પાકિસ્તાનના પુરનું પાણી કચ્છના મોટા રણમાં પહોંચ્યું, ગામવાસીઓનું સ્થળાંતર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Kutch: અતિવૃષ્ટિ થતા હાલ પાકિસ્તાન ભયંકર પુરની(Pakistan flood) સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકામાં આ વર્ષે વર્ષે સૌથી વધુ વરસાદ વરસવાને કારણે દેશનો ત્રીજો ભાગ લગભગ જળમગ્ન થઈ ગયો છે. 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે લાખો લોકો બેઘર થઇ ગયા છે. પાકિસ્તાનમાં આવેલા પ્રચંડ પુરના પાણી હવે સરહદ પાર કચ્છના સરહદી વિસ્તારમાં ઘુસ્યા છે. જેને કારણે સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
કચ્છના મોટા રણમાં સરહદ પારથી સતત પૂરના પાણીની આવક ચાલુ છે જેથી રણમાં જળસ્તર વધી રહ્યું છે. સ્થાનિક આગેવાનના જણાવ્યા પ્રમાણે પૂરનાં પાણીની આવક ચાલુ છે અને આગામી બે દિવસમાં આ ખારા પાણી ભીટારા, ગારવાંઢ, ઉધમા સહિતનાં ગામોમાં ઘૂસી જાય એવું લાગી રહ્યું છે. હાલ લુણા, બુરકલ, ભીટારા ગામના 125 જેટલા પરિવારોએ સ્થળાંતર કરી ઉઠંગડી ટેકરા તેમજ વજીરાવાંઢ ટેકરા પર 80 જેટલા પરિવારોએ આશ્રય લીધો છે. ધોળાવીરાના સરપંચના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાના પૂરના પાણી ધોળાવીરા-ખાવડા માર્ગ પર ફરી વળ્યાં છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રણમાં આવેલી કંપની દ્વારા પૂરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડાય છે, જે પાણી ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચેના પુલિયા નીચેથી પસાર થઇને ઘાસિયા ભૂમિમાં આવતું હોઇ બન્નીના ઘાસને પણ નષ્ટ કરી રહ્યું છે.
રણોત્સવ ઉજવતી સરકાર તરફથી મદદ મળે એવી અસરગ્રસ્ત સ્થાનિકો જોઈ રહ્યા છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.