PANCHANG

પંચાંગ

(દક્ષિણાયન સૌરવર્ષાૠતુ), રવિવાર, તા. ૨૧-૮-૨૦૨૨, આદિત્ય પૂજન, ખોરદાદ સાલ (પારસી)

ભારતીય દિનાંક ૩૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૪મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
નક્ષત્ર મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૮-૦૯ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૮-૧૨, સાંજે ક. ૧૮-૩૪
ઓટ: બપોરે ક. ૧૪-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૩ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દસમી. આદિત્ય પૂજન, ખોરદાદ સાલ (પારસી), ભદ્રા બપોરે ક. ૧૪-૨૦ થી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૫. (તા. ૨૨). સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, પરદેશ ગમનનું પસ્તાનું, સંધ્યા સમયનો પ્રવાસ કાળી દ્રાક્ષ ખાઈ પ્રારંભવો. બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, હજામત, નવા વાસણ, પ્રથમ વાહન, નૌકા, નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, સ્થાવર લેવડદેવડના કામકાજ, નૌકા બાંધવી, બુધના અભ્યાસ મુજબ સોનું-ચાંદી વગેરે કિંમતી ધાતુ, ગોળ, ખાંડ, સાકર, હળદર, ઘઉં, જવ, ચણા વગેરેમાં તેજી, રૂમા મંદી આવે. કેટલેક ઠેકાણે વાયુ, આંધી, વંટોળ, અતિવૃષ્ટિ જોવા મળશે.
શ્રાવણ પર્વ મહિમા: આજ રોજ ગાયત્રી માતા પૂજા જાપ અનુષ્ઠાન, હવન, શ્રી વિષ્ણુલક્ષ્મી પૂજા, ચંદ્ર-સૂર્ય પૂજાનો મહિમા છે. ‘ૐ નમ: શિવાય’ પંચાક્ષર મંત્રમાં પંચતત્ત્વની ઉપાસના પણ ગર્ભિત સ્વરૂપે સમાયેલી છે. આ જાપથી મનુષ્યના વિચારોમાં દૃઢતા, કાર્યદક્ષતા, કાર્યશૈલીમાં મૌલિકતા પ્રાપ્ત થાય છે. મનુષ્યોના કાર્યો નિર્વિઘ્ને સંપન્ન થાય છે. ઈશ્ર્વરે મનુષ્યને આપેલ સૃષ્ટિનું સર્જન, સાધન, ઈત્યાદિની જાળવણી માટે પણ શક્તિ પ્રાપ્ત થાય છે.
આચમન: બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ દગાબાજીથી નુકસાન થાય, ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ સંયમહીન, ચંદ્ર-બુધ ચતુષ્કોણ જુઠ્ઠું બોલવાની આદત.
ખગોળ જ્યોતિષ: બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ , મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.