(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૨૫-૩-૨૦૨૩,
વિનાયક ચતુર્થી, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક ૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૮મો આવા, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૩જો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૩-૧૮ સુધી, પછી કૃત્તિકા
ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૨૪ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૧ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૪-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૩ (તા. ૨૬)
ઓટ: સવારે ક. ૦૭-૫૯, રાત્રે ક. ૨૦-૨૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ ચતુર્થી – વિનાયક ચતુર્થી, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, યજ્ઞ, પૂજા, યમદેવતાનું પૂજન, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય લાવવું, આમલીનું વૃક્ષ વાવવું, સૂર્ય પૂજા, અગ્નિ પૂજા, ઉંબરાનું વૃક્ષ વાવવું, હનુમાન ચાલીસા પાઠ.
ચૈત્રી નવરાત્રી પર્વ: શ્રી કુષ્માણ્ડા માતાજી: નવરાત્રી ચોથા દિવસે દેવીનું કુષ્માણ્ડા સ્વરૂપનું દર્શન પૂજન થાય છે. માતાને દુ:ખોને દૂર કરવાવાળી માતા ઓળખવામાં આવે છે. સૂર્યલોક તેમનું નિવાસસ્થાન છે. આથી તેમનાં સ્વરૂપ પાછળ ભગવાન સૂર્યનારાયણ જોવા મળે છે. સૂર્યલોકમાં રહેવાની ક્ષમતા તેમની પાસે જ છે.બ્રહ્માન્ડમાં દરેક વસ્તુઓ અને પ્રાણીઓને એમનું જ તેજ પ્રાપ્ત થયું છે.
આચમન: શુક્ર-નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ કલાકાર.
ખગોળ જ્યોતિષ: શુક્ર-નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન,
શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા