145 વર્ષના ટેસ્ટ મેચના ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું.પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં સૌથી પહેલા ટોસ જીતીને પાકિસ્તાન બેટિંગમાં કરવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 2,484 મેચ રમાઈ છે, જેમાં અત્યાર સુધીમાં કોઈ પણ ટીમના પહેલા બેટ્સમેન સ્ટમ્પિંગથી આઉટ થયા નથી, પરંતુ આ રેકોર્ડ પહેલી વખત નોંધાયો છે.
મેચની ઓપનિંગમાં પાકિસ્તાનવતીથી અબ્દુલ્લાહ શફીક આવ્યો હતો. જોકે, એજાજ પટેલની બોલિંગમાં વિકેટ કીપર ટોમ બ્લંડેલે શફીકને સ્ટમ્પિંગ કર્યો હતો, ત્યાર બાદ ત્રીજા નંબરે બેટિંગમાં આવેલા શાન મસૂદને (માઈકલ બ્રાસવેલની બોલિંગમાં) બ્લેન્ડેલ ફરી સ્ટમ્પિંગ કર્યો હતો. અલબત્ત, 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ટીમની પહેલી બે વિકેટ સ્ટમ્પિંગ મારફત પડી હતી.
પાકિસ્તાને પોતાની પહેલી બે વિકેટ 19 રનમાં ગુમાવી હતી, ત્યાર બાદ ચોથા નંબરે બેટિંગમાં આવેલા બાબર આજમે ઈનિંગને સંભાળી હતી. બાબર અને ઈમામ ઉલ હકની સાથે મળીને 29 અને સઉદ શકીલની સાથે મળીને 62 રનની ભાગીદારી નોંધાવી હતી.