Homeદેશ વિદેશપાકિસ્તાનની જીતે પોઈન્ટ ટેબલ પર બદલ્યા સેમીફાઈનલના સમીકરણ

પાકિસ્તાનની જીતે પોઈન્ટ ટેબલ પર બદલ્યા સેમીફાઈનલના સમીકરણ

ટી 20ના વર્લ્ડકપમાં ગુરુવારે પાકિસ્તાને ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત સાઉથ આફ્રિકાને 33 રનથી હરાવ્યા બાદ પાકિસ્તાનની સેમીફાઈનલ્સમાં જવાની શક્યતાઓ વધી ગઈ છે. પાકિસ્તાનની જીત સાથે વર્લ્ડકપના પોઈટટેબલ પર બીજા ગ્રુપના સમીકરણો બદલાઈ ગયા છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે આવનારી મેચમાં જીતવું આવશ્યક છે જો તેમાં સાઉથ આફ્રિકા હારી તો તે સ્પર્ધાથી બહાર થશે અને પાકિસ્તાનની સેમી ફાઇનલ્સમાં એન્ટ્રી થશે. નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જો સાઉથ આફ્રિકા જીતે છે તો તેનો અંક સાત થઈ જશે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવશે. જો સાઉથ આફ્રિકા હારી જાય અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો છ અંકની સાથે બીજા નંબર પર ક્વાલિફાય થઈ જશે. પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો થઈ શકે છે. ભારત જિમ્બાબ્વે સામે જીત મેળવીને 8 અંકો પોતાના નામ કરી પોતાના ગ્રુપમાં ટોપમાં પહોંચી શકે છે.


આવી સ્થિતીમાં પોતાની સેમીફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડનો સામનો થઇ શકે છે. પરંતુ જો ભારતનું સ્થાન બીજું છે તો સંભવત: ગ્રુપ 1ની ટોપર ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો ભારતે કરવો પડશે.

RELATED ARTICLES

Most Popular