(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. ૨૮-૩-૨૦૨૩,
વાસંતી દુર્ગાપૂજા, ભદ્રા પ્રારંભ
) ભારતીય દિનાંક ૭, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૭
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૭
) પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
) મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
) નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૭-૩૧ સુધી, પછી આર્દ્રા
) ચંદ્ર મિથુનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૮ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સાંજે ક. ૧૭-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૨ (તા. ૨૯)
) ઓટ: સવારે ક. ૦૯-૨૯, રાત્રે ક. ૨૩-૦૭
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ સપ્તમી – વાસંતી દુર્ગાપૂજા પ્રારંભ (બંગાળ), ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૦૨.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
) મુહૂર્ત વિશેષ: મંગળ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, હજામત, પર્વ નિમિત્તે નવા વાસણ, નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
) ચૈત્રી નવરાત્રી પર્વ: શક્તિની કૃપા દ્વારા શરીર અને જગત પુરુષાર્થના પંથે ચાલી શકે છે. “શક્તિ માઁના સ્વરૂપે પૂજાય છે, પરંતુ સર્વ નારીમાં માના સ્વરૂપનું દર્શન કરવાથી ઉપાસના સરળ અને સફળ બને છે. પુરુષ એ પ્રકૃતિમાં શક્તિના દર્શન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આથી જ નારીના અનેક સ્વરૂપોમાં માના જ દર્શન કરવાનો ઉલ્લેખ છે. નવ નવરાત્રિમાં સાતમી નવરાત્રિની માતા શ્રી કાલરાત્રિ માતાજીનું પૂજન થાય છે. જેમનું રૂપ વિકરાળ છે, જેમનો આકાર ને શરીર શ્યામ કમળ સમાન છે તથા ભયાનક અટ્ટહાસ્ય કરવાવાળી કાલરાત્રિ દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરો. માતા કાલરાત્રિ શુભતા અને સાહસના દેવી છે.
) આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, બુધ-ગુરુ યુતિ પ્રમાણિક, ચંદ્ર-મંગળ યુતિ અવિચારી, ચંદ્ર-શનિ ત્રિકોણ કામમાં સતત પ્રવૃત્ત રહેવાવાળા
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, બુધ-ગુરુ યુતિ, ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ
) ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા