Homeઆમચી મુંબઈમુંબઈ-અમદાવાદ હાઈવે પર મહિલાનો વિનયભંગ, 10 મહિનાની દીકરીનું મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહિલાનો વિનયભંગ, 10 મહિનાની દીકરીનું મોત

મુંબઈઃ પાલઘર નજીક ચાલતી કારમાં એક મહિલાની છેડતી થઈ હોવાની ઘટના મુંબઈ-અમદાવાદ હાઈવે પર બની હતી. મળતી માહિતી અનુસાર બદમાશોએ મહિલાની 10 મહિનાની દીકરીને ખેંચીને કારની બહાર ફેંકી દીધી હતી અને તેને બચાવવા મહિલાએ કારમાંથી છલાંગ લગાવી હતી. હાઈવે પર બનેલી આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાપ માતા-પુત્રી મુંબઈ-અમદાવાદ હાઈવે પરથી પેલ્હારથી પોશરે પાછી ફરી ફરી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ શેર કેબ બૂક કરી હતી અને ચાલતી કારમાં ડ્રાઈવર અને કો-પેસેન્જરે તેની છેડતી હતી હતી તે દરમિયાન આરોપીએ તેની 10 મહિનાની દિકરીને કારમાંથી ફેંકી દીધી હતી. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેની દીકરીને કારમાંથી ફેંકી દીધી હતી, જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મહિલાને પણ ગંભીર ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં તેની સારવાર થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular