(દક્ષિણાયન સૌર શરદૠતુ),
રવિવાર, તા. ૧૮-૯-૨૦૨૨, અષ્ટમી શ્રાદ્ધ

ભારતીય દિનાંક ૨૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪,
ભાદ્રપદ વદ-૮
જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી કદમી રોજ, ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૫-૧૦ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી: સાંજે ક. ૧૬-૨૩
ઓટ: સવારે ક. ૧૧-૩૫, રાત્રે ક. ૨૨-૫૬.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-અષ્ટમી. અષ્ટમી શ્રાદ્ધ, મહાલક્ષ્મી વ્રત સમાપન.
શ્રાદ્ધ પર્વ: આઠમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુસહસ્ર સ્તોત્ર પાઠ શ્રાદ્ધ પક્ષમાં નિત્ય કરવા. પરિવારની સુખ-શાંતિ અને મનની શાંતિ શ્રાદ્ધ દ્વારા પ્રાપ્ત થાય છે. આજ રોજ ખેરનું વૃક્ષ વાવવું, શ્રાદ્ધ સમયે સૂર્યતર્પણ અવશ્ય કરવું. અન્ય વૃક્ષનું રોપણ પણ થઈ શકે. નિત્ય થતાં ગાયત્રી જાપ, હવન થઈ શકે છે. નિત્ય થતાં ખેતીવાડી પશુ લે-વેંચ દુકાન-વેપારના કામકાજ થઈ શકે છે. શ્રાદ્ધ પર્વ વર્ષમાં પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો એક પવિત્ર અવસર છે. પરંતુ વર્ષભર પિતૃઓના આશીર્વાદ, શાંતિ પ્રાપ્તિ માટે દાન, તીર્થશ્રાદ્ધ, તર્પણ, તિથિશ્રાદ્ધ, જરૂરિયાતમંદોને મદદ કરવી ઈત્યાદિ અવશ્ય ચાલુ રાખવા. પિતૃઓના સ્મરણાર્થે થતાં દાન, સેવાકાર્યો ધર્મકાર્ય થવાથી સમાજને માટે પણ ઉપયોગી કાર્ય થવાથી પિતૃઓ રાજી થાય છે.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ લોહીવિકાર, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત, બુધ-ગુરુ પ્રતિયુતિ વિચારો બદલનારા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, બુધ-ગુરુ પ્રતિયુતિ (તા. ૧૯)
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

Google search engine