મુંબઈઃ મુંબઈ નજીક દિલ્હીના શ્રદ્ધા વાલકર જેવો જ હત્યાકાંડ જોવા મળ્યો હતો, જેમાં લિવ ઈન પાર્ટનરની હત્યા કરીને તેનો મૃતદેહ પલંગના સ્ટોરેજમાં રાખી મૂકનાર પાર્ટનરની પોલીસે ધરપકડ કરી હતી.
આરોપીએ પોતાની લિવ ઈન પાર્ટનરના મૃતદેહને ભાડાના ઘરમાં બેડના સ્ટોરેજમાં મૂકી રાખ્યો હતો. આરોપીની ઓળખ હાર્દિક શાહ તરીકે થઈ હતી અને હત્યા કર્યા બાદ જ્યારે તે પાલઘર જિલ્લામાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે રેલવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
હાર્દિક બેરોજગાર હતો અને તેની લિવ પાર્ટનર મેઘા નર્સ તરીકે કામ કરી રહી હતી અને ઘરનો ખર્ચ ઉઠાવી રહી હતી. બંને વચ્ચે આ મુદ્દે વારંવાર ઝઘડા પણ થતાં હતા જેને કારણે જ મેઘાની હત્યા કરવામાં આવી છે એવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી
મેઘાની હત્યા કર્યા બાદ હાર્દિકે ઘરનો અમુક સામાન વેચીને પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. તે ટ્રેનમાં બેસીને ફરાર થઈ રહ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે પગેરું શોધીને રેલવે પોલીસે મધ્યપ્રદેશના નાગદા ખાતેથી તેની ધરપકડ કરી હતી.
ફ્રિજ બાદ આ જિલ્લામાં બેડના સ્ટોરેજમાં મૂકી રાખ્યો લિવ ઈન પાર્ટનરનો મૃતદેહ
RELATED ARTICLES