Homeટોપ ન્યૂઝપામેલા એન્ડરસનના 12 દિવસના પતિએ આટલા કરોડની વસિયત લખી

પામેલા એન્ડરસનના 12 દિવસના પતિએ આટલા કરોડની વસિયત લખી

હોલીવૂડની જાણીતી બોલ્ડ અભિનેત્રી અને મોડેલ પામેલા એન્ડરસન ચર્ચામાં છે, જેમાં એક નહીં બે-ત્રણ કારણ જવાબદાર છે. પામેલા એન્ડરસનની વાત કરીએ તો સૌથી મોટી વાત છે કે આ અભિનેત્રીએ છ વખત લગ્ન કરી ચૂકી છે, જ્યારે 12 દિવસના પતિ જોન પીટર્સે તેની વસિયતમાં પામેલાના નામે સૌથી મોટી રકમ લખી નાખી છે.
જોન પીટર્સ અને પામેલા એન્ડરસન એકબીજાને 1980માં એકબીજાને ડેટ કર્યા હતા અને બંનેએ 20 જાન્યુઆરી, 2020માં લગ્ન કર્યા હતા. પીટર્સે કહ્યું હતું કે ખૂબસુંદર છોકરીઓ ચારેબાજુ જોવા મળે છે તથા હું જેને પણ ચાહુ તેને પસંદ કરી શક્યો હોત, પરંતુ હું પામેલાને 35 વર્ષથી પ્રેમ કરતો હતો. એક અહેવાલમાં જણાવ્યા મુજબ આ દંપતીએ લગ્નના લીગલ પેપરવર્ક કર્યું નહોતું, ત્યારબાદ પામેલાએ જાહેરાત કરી હતી કે અમે થોડા સમય માટે અલગ થઈ રહ્યા છીએ. ખાતરી કરવા માટે કે અમને જે જોઈએ છે તે અમને અમારા જીવનમાં અને એકબીજા પાસેથી મળે છે અને અમે એમાં તમારા સમર્થન માટે આભારી રહીશું. આ ટિવટ તો વાઈરલ થયું છે, પરંતુ બીજી વાત સૌથી રસપ્રદ એ છે કે જોન પીટર્સે ખુલાસો કર્યો છે કે તેની ભૂતપૂર્વ પત્ની માટે વસિયતમાં 10 મિલિયન ડોલર એટલે 81.51 કરોડ લખ્યા છે અને જોને લખ્યું છે કે પામેલા માટે મારા દિલમાં હંમેશાં પ્રેમ રહેશે.કહેવાય છે કે પંચાવન વર્ષીય બેવોચ સિરિયલ માટે જાણીતી પામેલા એન્ડરસનના 12 દિવસ પૂર્વે લગ્ન થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular