PANCHANG

પંચાંગ

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), રવિવાર, તા. ૧૦-૭-૨૦૨૨,

દેવશયની એકાદશી, ચાતુર્માસારંભ, પંઢરપુરયાત્રા, નક્ષત્ર અને દેવશયની એકાદશી તિથિનો સુંદર યોગ

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), રવિવાર, તા. ૧૦-૭-૨૦૨૨,
ભારતીય દિનાંક ૧૯, માહે આષાઢ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૧૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૦૯-૦૬, રાત્રે ક. ૨૦-૩૫
ઓટ: બપોરે ક. ૧૪-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૩ (તા. ૧૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – એકાદશી. દેવશયની એકાદશી (દ્રાક્ષ), વિષ્ણુ શયનોત્સવ. ચાતુર્માસારંભ, પંઢરપુરયાત્રા, રવિનારાયણ એકાદશી (ઓરિસ્સા), બકરી ઈદ (મુસ્લિમ), વિંછુડો, ભદ્રા સમાપ્તિ ક. ૧૪-૧૩.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૦૯-૫૪ પછી શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: દેવશયની એકાદશીનો નિત્ય ઉપવાસ વિશેષરૂપે શ્રી વિષ્ણુ-લક્ષ્મીની પૂજાનો મહિમા. ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજન, અને વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, વિષ્ણુ શયનોત્સવ દેવશયની એકાદશીનો ઉત્સવ સર્વત્ર મંદિરોમાં પંઢરપુર જાત્રાનો મહિમા તથા પોતાના ગામમાં આવેલ વિઠ્ઠલ-રુકિમણી મંદિર, નર-નારાયણ મંદિર, સત્યનારાયણ મંદિર, રામમંદિર સર્વત્ર પૂજા, અભિષેક ઉત્સવનો મહિમા. રાજ્યાભિષેક, ધજા, કળશ, પતાકા ચઢાવવી, બાળકને દેવદર્શન, અન્નપ્રાશન, ગુરુ ગ્રહદેવતા, અગ્નિપૂજા, ઈન્દ્રપૂજા, અગ્નિદેવતા, નવાં વસ્રો, આભૂષણ, દક્ષિણનો પ્રવાસ ફળ ખાઈ પ્રારંભવો. વિશેષરૂપે શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, સંધ્યા સમયનો પ્રવાસ ચોખા ખાઈ પ્રારંભવો, પ્રયાણ શુભ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, દુકાનઽવેપાર, દસ્તાવેજ, ધાન્ય ભરવું, બી વાવવું, પ્રાણી પાળવા, નાગકેસરના ઔષધીય પ્રયોગો. નામકરણ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ,
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ મુસાફરીનો શોખ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ વિશાળ પરિવારનું સુખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૧૧)
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.