(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૨૪-૩-૨૦૨૩
મત્સ્ય જયંતી
ભારતીય દિનાંક ૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૪થો શહેરવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૨જો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી ભરણી
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦ સ્ટા.ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૪-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૯ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૦૭-૨૮, રાત્રે ક. ૧૯-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ તૃતીયા – મત્સ્ય જયંતી, ગૌરી તૃતીયા, આંદોલન તૃતીયા, મનોરથ તૃતીયા વ્રત, મન્વાદિ, ગણગૌર (રાજસ્થાન), સારહૂલ (બિહાર), મુસ્લિમ ૯મો રમજાન માસારંભ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૪ (તા. ૨૫)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ, અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન,પર્વ નિમિત્તે નવાં વસ્ત્રો, આભૂષણ વાસણ,નિત્ય થતાં દુકાન,વેપાર,પશુ લે-વેચનાં કામકાજ, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
ચૈત્રી નવરાત્રી પર્વ: નવરાત્રિ વ્રત કરવાનો ચારેય વર્ણનો અધિકાર છે. વ્રતની વિધિ કુલાચાર પ્રમાણે જ તથા પરંપરા અનુસાર કરી શકાય છે. પરંપરાથી ચાલતા રિવાજથી વધુ કે ઓછું પૂજન આદિ કરાતા નથી. બ્રાહ્મણ દ્વારા નિત્ય પૂજા ચંડીપાઠનો ક્રમ પણ જાળવી શકાય છે.
શ્રી ચણ્ડખંડા માતાજી: જે પક્ષીશ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે, ઉગ્ર કોપને રૌદ્રતાથી યુક્ત છે તથા ચણ્ડખંડા નામથી વિખ્યાત છે. તે દુર્ગાદેવી મારા માટે કૃપાનો વિસ્તાર કરે.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ શંકાશીલ, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી, ચંદ્ર-હર્ષલ યુતિ વિચારો બદલાયા કરે.ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ. બુધ રેવતી નક્ષત્રમાં
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂયુન-મીન, પ્લુટો-મકર.ઉ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા