(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૩-૧૧-૨૦૨૨
ભારતીય દિનાંક ૨૨, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક
વદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૫
પારસી શહેનશાહી ૩૦મો અનેરાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ, ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૮મો, ૪થો રબી ઉલ આખર,
સને ૧૪૪૪
મીસરી રોજ ૧૯મો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૧૭ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૩ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૪-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૮ (તા. ૧૪)
ઓટ: સવારે ક. ૦૮-૩૪, રાત્રે ક. ૨૦-૦૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – પંચમી. વક્રી મંગળ વૃષભમાં ક. ૨૦-૪૫, બુધ વૃશ્ર્ચિકમાં ક. ૨૧-૨૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણ પૂજન, શિવપાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, જીવ વનસ્પતિ વૃક્ષ ઈત્યાદિની પૂજા, સાધનપૂજાનું મહત્ત્વ, નવા વસ્રો, આભૂષણ, મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી. રાહુ ગ્રહ દેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, રાજ્યાભિષેક બગીચો બનાવવો, ખેતીવાડીના કામકાજ, ગાયત્રી પૂજા, જાપ યજ્ઞ, ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, વાંસ વાવવા, નૌકા બાંધવી. સીમંત સંસ્કાર. બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, બી વાવવું, હજામત, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ. ઉપવાટિકા બનાવવી. સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા. મંગળના અભ્યાસ મુજબ લાલ વસ્તુઓ, લાલ વસ્ત્ર, લાલ ચંદન, શણ, બારદાન, રૂ, કપાસ, સૂતર સર્વ અનાજ, કપૂર, કેસર, તેલ, સોનું-ચાંદી, તાંબુ, જસત, વગેરે ધાતુ તથા શેરબજારમાં તેજી આવે, પરંતુ બુધના અભ્યાસમાં સર્વઅનાજ ઘી, સરસવ, તેલ, તલ વગેરેમાં મંદી આવી શકે છે. સોના ચાંદીના ભાવ સ્થિર રહેશે. રૂમાં વધઘટ રહેશે. પ્રાણીઓના ભાવમાં તેજી આવે, કેટલેક ઠેકાણે કમોસમી વરસાદ થાય.
આચમન: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ સ્વતંત્રપણે નિર્ણયો લેવામાં સક્ષમ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકોમાં માનીતા, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. ૧૪), ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ (તા. ૧૪)
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, વક્રી મંગળ-મિથુન/ વૃષભ, માર્ગી બુધ-તુલા/વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.