Homeપુરુષગૌમૂત્રનું પંચાંગ

ગૌમૂત્રનું પંચાંગ

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

સુશ્રુત સંહિતા, ચરકસંહિતા, ભાવપ્રકાશ, રાજનીઘંટુ, અમૃત સાગર તેમજ અષ્ટાંગ સંગ્રહ, આર્યભિષેક,હિન્દુસ્તાન કા વૈદરાજ, દ્રવ્યગુણ શાસ્ત્ર આરોગ્ય જ્ઞાનકોશ વગેરે આયુર્વેદના અનેક ગ્રંથોમાં ગૌમુત્રના અપાર મહિમા નું વર્ણન કરવામાં આવ્યું છે.
ગૌમુત્ર જંતુઘ્ન છે
ગૌમુત્ર સ્વયં ખૂબ જ અસરકારક જંતુઘ્ન છે. તે તમામ પ્રકારના જીવાણુંઓનો નાશ કરે છે. તેનું પાન કરનારાઓના જઠરમાં, આંતરડા, કિડની તેમજ અન્ય અવયવોમાં આવેલા રોગના જંતુઓનો નાશ કરે છે. શરીરને જંતુમુક્ત કરી રોગમુક્ત કરે છે. તે એન્ટિબાયોટિક છે.
ગૌમુત્ર કૃમિનાશક છે. ખાસ કરીને નાના બાળકોના શરીરમાં કૃમિ ઉત્પન્ન થાય છે. પરિણામે હોજરી અને આંતરડામાં રહેલા કૃમિ બધો ખોરાક ખાઈ જાય છે. પરિણામે શરીરને પોષણ મળતું નથી તેથી બાળકોના હાથ પગ લાકડી જેવા પાતળા થાય છે અને પેટ ફૂલીને ગાગરડી જેવું થાય છે ગૌમુત્ર ૧૦ મી. ગ્રામ થી ૧૫ મી.ગ્રામ જેટલું નાના બાળકોને આપવાથી શરીરના તમામ કૃમિ એટલે *કરમિયા* નીકળી જઈ શરીર રોગમુક્ત થઈ શરીર તંદુરસ્ત બને છે. મોટા લોકોએ ૫૦ મિલીગ્રામ ગૌમૂત્ર પીવું.
શરીરમાં વાગવાને કારણે ઘા પડ્યો હોય તો ગૌમુત્રનું ડ્રેસિંગ કરવું. તેના કારણે જંતુઓ નાશ પામશે. વાગેલા ઘા ઉપર લોકો પોતાનું મૂત્ર લગાવે છે. તે જ પ્રમાણે ગૌમૂત્ર લગાવવું. સ્વમૂત્ર કરતાં તે વધારે અસરકારક છે.
ગૌમૂત્ર વિષઘ્ન છે
વિશાદ એટલે કે શોક કલેશ એટલે કે જે ઉત્પન્ન કરે છે ગૌમૂત્ર તમામ પ્રકારના વિષ એટલે કે ઝેરનો નાશ કરનાર છે. ઝેરી આયુર્વેદિક ઔષધીઓનું ઝેર દૂર કરવા માટે વૈદ્યો ગૌમૂત્રમાં પલાળી તેનું જે દૂર કરે છે. તેમ જ શોધન
કરે છે.
ઝેરી રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓને કારણે અનાજ, શાકભાજી, ફળો વગેરે બધું ઝેરી બને છે. તેના ખાવાથી શરીરમાં ઝેર જાય છે. ઉદ્યોગિક ઝેરી વાયુઓ તેમજ રાસાયણિક ઉદ્યોગિક પાણીને કારણે પર્યાવરણ પ્રદૂષિત બની ઝેરી બને છે. તેના કારણે જમીનમાંનું પાણી પણ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત એલોપથી દવાઓને કારણે પણ શરીરમાં ઝેર ઉત્પન્ન થાય છે. વિશાદ (ચિંતા) કરવાથી પણ શરીરમાં વિષ એટલે કે ઝેર ઉત્પન્ન થાય છે. આ તમામ પ્રકારના ઝેર શરીરની મા ચરબી તેમજ અન્ય ભાગોમાં જમા થાય છે. પરિણામે લાંબા ગાળે કેન્સર થાય છે.
ગૌમૂત્ર વિષધ્ન હોવાને કારણે શરીરમાં પેદા થયેલ તમામ પ્રકારના ઝેરનો નાશ કરી શરીરને તંદુરસ્ત બનાવે છે.
ગૌમાતામાં એક ખાસ પ્રકારની વિશેષતા છે. તેના ખોરાકમાં કોઈક વખત અજાણ્યે ઝેરી પદાર્થો કે હાનિકારક તત્વો આવી જાય ત્યારે ગૌ માતા તે ઝેર ને પોતાના શરીરમાં શોષી લે છે. ગૌમાતાનાં કંઠમાં શિવજીનો વાસ છે. ચમત્કારિક રીતે પોતાના દૂધ મૂત્ર કે છાણમાં વિસર્જિત કરતી નથી. એટલા માટે જ ગોબર, ગૌમુત્ર અને દૂધને પવિત્ર અને મલશોધક દુર્ગંધનાશક કહ્યું છે. તે વિષનાશક છે. એટલે કે પંચગવ્ય સર્વ રોગનાશક છે. જે જન્મ આપનારી માતા સર્વ દુ:ખો સહન કરી પોતાના સંતાનોના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તે પ્રમાણે ગૌમાતા સમગ્ર જીવ જગતને જીવાડે છે. આ ગુણ વિશ્વનાં એક પણ જીવમાં દુર્લભ હોવાથી ગૌમાતાને માતાનું બિરુદ મળ્યું છે.
ગૌમૂત્ર એન્ટિસેપ્ટિક છે
ગૌમૂત્ર એન્ટિસેપ્ટિક છે. એનું પાન કરનારાઓના શરીર ઉપર પડેલા ઘા પાકતા નથી. ઉપરાંત શરીર ઉપર વાગવાથી પડેલા ઘા તેમજ દાઝવા ઉપર લગાવવાથી પાકતા નથી.
ત્રિદોષ નાશક છે
વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષ જ્યારે વિષમ એટલે કે તેની વધઘટ થાય ત્યારે રોગ ઉદ્ભવે છે. ગૌમૂત્ર વાત પિત્ત અને કફ એમ ત્રણેય પ્રકારના દોષને દૂર કરનારું છે. ગૌમૂત્ર આ ત્રણે દોષોનું નિયંત્રણ કરે છે. એમ ઘણા શાસ્ત્રો કહે છે . છતાં કેટલાક શાસ્ત્રો તેમજ વૈદ્યોના મત અનુસાર..* પિત્ત પ્રકૃતિવાળાઓએ ગૌમૂત્ર ન લેવું જોઈએ* કારણકે તે પિત્તને વધારે છે એવું માને છે; માટે પિત્ત પ્રકૃતિવાળાઓએ સાવધાની રાખવી. આવી પ્રકૃતિવાળાઓએ ગૌમૂત્ર ઓછી માત્રામાં પાણીથી ડાયલુટ કરીને લેવું. એના પરિણામો જોયા પછી માત્રા ધીરે ધીરે વધારવી.
ગૌમૂત્ર સારક છે
*સારક* ગૌમૂત્રનો આ સૌથી મહત્ત્વનો ગુણ છે. તે સારક હોવાને કારણે ચામડીની નીચેની ભેગી થયેલી ચરબીના જાડા થરોને ઓગાળી વજન ઓછું કરી શરીરને પાતળું અને સુડોળ બનાવે છે. જાડા મેદસ્વી લોકો વજનને કારણે આળસુ બની જાય છે. ઘણા રોગનું મૂળ વધારે વજન છે. ગૌમૂત્ર વધારાની ચરબી ઓગાળી શરીરને સપ્રમાણ બનાવે છે. વ્યક્તિત્વને આકર્ષક અને સુંદર બનાવે છે.
આ ઉપરાંત વધારે પડતા ચરબીવાળા તળેલા કે ઘીવાળા મિષ્ટાનો કે પદાર્થો ખાવાના કારણે શરીરની ધમની અને શિરાઓની અંદરની દીવાલોમાં ચરબી વધવાને કારણે નળીઓ સાંકડી બની જાય છે. તેનાથી રુધિરાભિસરણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એટલે ઘણી વખત બ્લડપ્રેશરનો રોગ થાય છે. ગૌમૂત્ર સારક હોવાને કારણે રક્તવાહિનીઓના અંદરના ભાગમાં જમા થયેલ ચરબીના થરોને ઓગાળી તેને પહોળી કરી સ્થિતિસ્થાપક બનાવે છે. જેના કારણે શરીરમાં રુધિરાભિસરણ એટલે કે લોહી ફરવાની ક્રિયા સરળ બને છે. તે જ પ્રમાણે લોહીના ગઠ્ઠાઓ ઓગળે છે. ઉપરાંત લોહીને પાતળું બનાવી તેનું પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે. ગૌમૂત્રમાં તીવ્ર સારકતાનો ગુણ હોવાને કારણે મગજ કે શરીરના અન્ય ભાગોની કેન્સર કે અન્ય પ્રકારની ગાંઠો ઓગાળી બહાર કાઢે છે.
ગૌમૂત્ર રેચક છે
ગૌમુત્ર ખૂબ જ અસરકારક રેચક છે. હાલના સંજોગોમાં ૭૦% જેટલા મોટી ઉંમરના લોકો બદ્ધકોસ્ટ એટલે કે કબજિયાતથી પીડાય છે. ખુલાસીને જાડો થતો નથી (મળવિસર્જન). તેનાથી શરીર અને મન બંનેમાં બેચેની લાગે છે. તેમાંથી મંદાગ્ની પણ થાય છે. ઘણા રોગોનું મૂળ કબજિયાત છે. તેના કારણે મોટા તથા નાના આંતરડામાં મળ એટલે કે કચરો જમા થાય છે. પછી તે સડે છે. તેમાં રોગોના જીવાણુઓ પેદા થાય છે. ચાંદા પડે છે. આંતરડાના કોલાઈટીસ જેવા રોગો થાય છે. શરીર સુકાતું જાય છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. પેટ સાફ ન આવે તો માથું દુખે છે. એટલે કહેવત પડી છે કે *”પેટ સાફ તો આધા દર્દ માફ*
ગૌમૂત્ર રેચક હોવાને કારણે તેને લેવાથી આંતરડા સાફ થાય છે. એટલું જ નહીં પણ વર્ષો જૂના આંતરડાઓની દીવાલમાં જામેલો મળ (રોજ ધીમી ગતિએ) ખોતરીને દૂર કરે છે. બધો જ કચરો ધીમે ધીમે બહાર નીકળી જાય છે. ૪૫ દિવસ લેવાથી સંપૂર્ણ આંતરડાની સફાઈ થતાં કાયમ માટે કબજિયાત દૂર થઈ જાય છે. સપ્તાહમાં એકવાર ગૌમૂત્રનો ૫૦ મિલિગ્રામ જેટલો જુલાબ (ગૌમૂત્ર અથવા ગૌમૂત્ર અર્ક) લેવો જ જોઈએ.
ગૌમૂત્ર દર્દનાશક છે
ગૌમૂત્ર પેઈનકિલર છે. ગૌમૂત્રમાં શામક તત્ત્વો પ્રશૂર માત્રામાં છે. તે દરેક પ્રકારના દર્દ દુખાવામાં રાહત આપે છે. જેમ પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને જ્યારે સખત મારવામાં આવે છે. ત્યારે તેઓ પોતાનું સ્વમૂત્ર પીવે છે. જેથી મારનું દર્દ તેઓ સહન કરી શકે છે. ગૌમુત્ર તેનાથી પણ વધુ અસરકારક છે. ગૌમૂત્રમાં દર્દ શામક શક્તિ હોવાને કારણે તેનું પાન કરનારાઓને ઢીંચણ, કમર, શીર દર્દ, સ્નાયુઓ વગેરે દુખાવામાં રોગીને રાહત આપે છે. તે “શક્તિશાળી પેઈન કિલર છે.
સ્નાયુઓના દુખાવાઓમાં ગૌમૂત્ર અથવા *ગૌમંગલ માલિશ* તેલ વડે માલિશ કરવામાં આવે તો દુખાવો મટી જાય છે. દાંતના દુખાવામાં તેના કોગળા કરવાથી રાહત થાય છે. ઉપરાંત કાનના દુખાવામાં અને આંખના દુખાવામાં પણ ગૌમૂત્રના ટીપા નાખવાથી દુખાવો મટે છે. તેમ જ રોગો દૂર થાય છે.
ગૌમૂત્ર પંચગાવ્ય પરિપૂર્ણ તેમજ જીવનનીય એટલે કે જીવન તત્ત્વથી ભરપૂર દિવ્ય રસાયણ છે. સર્વ પ્રકારના મૂત્રોમાં ગૌમૂત્ર સર્વાધિક શ્રેષ્ઠ ગુણોવાળું છે.
કુંડલીની જાગૃતિ માટે ઉપયોગી
આધ્યાત્મિક સાધના તેમજ યોગ સાધના કરનારાઓએ ગૌમૂત્રનું પાન કરવું જ જોઈએ. ગૌમૂત્ર આધ્યાત્મિક આહાર છે. તેનું પાન કરનારાઓનું શરીર મન આત્મા બધું જ પવિત્ર એટલે કે વિકાર રહિત શુદ્ધ અને પવિત્ર બની જાય છે. એને કારણે કુંડલીની જાગૃત જલ્દી થાય છે. તેમજ શરીરમાં આવેલા ચક્રો પણ જાગૃત અને સક્રિય બને છે.તેનાથી મન વચન અને કર્મ બધું જ પવિત્ર થાય છે.
પર્યાવરણ
ગૌમુત્રમાં “કાર્બોલિક એસિડ” ઉપરાંત બીજા ૧૬ પ્રકારના એસિડ આવેલા છે. જે વાતાવરણને સ્વચ્છ અને જંતુરહિત કરી પવિત્ર અને આરોગ આરોગ્યપ્રદ બનાવે છે. એટલા માટે હિન્દુ ધર્મના ૧૬ (સોળ) સંસ્કારોમાં ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ અનિવાર્ય છે. યજ્ઞ વેદીનો હવન કુંડ ગાયના છાણ અને મૂત્રથી લિપીને બનાવવામાં આવે છે. મૃતદેહને ગાયના છાણ અને મૂત્રથી લીપીને બનાવેલા ચોકા ઉપર સુવાડવામાં આવે છે, તેમજ શબ પાસે ગાયના ઘીનો દીવો કરવાનો રિવાજ પરંપરાથી ચાલ્યો આવે છે. તેનું કારણ મૃત્યુ પછી મનુષ્યનું શરીર સડવા માંડે છે. અનેક ઝેરી વાયુઓ તેમાંથી નીકળે છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ જોખમકારક છે. ગૌમૂત્ર, છાણ અને ઘી નો દીવો તે ઝેરી વાયુઓનું ઓક્સિજનમાં રૂપાંતર કરી વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. એક તોલું (એક ચમચી) ઘી ૧ ટન ઓક્સિજન ઉત્પન્ન કરે છે.
*હવે તો સમસ્ત મુંબઈમાં પણ જો ૧૨ કલાક પહેલા જાણ કરવામાં આવે તો અનેક ગૌશાળાઓ દ્વારા નજીવા ખર્ચે ગાય નાં છાણા અગ્નિસંસ્કાર માટે ઉપલબ્ધ કરે છે સાથે પૂરી વ્યવસ્થા કરવામાં મદદ કરે છે.
દુનિયાના તમામ પ્રાણીઓ મનુષ્યો તેમજ સંત પુરુષોના મળમૂત્રને ત્યાંજ ગણવામાં આવે છે. તેને નફરત અને દૃણાથી જોવામાં આવે છે . જ્યારે ગૌ માતાના છાણ અને મૂત્રને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે *ગૌમયે વસતે લક્ષ્મી, ગૌમૂત્ર યે ધન્વન્તરિ* એટલે કે ગૌમૂત્રમાં *ધન્વન્તરિનો વાસ છે. અને ગાયના છાણમાં * લક્ષ્મીજીનો વાસ છે. હિન્દુ ધર્મમાં ગૌમૂત્ર અને છાણને અતિ મહત્વનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. *ભગવાન શ્રીકૃષ્ણને ગૌમૂત્ર અને ગોબરથી સ્નાન કરાવવામાં આવતું. આજે પણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે.
દુર્ભાગ્યવશ આપણા કહેવાતા સમસ્ત સનાતન સધુર, સંતો, મહંતો, મુનિઓ, પંડિતો, પાદરીઓ અને મૌલાનાઓ પણ ક્યારેય આ સૂત્રનો અર્થ જાહેરમાં પોતાનાં કહેવાતાપંથ નાં અનુયાયીઓ ને ક્યારેય કોઈપણ પ્રવચનમાં મહત્વ સમજાવવા અસમર્થ રહ્યાં છે. જેનાં ગંભીર પરિણામો મુજબ ફ્કત સ્વાદનાં રવાડે ચડેલા દંભી નાસ્તિક (સેક્યુલર) સમાજ બેફામ ગૌમાતાની તસ્કરી કરી રહ્યા છે; ગૌહત્યાનાં કાર્યો નિર્ભીક પણે કરી રહ્યાં છે. સામે ગૌપ્રેમીઓના કરોડો બલિદાન અને સંઘર્ષ માં હોમાઈ ગયા છે; જેનો અંત ફકત જાગૃતિ અભિયાન દ્વારા જ થઇ શકે છે. આપણે સહુ ૨૦૦ વર્ષનાં અનુભવી *મુંબઈ સમાચાર દૈનિકનાં તંત્રીશ્રીનો અભાર માનીએ તેટલું ઓછું ગણાશે, તેમણે આ જાગૃતિ અભિયાન માટે રસ દાખવ્યો અને પૂણ્ય નાં ભાગીદાર બન્યા.
*દુનિયાનો એક પણ ધાર્મિક ગ્રંથ ગૌહત્યાનું સમર્થન નથી કરતાં; છતાં પણ સમસ્ત ધર્મનાં અધિકારીક કે અધ્યાત્મિક ઠેકેદારો ગૌહત્યા મુદ્દે કોઈ ચર્ચા કરવા પહેલ નથી કરતાં તેનાં કરતાં મોટું દુર્ભાગ્ય આપણા દેશનું બીજું શું હોઈ શકે..???*
*મુસ્લિમ ધર્મગ્રંથ કુરાનમાં ચોક્ખું લખ્યું છે કે ગાય નું દૂધ શિફા (અમૃત) સમાન પવિત્ર છે; ગાયનું માંસ ભક્ષણ કરવાથી અનેક પ્રકારના રોગોને આમંત્રણ સમાન છે*
*ગાવો વિશવશ્ર્વ માતર* જો માનતા હોય તો દેશના મોદી યોગી સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકો ને બાલમંદિરથી ચાલું કરીને પાંચમા ધોરણ સુધીમાં સમસ્ત પ્રદેશ ની વિવિધ ગૌમાતા અને જે તે પ્રદેશ ની જાતિઓ ની ગૌમાતા વિશે સચોટ સત્ય વિશેષતાઓ વાળો અભ્યાસક્રમ બનાવવો જોઈએ….
કેન્દ્ર અને રાજ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા સમસ્ત દેશના સરકારી દવાખાને (અઈંખજ) સ્વદેશી પૌરાણિક આયુર્વેદ અને પંચગવ્ય ચિકિત્સા વિભાગ શરૂ કરવો જોઈએ. .. જેથી પ્રજાના પૈસા વિદેશી ફાર્મા કંપનીઓ ને જતાં બચાવી શકાય છે. સાથોસાથ આરોગ્ય વીમાની સબસિડી પણ બચાવી શકાય.
*છાણ* ગાયના છાણમાં ગાયનું ઘી અને ચોખા , ખાંડ અથવા સાકર નાખીને હવનમાં સળગાવવામાં આવે છે. ત્યારે આ *અગ્નિહોત્ર* માંથી “પ્રોપોલીન ઓક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે .આ વાયુ વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. તેમજ પર્યાવરણને શુદ્ધ પવિત્ર અને આરોગ્યપ્રદ બનાવે છે. એટલા માટે પ્રાચીન કાળમાં આપણા હિન્દુ પૂર્વજો, રાજા, મહારાજાઓ, ઋષિમુનિઓ, શ્રીમંતો, સંત, મહંતો, અશ્ર્વમેઘ યજ્ઞ , વિષ્ણુયાગ યજ્ઞ, સહસ્ત્ર કુંડી યજ્ઞ વગેરે અનેક પ્રકારના યજ્ઞો નિરંતર કરતા હતા. તેનાથી પુષ્કળ વર્ષા થતી તેમજ પર્યાવરણ શુદ્ધ અને પવિત્ર થતું. તેથી રોગચાળો ફેલાતો નહીં. આજે પણ યજ્ઞની આ પ્રથા ગાયત્રી પરિવાર, આર્ય સમાજ તેમજ સંતો, મહંતોએ અખંડ રૂપે ચાલુ રાખી યજ્ઞ સંસ્કૃતિને જીવિત રાખી છે.
ગાય ના ઘી, મૂત્રમાંથી બીજો એક મહત્વનો વાયુ “ઈથીલીન ઓક્સાઈડ ઉત્પન્ન થાય છે.જે વાતાવરણમાં રહેલા રોગોના જીવાણુઓનો નાશ કરે છે.આ જ વાયુ ઓપરેશન થિયેટરોમાં હવાને જંતુરહિત કરવામાં વાપરવામાં આવે છે. *(જેઓ આ સ્વદેશી અગ્નિહોત્ર કરે છે; તેમનાં પરીવાર અને અડોસ પડોસમાં કોરોના મહારોગની કોઇ અસર થઈ નથી; તે ભારત દેશમાં દરેક ગૌપાલક અને ગૌશાળાઓ નાં અનુભવે ૧૦૦% સાબિત થઈ ચૂક્યું છે.)* ગૌ માતાના ઉછવાસમાં ઓઝોન વાયુ પણ હોય છે. જે પૃથ્વીની આજુબાજુ આવેલા *ઓઝોન વાયુના* પડ માં પડેલા ગાબડા,( કાણા) પુરવાનું મહત્વનું કાર્ય કરે છે. જેને કારણે સૂર્યમાંથી
નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જે મનુષ્યના આરોગ્યને નુકસાન કરે છે. તેને રોકવાનું કાર્ય કરે છે.
ઘરનું વાતાવરણ શુદ્ધ પવિત્ર અને આરોગ્યપ્રદ રાખવા માટે ઘરમાં ગૌ માતાના છાણથી લીપવામાં આવતું; તેમજ રોજ સવાર સાંજ (દેશી)ગાયના ઘીનો દીવો ઘરમાં કરવાનું રિવાજ હતો અને આજે પણ ચાલુ છે. *ભારતીય દેશી ગાય નું ઘી જે પણ ભાવે મળે તેનું મૂલ્ય રૂપિયા થી નહીં ગુણ થી મુલવો તો અમૂલ્ય છે.માટે જેમણે પોતાનાં પરિવારની નિરોગી કાયા અને દીર્ઘાયુ આયુષ્યની કામનાં હોય, તેમણે બ્રાન્ડેડ આભૂષણો અને આરોગ્ય વીમાનાં પૈસામાંથી બચાવી ને પણ ભારત દેશ ની કોઈપણ દેશી ગાયનું ઘીનો છૂટથી ઉપયોગ કરવો; શાસ્ત્રોમાં ક્યાંક વાંચ્યું હતું કે ગાયનું ઘી દેવું કરીને પણ વાપરવું*
ગૌ માતાના શરીરના રોમ રોમમાંથી એટલે કે રુવે રુવે ગૂગળ જેવી દિવ્ય અને પવિત્ર સુગંધ આવીરત આવતી હોય છે.આ ઉપરાંત તેના શરીરમાંથી અનેક પ્રકારના વાયુઓ નીકળતા હોય છે.જે વાતાવરણને જંતુરહિત કરીને પવિત્ર કરે છે. તેની વાસથી અનેક રોગોના જીવાણુઓનું નાશ થાય છે. વાતાવરણ રોગ મુક્ત
બનાવે છે.
ટી.બી.(ક્ષય) રોગના દર્દીઓને ગૌશાળામાં સૂવાનું કહેવામાં આવે છે. ગૌમાતાના શરીરમાંથી અને ઉચ્છવાસમાંથી નીકળતા વાયુઓના કેટાણુંઓનો નાશ કરી ક્ષય રોગ મટાડે છે. માટે જ આપણા જૂનાં વડવાઓ દરેક પોતાનાં ઘરે રસોડાં ની આજુબાજુ ગાય બાંધતા; અને દીકરી વહેવારમાં સામે પક્ષે કેટલાં ગૌવંશ છે તે આધારે સગપણ નક્કી કરવામાં આવતાં; અને દીકરી વળાવતી વખતે દીકરીના પિયરેથી દીકરીની લાડકી, સુંદર, જાતવાન ગાયને પણ સાથે વળવતા…*
(આપણા વડવાઓ આજકાલનું મોર્ડન શિક્ષણ નહોતા ભણ્યા પણ કોઠા સૂઝ સમજ હતી; જેનો આજે આપણાં કહેવાતા આધુનિક સમાજ અંગૂઠા છાપ લાગે )
ટી.બી.ના દર્દીઓના ખાટલાને ગૌમૂત્રથી વારંવાર ધોઈ તેમજ જે ઓરડાની દીવાલો તેમ જ ભોંયતળિયું ગાયના છાણથી લીપેલું હોય તેવા ઓરડામાં રાખવામાં આવે તો ટીબી જેવો ભયંકર રોગ પણ હારી જાય છે.
એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે *”જાગર તુલસી અરુ ગાય તા ઘર વૈધ કબહુ ન જાય* એનો અર્થ જે ઘેર તુલસી અને ગાય હોય તે ઘેર કદી વૈદ આવતા નથી.
ગૌમૂત્રમાં ચૈતન્ય તત્ત્વ છે. તેમાં જીવનનીય તત્ત્વ છે. તે મનુષ્યના શરીરને ચેતન્ય તત્વથી ભરી દે છે. તેનામાં ઉત્સાહ ઉમંગ ભરી દે છે. તે માણસની આળસ અને પ્રમાદ દૂર કરી અને કાર્યરત બનાવે છે.
(ક્રમશ:)ઉ

RELATED ARTICLES

Most Popular