશિકોહે કુરાન શરીફનું ગહન અધ્યયન કર્યું હતું. મુલ્લા, મૌલાવીઓ પ્રતિ તેમનો આક્રોશ તેમનાં શબ્દોમાં…
‘બહિસ્ત આ જા કી મુલ્લા એ બાશદ, જિ મુલ્લા શોરો ગૌગા એન બાશદ’ (અર્થાત જ્યાં મુલ્લા નથી, મુલ્લાઓનો કોલાહલ સંભળાતો નથી તે સ્વર્ગ છે.) ઉપરોક્ત વાક્યનો સમકાલીન મુલ્લા-મૌલાવીઓ અર્થનો અનર્થ કરીને જનમાનસને ગેરમાર્ગે દોરી ભ્રમિત કરી રહ્યા છે…
હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારમાં ‘અંત્યેષ્ટિ સંસ્કાર’ અંતિમ હોય છે. આ બધાં સંસ્કારોમાં કોઈને કોઈ નૈમિતિક યજ્ઞ અવશ્ય હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત શરીર ને અગ્નિમાં ભસ્મ કરવામાં આવે છે. આ સંસ્કારમાં એક વિધિ છે ‘પ્રાયશ્ર્ચિત વિધિ’. આ વિધિમાં પરિવારને એમ નથી પુછાતું કે મૃતકે તેનાં જીવન કાળમાં હનુમાનજીને જળ ચડાવ્યું હતું? અથવા શિવજીને નિત્ય બીલીપત્ર ચડાવ્યું હતું?, પરંતુ એ પૂછવામાં આવે છે કે મૃતકે જીવનમાં નિત્ય અગ્નિહોત્ર કર્યા હતાં કે નહીં? જો મૃતકે જીવનમાં અગ્નિહોત્ર ન કર્યા હોય તો, તે અપરાધનું પ્રાયશ્ર્ચિત તેમનાં પરિવારને કરવું પડે છે. આમ નિત્ય અગ્નિહોત્ર હિન્દુ ધર્મમતનાં અનુયાયીઓ સાથે ગાઢ સબંધ છે, પરંતુ આજે સંસારનાં અન્ય ધર્મ મતોની જેમ પોતાનાં મૂળસ્વરૂપથી વંચિત થઇ ગયો છે.
ભગવાન ગૌતમબુદ્ધના સમય સુધી ‘હિન્દુ’ શબ્દનું પ્રચલન નહોતું થયું. એમ કહેવાય છે કે વિદેશી આક્રાંતાંઓ દ્વારા સિંધુ પ્રદેશનાં આધાર ઉપર આ દેશ નું નામ ‘હિન્દુ-સ્થાન ’ રાખવામાં આવ્યું હતું. બૌદ્ધ અને જૈન મતો દ્વારા અહિંસા આંદોલનથી પ્રભાવિત થઇને જે સમાજ (સમુદાય ) યજ્ઞોમાં થઇ રહેલી હિંસાથી દુખી થયા (હિંસા નો ત્યાગ કર્યો) તે હિન્દુ કહેવાયા. આ સમુદાયનાં મનુષ્યોએ બૌદ્ધ અને જૈન મતોનો પૂર્ણત: સ્વીકાર ન કર્યો, પરંતુ તેમનાં સિદ્ધાંતોનું શુક્ષ્મ નિરીક્ષણ કરીને ફક્ત સદાચરણ દયા, સમાનતા અને અહિંસાનાં સિદ્ધાંતોનું પાલન કર્યું. અને જે તે સમકાલીનમાં યજ્ઞ કર્મ લગભગ બંધ થઇ ગયા હતા. અને ત્યારે તત્કાલીન વિદ્વાનો એ વેદોનું પ્રમાણ સ્વીકારી ‘ભક્તિ પ્રધાન નિષ્કામ કર્મયોગ’ ઉપર આધારિત ભાગવત ધર્મની સ્થાપના કરી. આમ કાળંતરે હિન્દુ ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું. અને અગ્નિહોત્રનું તેજસ્વી સ્વરૂપ મૂર્તિપૂજાથી ઉત્પન્ન આડંબર અને પાખંડમાં મલીન થઈ ગયાં. આ ભક્તિ પ્રધાન મતનાં પ્રસારથી વૈદિક યજ્ઞ કૃતિઓનું મહત્વ ગૌણ થઇ ગયું હતું. અનન્ય ભાવથી ભક્તિ કરવાથી પણ ઈશ્વર પ્રાપ્તિ થાય છે તેવી ભાવના દ્રઢ થઇ. અને આમ હિન્દુમતનું નવું સ્વરૂપ સામાન્ય લોકો માટે સુલભ થયું. ઇ.સ. ૭૮૮માં શંકરાચાર્ય દ્વારા મલીન થઇ ચૂકેલા હિન્દુ ધર્મમાં પ્રાણ સંચાર કર્યો. અને બૌદ્ધ મતાવલંબીઓ દ્વારા અનાદરના પ્રચારની ભાવના ખતમ કરી. વર્ણાંશ્રમને મહત્ત્વ આપ્યું. આમ વર્તમાન યુગમાં પ્રચલિત હિન્દુ ધર્મની વ્યાખ્યા શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા નિર્મિત છે. આજે પણ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પીઠોમાં શ્રી આદિ શંકરાચાર્યને સર્વોચ્ચ ધર્મધિકારીનું માન પ્રાપ્ત છે.
શ્રી આદિ શંકરાચાર્ય બાદ આજ સુધીનાં તમામ સેંકડો સાધુ-સંતોએ હિન્દુ ધર્મનાં ચૈતન્યને કાયમ રાખ્યું. આ બધાએ વેદોનાં સર્વોચ્ચ મહત્ત્વનો સ્વીકાર કર્યો, પરંતુ વૈદિક યજ્ઞોનો પુનારુદ્ધારનો સમય વિસમી સદી નિશ્ર્ચિત હતી.
છેલ્લાં બે અઢી હજાર વર્ષોથી હિન્દુ ધર્મમાં વેદોની સંહિતાઓને પોતાનાં મૂળ સ્વરૂપે જાળવી રાખ્યો છે, પરંતુ વેદોને તેનાં મૂળસ્વરૂપે સુરક્ષિત રાખવું અને તેની ઉપર આધારિત જીવન પદ્ધતિને અપનાવવી એ જુદી વાત છે. દુર્ભાગ્યવશ આજનાં યુગમાં કોઈ પણ હિન્દુ તેનાં મૂળ વેદધર્મ એટલે કે સત્યધર્મનું શુદ્ધ સ્વરૂપમાં આચરણ કરવા અસમર્થ છે. એટલુંજ નહીં યજ્ઞનાં સરળ સ્વરૂપ સમાન અગ્નિહોત્ર પણ નથી કરી શકતાં. આજનો પ્રચલિત હિન્દુ ધર્મ વિકૃત થઇ ગયો છે. ભગવાન બુદ્ધ અને મહાવીર બાદ ઓગણીસમી સદી સુધી થઈ ગયેલા સેંકડો મહાપુરુષોની વાણીમાં જે શુદ્ધ હિન્દુ ધર્મનું રૂપ પ્રગટ થયું હતું તેમાંનો એક પણ અંશ આજે આચરણમાં નથી.
ભવિષ્યમાં વેદોને પ્રમાણ માની ને અગ્નિહોત્ર દ્વારા વેદોક્ત જીવન પદ્ધતિને અપનાવીને હિન્દુ ધર્મ જીવિત રહી શકે છે.
ફરીથી યાદ કરાવું તો..
સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ત થયેલ ગૌમાતાનાં ગોબરની અગ્નિમાં નિશ્ર્ચિત સમયે (સૂર્યોદય-સૂર્યાસ્ત) શુદ્ધ ઘી મિશ્રિત ચોખાની આહુતિ જ શુદ્ધ સ્વરૂપ ગણાય છે.
અસ્તુ…
ક્રમશ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!