પાલઘરઃ મુંબઈ નજીકના પાલઘર નજીક એક મહિલાએ પતિની પ્રેમિકાના પતિની મદદથી પોતાના પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. પાલઘરના વાડા તાલુકાના બાંધનપાડા ખાતે બનેલી આ ઘટનામાં પતિના પ્રેમપ્રકરણની જાણ થતાં રોષે ભરાયેલી પત્નીએ છેક પતિની જ પ્રેમિકાના પતિ સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હતી. આ પ્રકરણે પોલીસે આરોપી પત્ની સહિત પાંચની ધરપકડ કરી હતી.
સંતોષ રામા ટોકરે (35)નો મૃતદેહ તેના જ ઘરેથી મળી આવ્યા હતો. આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને વાડા પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંતોષનું એક વિવાહિત મહિલા સાથે અફેયર હતું અને આ મહિલા તેના સંબંધિતમાંથી જ હતી. તે આ મહિલાને ભગાવીને લઈ આવ્યો હતો. દરમિયાન આ વાતનો ગુસ્સો સંતોષની પ્રેમિકાના પતિના મનમાં હતો જ. એમાં સંતોષની પત્નીને પણ આ પ્રેમપ્રકરણની જાણ થઈ હતી અને તેણે આ માટે પતિની પ્રેમિકાના પતિની જ મદદ લીધી.
હત્યાના અઠવાડિયા પહેલાં જ સંતોષની પતિ અને હત્યારા મળ્યા હતા અને આ જ દરમિયાન હત્યા કઈ રીતે કરવી તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. યોજના પ્રમાણે સંતોષ રાતના સમયે ઉંઘમાં હતો એ સમયે જ ગળુ દાબીને અને માથામાં ધારદાર હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખબરી પાસેથી મળેલી માહિતી અનુસાર 24 કલાકની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એવો પણ થયો હતો કે સંતોષની પત્ની અને તેની પ્રેમિકાના પતિ વચ્ચે પણ પ્રેમસંબંધ હતો.આ પ્રકરણે વાડા પોલીસે પાંચ આરોપી સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. બધા આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હોઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે, એવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
પાલઘરમાં પત્નીએ પતિની હત્યા કરવા માટે પ્રેમિકાના પતિની જ લીધી મદદ
RELATED ARTICLES