PANCHANG

પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૮-૮-૨૦૨૨, ચંદ્રદર્શન

ભારતીય દિનાંક ૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨જો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૧-૫૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૪ (તા. ૨૯) સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૪૮, મધ્ય રાત્રે ક. ૦૦-૪૯
ઓટ: સાંજે ક. ૧૮-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૩૨ (તા. ૨૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, મૌનવ્રતારંભ, રુદ્રવ્રત, ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ ૨૬ અંશ. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. પરગામ પ્રયાણ મધ્યમ, મધ્યાહનનો પ્રવાસ ચીભડું ખાઈ પ્રારંભવો, વિદ્યારંભ, નૌકા બાંધવી, માલ વેંચવો, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ મહાલક્ષ્મી પૂજન, પશુ લે-વેંચ, ઘર-ખેતર જમીનના લેવડદેવડના કામકાજ, ખાખરાનું વૃક્ષ વાવવું.
ભાદ્રપદ સંક્ષિપ્ત મહિમા: ભાદ્રપદ શુક્લ પક્ષમાં દશમનો ક્ષય દિવસ-૧૪, કૃષ્ણપક્ષમાં ક્ષય વૃદ્ધિ નથી. દિવસ-૧૫ એમ કુલ ૨૯ દિવસ આવે છે. પાંચ રવિવારનો માસ છે. રવિવારથી માસારંભ થાય છે. સુદ એકમ, રવિવારે ચંદ્રદર્શન છે. પૂનમ-અમાસનું ગ્રહણ નથી. આ માસમાં તા. ૩૧ ઓગસ્ટથી (શ્રી ગણેશ ચતુર્થી) ૯ સપ્ટેમ્બર (અનંત ચતુર્દશી) શ્રી ગણેશ મહાપર્વ અત્યંત મહિમા ધરાવે છે. શ્રાદ્ધ પક્ષ તા. ૧૦થી ૨૫ સપ્ટેમ્બર સુધી છે. શ્રાદ્ધના પવિત્ર તિથિ પર્વ આ પ્રમાણે છે. તા. ૧૦મીએ એકમનું શ્રાદ્ધ, તા. ૧૧મીએ બીજનું, તા. ૧૨મીએ ત્રીજનું, તા. ૧૩મીએ ચોથનું, તા. ૧૪મીએ પાંચમનું, ભરણી શ્રાદ્ધ, તા. ૧૫મીએ ૬ઠ્ઠનું કૃત્તિકા શ્રાદ્ધ, તા. ૧૬મીએ સાતમનું શ્રાદ્ધ, તા. ૧૮મીએ આઠમનું, તા. ૧૯મીએ નવમી, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, તા. ૨૦મીએ દસમીનું, તા. ૨૧મીએ એકાદશીનું, તા. ૨૨મીએ બારસનું, સંન્યાસીના મહાલય, તા. ૨૩મીએ તેરસનું, મઘા શ્રાદ્ધ, તા. ૨૪મીએ ચતુર્દશીનું, શસ્રોથી મરેલાનું શ્રાદ્ધ, તા. ૨૫મીએ સર્વપિત્રી, પૂનમ-અમાસનું શ્રાદ્ધ, મહાલય પક્ષ સમાપ્ત થાય છે. તા. ૨૬મીએ માતામહ શ્રાદ્ધ આ માસમાં લગ્ન, વિવાહ, સાંસારિક, માંગલિક કાર્યના મુહૂર્ત ગ્રાહ્ય નથી.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારવાળા, શુક્ર-શનિ પ્રતિયુતિ ખોટી જગ્યાએ નાણાંરોકાણ થઈ જાય. ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ રાજકારણમાં અપયશનો ભય નિર્માણ થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, શુક્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.