આજનું પંચાંગ

પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૭-૯-૨૦૨૨,
વામન જયંતી, ભાગવત એકાદશી.
ભારતીય દિનાંક ૧૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧૨ જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી ૨૩મો દએપદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૫-૫૯ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૪૫, રાત્રે ક. ૨૧-૪૧
ઓટ: બપોરે ક. ૧૫-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૩ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વાદશી. વામન જયંતી, ભાગવત એકાદશી (કમળ કાકડી).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, વિશેષરૂપે સૂર્ય-બુધ ગ્રહદેવતાનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, બિલિનું વૃક્ષ વાવવું, બિલિના વૃક્ષનું પૂજન શ્રેષ્ઠ, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સવારથી મધ્યાહનનો પ્રવાસ ફણસ ખાઈ પ્રારંભવો. બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, દુકાન, વેપાર, નોકરી, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ભરવું, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના, નવા વસ્રો, આભૂષણ, દસ્તાવેજ.
શ્રી ગણેશ પર્વ : આજ રોજ શ્રી ગણેશ પૂજામાં સૂર્ય તત્ત્વ પૂજા અવશ્ય કરવી, એકાદશીમાં વ્રત ઉપવાસ ન થઈ શકે તો ચોખાનો ભોજનમાં ત્યાગ અવશ્ય કરવો. શ્રી વિષ્ણુ લક્ષ્મીને દીપ પ્રાગટ્ય કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. વિશેષરૂપે ગણપતિ અથર્વશીર્ષમ્ના પાઠ અવશ્ય કરવા ઉપરાંત શ્રી ગણેશ મહાપર્વમાં પ્રત્યેક દિવસે નારદ સ્તોત્રનો પાઠ (બાર નામનું સ્તોત્ર) પાઠ કરવાથી વિદ્યા, ધન, પુત્ર, મોક્ષ, અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૮). મંગળ રોહિણી યુતિ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક (૩૬૪૪૯૨ કિ.મી.)
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.