Homeઆમચી મુંબઈબોઈસરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ : યુવકની ધરપકડ

બોઈસરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ : યુવકની ધરપકડ

પાલઘર: બોઈસરમાં પાંચ વર્ષની બાળકી પર કથિત બળાત્કાર ગુજારવા પ્રકરણે ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. બોઈસર પોલીસના જણાવ્યા મુજબ વંજારપાડા ખાતે રહેતો આરોપી રવિવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ એ જ વિસ્તારમાં રહેતી બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે કથિત કુકર્મ આચર્યું હતું. બનેલી ઘટનાની જાણ કોઈને કરી તો જાનથી મારવાની ધમકી પણ બાળકીને અપાઈ હતી. આ બાબતે બાળકીએ તેની માતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular