ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક હિંદુ યુવતીએ હિંદુઓની સાથે સમગ્ર ભારતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે. 27 વર્ષની સના રામચંદ ગુલવાનીએ દેશના સર્વોચ્ચ પદ પરની પરીક્ષા પાસ કરી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં આ સમુદાયની એક પણ વ્યક્તિએ ક્યારેય પરીક્ષા પાસે કરી નથી. સના રામચંદ ગુલવાનીએ સીએસએસ (સેન્ટ્રલ સુપિરિયર સર્વિસીસ)ની પરીક્ષા પાસ કરી હતી, જે પાકિસ્તાનમાં આવી પરીક્ષા આપનારી સૌથી પહેલી હિંદુ યુવતી છે. આ પરીક્ષા પાસ કરવાની સાથે સનાને પંજાબ પ્રાંતના હસનાબ્દાલ શહેરમાં આસિસ્ટંટ કમિશનરના પદે નિમણૂક પણ કરવામાં આવી છે.
સના સિંધ પ્રાંતના શિકારપુર શહેરમાં એજ્યુકેશન મેળવ્યું હતું અને સીએસએસની પરીક્ષા પાસ કર્યા પૂર્વે તેને પીએસએની પણ પરીક્ષા પાસ કરી ચૂકી છે, જે પહેલી હિંદુ યુવતી છે. એટલું જ નહીં, આટલી આકરી પરીક્ષા પણ તેને પહેલા ટ્રાયલમાં આપી હોવાનું સ્થાનિક અખબારોએ જણાવ્યું હતું. સનાએ 2016માં બેનજીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસ કર્યું હતું અને યુરોલોજિસ્ટમાં સ્નાતક કર્યું હતું. ત્યારબાદ સીએસએસની પરીક્ષા આપી હતી, પરંતુ તેના પહેલા તો તેને પીએસએની પરીક્ષા પાસ કરી હતી. 2020માં સેન્ટ્રલ સુપીરિયર સર્વિસીસ (સીએસએ)ની પરીક્ષા પાસ કર્યા પછી પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (પીએસએ)માં સામેલ થનારી પહેલી યુવતી બની હતી. પરીક્ષા પાસ કર્યા પછી રામચંદે ટિવટમાં લખ્યું હતું કે વાહે ગુરુ જી કા ખાલસા વાહે ગુરુ જી કી ફતેહ. તેની સાથે તેને લખ્યું હતું કે મને એ વાત જણાવતા ખુશી થાય છે કે અલ્લાહની કૃપાથી મેં પરીક્ષા પાસ કરી લીધી છે અને પીએએસમાં મારી પસંદગી પણ થઈ ગઈ છે અને તેનો શ્રેય મારાપિતાને જાય છે.
સના ગુલવાનીએ લખ્યું હતું કે મને એ વાત ખબર નથી કે હું સૌથી પહેલી છું, પરંતુ મારા સમુદાયમાંથી તો અત્યાર સુધીમાં કોઈ મહિલાને તો આ પરીક્ષામાં સામેલ થયેલી જોવા મળી નથી. પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા ઓછી છે. દેશમાં 75 લાખ જેટલા હિંદુઓ રહે છે, જેમાં મોટા ભાગના લોકો સિંધ પ્રાંતમાં રહે છે. અહીં એ વાત જણાવવાની કે પાકિસ્તાનમાં હિંદુ મહિલા આટલા મોટા હોદ્દા પર પહોંચે એ ગોરવાની વાત છે, કારણ કે મોટાભાગના હિંદુ લોકો પર સૌથી વધારે જુલમ ગુજરાવામાં આવતા હોવાનું કહેવાય છે.