Homeતરો તાજાબાઇબલમાં નિત્ય અગ્નિહોત્રનાં દર્શન

બાઇબલમાં નિત્ય અગ્નિહોત્રનાં દર્શન

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા

(ભાગ-૮)
ખાસ જણાવવાનું કે પંચગવ્યમાં અગ્નિહોત્ર પ્રમુખ સ્થાને હોવાથી આપણે મારાં અનુભવો દ્વારા પ્રાપ્ત તમામ અગ્નિહોત્રનો ઇતિહાસ, મહત્ત્વ અને વૈશ્ર્વિક પરિવર્તનો ઉપર પ્રભાવ જણાવવાની કોશિશ કરી રહ્યો છું..
હિબ્રુ અને યહૂદી લોકોનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે બે હજાર વર્ષથી શરૂ થાય છે. અબ્રાહીમે ફિલિસતીનમાં આ જાતિનાં લોકોનું ગામ વસાવ્યું હતું. ત્યાંથી થોડાં સમય માટે મિશ્ર પણ ગયાં હતાં, પરંતુ ત્યાંના શાસક ફરાઉનના ત્રાસને કારણે ઈ.સ. પૂર્વે ૧૬૦૦ થી ૧૭૦૦ ની સાલ વચ્ચે તેમને સ્વ વતન પાછું ફરવું પડ્યું હતું. પયગમ્બર મુસા તેમના પ્રમુખ નેતા હતા. ફિલિસતીન (પેલેસ્ટાઇન) પાછા ફરતી વખતે સીનાઈ પર્વત ઉપર મુસાને ઈશ્ર્વરનાં દર્શન થયાં હતાં. અને ઈશ્ર્વરે તેમને યજ્ઞવેદી તૈયાર કરીને તેમાં દરરોજ સૂર્યોદય -સૂર્યાસ્તનાં સમયે મધ અને અનાજ નીઅગ્નિની સાક્ષીએ યજ્ઞવેદીમાં આહૂતિ આપવા જેવી દસ આજ્ઞાઓ આપી હતી. (Ex-20-22)
પયગમ્બર મુસા બાદ ઈ.સ. પૂર્વે દસમી સદીમાં દાઉદ નામના મહા પ્રતાપી રાજાએ યેરુસલેમ રાજ્યની સ્થાપના કરી.અને અહીં યહૂદી લોકોનું પ્રમુખ સ્થાન બની ગયું. સમયાંતરે યહૂદી ધર્મનાં વિરોધીઓ દ્વારા યેરુસલેમમાં બાંધવામાં આવેલ પવિત્ર મંદિરો તોડી પાડવામાં આવ્યા. અને યહૂદી ધર્મમાં માનનારા લોકોને પલાયન કરવાની ફરજ પડી.. અને તેમની દરેક ધાર્મિક ક્રિયાઓ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ હતી. જે આજે પણ તેમની પ્રમુખ પ્રાર્થનાઓમાં એકદિવસ જરૂર હવન ક્રિયાઓ શરૂ થશે ટેવી આશા (આસ્થા )વ્યક્ત કરે છે.
“હે ઈશ્ર્વર અમારી પ્રાર્થના દયાભાવથી કબૂલ કરો. અને હે ઈશ્ર્વર, પરમપિતા પરમેશ્ર્વર ફરીથી તમારા પવિત્ર સ્થાન ઉપર અમે અગ્નિહોત્રની અગ્નિમાં આહૂતિઓ કરી શકીએ તેવાં આશીર્વાદ આપો.
“અમારાં પૂર્વજોનાં ઈશ્ર્વર તમે અમારાં ઉપર કૃપા કરો કે… અમને આપણાં યેરુસલેમમાં તમને નિત્ય સવાર-સાંજ યજ્ઞવેદી (અગ્નિહોત્ર) માં આહૂતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.
“હે જગતપિતા તમારા આદેશ મુજબ રોજ નિત્ય સમયે અગ્નિહોત્રનાં નિયમનું અમે પાલન નથી કરી શકતા. અને અમારાં પાપને લીધે (યેરુસલેમમાં) મંદિરો ધ્વસ્ત થઈ ચુક્યા છે. અને વૈદિક યજ્ઞો બંધ થઇ ગયા છે. તમારી ઈચ્છા સર્વોપરિ છે. હે પરમપિતા અમારી પ્રાર્થના સ્વીકાર કરો. જેમ પુરોહિતો દ્વારા નિશ્ર્ચિત સમયે કરવામાં આવતા યજ્ઞવેદીની આહૂતિઓ સ્વીકારો છો.
ઉપરોક્ત પ્રાર્થનાથી સ્પષ્ટ થાય છે કે વિશ્ર્વના દરેક યહૂદી (ઇઝરાઇલ)નું પોતાનું પ્રથમ કર્તવ્ય નિત્ય સમયે નિત્ય યજ્ઞ સ્થાન ઉપર સામૂહિક અથવા એકાંતમાં પ્રાર્થના કરવાનું છે.
બાઇબલમાં બે ખંડ છે.
૧) જૂનું કરારનામું
૨) નવું કરારનામું
પહેલાં ખંડમાં યહૂદીઓનો ઇતિહાસ છે.. જયારે બીજા ખંડમાં ઈસાનું જીવનચરિત્ર તથા તેમનાં વચનોનો સંગ્રહ છે.
થોડાં સમય અજ્ઞાતવાસ બાદ ઈશ્ર્વર દૂત ઈસાએ પોતાની માનવતાવાદી મિશનને ફરીથી શરૂ કર્યો. અને આમ ઈસાનાં સમય સુધી યહૂદીઓનાં મંદિરોમાં યજ્ઞવેદી (અગ્નિહોત્ર)માં અનાજને સ્થાને માંસ અને લોહીની આહૂતિઓ સામાન્ય બની ગઈ હતી..
ઈસાની દસ આજ્ઞાઓ (sermon on mount ) પ્રસિદ્ધ છે..
તેમાંની એક આજ્ઞા (આદેશ )માં કહ્યું છે… કે…
“મારાથી પહેલાં અવતારીત સંદેશવાહકોનાં ગ્રંથો અને ઉપદેશને નષ્ટ કરવા હું નથી આવ્યો. પરંતુ પરમપિતા પરમાત્મા દ્વારા સૃષ્ટિકાળમાં વર્ણવેલ સંદેશને પૂર્ણાર્થ સાથે સત્ય સાબિત કરવા આવ્યો છું. પ્રાચીન જ્ઞાનમાં રતિભર પણ ફેરબદલ થઈ શકે તેમ નથી. તે સત્યસ્વરૂપ છે. તેનું અક્ષરસ પાલન કરો. તેમની દરેક નાની સૂચનાઓનો આદર કરો. ગ્રંથોનાં વચન મુજબ કોઈની હત્યા ન કરો. પરંતુ હું તેમનાથી વિશેષ કહીશ કે પોતાનાં સગાસબંધીઓ, ભાઈઓ સાથે કોઈ પણ બાબતે અસંતોષ, ઝઘડા કે કલહ પણ હિંસા કરવા બરાબર છે. પોતાનાં સગાસબંધીઓ, ભાઈઓ પ્રતિ દુષ્ટ વિચારો સાથે કરવામાં આવેલ (અગ્નિહોત્ર) યજ્ઞવેદીમાં આપેલ આહૂતિઓ નિષ્ફળ જશે. પહેલાં પોતાનો ક્રોધ નષ્ટ કરો, સુલેહ કરો પછીજ યજ્ઞવેદીમાં આહૂતિ આપો.
મંદિરોમાં થતી બલિપ્રથાનો વિરોધ કરતાં ઈસાને યહૂદી ધર્મગુરુઓ દ્વારા અનેક પ્રકારે ત્રાસ આપવામાં આવ્યો. અંતે તેમને શૂળી ઉપર લટકાવવામાં આવ્યાં. શૂળી ઉપર લટકતાં પહેલાં ઈસા મસિહે…..જે મંદિરમાં બલિ દેતાં યહૂદી ધર્મગુરુઓને સંબોધીને કહ્યું હતું કે…
“અને તમારાં મંદિરનો ત્યાગ કરવામાં આવશે
(Mt 23-38) અને ત્યારે ચમત્કારિક રીતે મંદિરોનાં પડદાઓનાં લીરે હાલ થયા હતાં, સાથે યજ્ઞવેદીમાં
અલૌકિક અગ્નિ પ્રગટ થઇ હતી.
શૂળી ઉપર લટકાવ્યાં બાદ ઈસાનાં અંતિમ ઉદ્ગાર હતાં “It is finshed”
હવે આ પૂર્ણ થયું..
એમનું કહેવું એમ હતું કે મંદિરોમાં કરવામાં આવતી હિંસાયુક્ત અગ્નિ ઉપાસનાનો હવે અંત થયો. કેમકે હિંસાયુક્ત અગ્નિ ઉપાસના ઇશ્ર્વરને પસંદ ન હતી.
ઈશ્ર્વરે મુસાને પહેલાંજ ચેતવણી આપી હતી કે..
“Take care to make them according the plan that I Showed you on the mountain”
(Ex.25.40)
મુસાએ પોતાનાં અનુગામીઓને આ આદેશનું સખત રીતે પાલન કરવાનું કહ્યું હતું. પરંતુ તેમના પછી હવનમાં અનાજને બદલે ધીમે ધીમે મૂંગા પશુઓની આહુતિઓ દેવાની ચાલુ થઇ ગઈ હતી.. અને આમ સમયાંતરે આ બલિપ્રથા અનિવાર્ય અંગ બની ગઈ.. ઈશ્ર્વરદૂત ઈસાએ પોતાનું બલિદાન દઈને આ કુપ્રથાનો અંત કર્યો. આમ તેમનું અંતિમ વાક્ય ‘ઈિંં શત રશક્ષશતવયમ‘ સાર્થક રહ્યું.
પવિત્ર બાઇબલ માં ‘ડેનિયલ નું દર્શન’ નામે એક વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સવાર-સાંજ થતાં અગ્નિહોત્રનું વૃતાંત છે. જેમાં કહ્યું છે કે કાળાંતરે સવાર-સાંજ અગ્નિહોત્ર ઉપાસના ફરી શરૂ થશે. પરંતુ તેનાં માટે હજી ઘણો સમય લાગશે. માટે તેમને આ દર્શન ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અર્થાત્ જે તે સમયે તેમનાં આદેશ મુજબ અગ્નિઉપાસના સાધનનાં સ્વરૂપે કરવાની મનાઈ કરવામાં આવી. આ દર્શનનાં વાસ્તવિક અર્થ મુજબ અગ્નિહોત્ર જ મૂળ ધર્મ છે. તે જરૂર સ્થાપિત થશે. પરંતુ એનાં માટે આજનો (ત્યારનો) સમય અનુકૂળ નથી. કેમકે અત્યારે સર્વત્ર અવૈદિક વિચારોનો નગ્ન નાચ થઇ રહ્યો છે. સર્વત્ર શુદ્ધ વૈદિક અગ્નિહોત્રની ઉપેક્ષા થઇ રહી છે. બાઇબલમાં મૂળ રૂપ આ પ્રમાણે છે.
The vision about the evening and morning sacrifices which have been explainded to you will come true. But keep it secret now. Because it will be a long time before it does come true. (Daniel 8.26)
આમ ફરીથી અગ્નિ ઉપાસના શરૂ થવાને ઘણો લાંબો સમય હોવાથી ઈસાઈ મત મુજબ તેમનાં પ્રતીક રૂપે મીણબત્તીઓ પેટાવવા લાગ્યાં. દરેક ચર્ચમાં પ્રજવલિત મીણબત્તીઓની જ્યોત પોતાના સૂક્ષ્મ અવાજમાં અગ્નિઉપાસનાની તરફેણ કરે છે. ઈસાઈ મત મુજબ અગ્નિઉપાસના (અગ્નિહોત્ર)નો વિરોધ તો દૂર પરંતુ સન્માનીય સ્થાન ધરાવે છે.
અસ્તુ :….(ક્રમશ:)
કાબામાં અગ્નિપૂજા..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular