Homeટોપ ન્યૂઝલોન માટે આઇએમએફની શરતો સાંભળીને પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો....

લોન માટે આઇએમએફની શરતો સાંભળીને પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો….

તમે એક વ્યક્તિ પાસેથી સો રૂપિયા ઉધાર લો છો. થોડા સમય પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર વારંવાર પૈસા ઉધાર લો છો અને દર વખતે લેણા નીકળતી રકમ ચૂકવી દેવાના ઠાલા વચનો આપો છો… તો એક સમય એવો આવશે કે ઉધાર આપનારી વ્યક્તિ તમને રૂપિયા આપવાનું બંધ કરી દેશે અને કહેશે કે મારા અગાઉના લેણા પહેલા ચૂકતા કર, પછી બીજી લોન આપું. કંઇક આવી જ સ્થિતિ કંગાળ બની ગયેલા પાકિસ્તાનની છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનને લોન આપવા તૈયાર કેમ નથી એનું સીધુ સાદુ કારણ તમને સમજાઇ જશે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પાકિસ્તાનને જણાવી દીધું છે કે ભલે તે ટેક્સમાં વધારો કરે, GST વધારે કે તેલની કિંમતમાં 18 ટકા વધારો કરે, પરંતુ તેની અગાઉની લોનની ભરપાઇ કરે. પછી જ તે પાકિસ્તાનને લોન આપશે.
સરળ ભાષામાં સમજીએ તો, જો તમે બેંક લોન લેવા જાઓ છો, તો તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. જો તમારો સ્કોર 700 થી ઉપર છે તો તમે સારાની શ્રેણીમાં આવો છો અને કંપની તમને લોન આપી શકે છે. તો સમજી લો કે પાકિસ્તાનનો ક્રેડિટ સ્કોર 200 છે અને તે 900 મિલિયનની લોન માંગી રહ્યો છે. તો એને કોઇ કેવી રીતે લોન આપે?
પાકિસ્તાનના અર્થતંત્રની અર્થી ઉઠવાનો સમય આવી ગયો છે. આઇએમએફે પાકિસ્તાનની સરકારને લોન આપતા પહેલા તેના અર્થતંત્રને સુધારવા સખત પગલા ભરવા જણાવ્યું છે. આઇએમએફની આકરી શરતો પૂરી કરવા પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવ બમણા કરવા પડે એમ છે. આવી દયનીય પરિસ્થિતિમાં ચીન, તુર્કીએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દીધો છે. આટા, દાલની ભારે તંગીનો માર સહન કરતી પાકિસ્તાની પ્રજા ઉપર જો પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝિંકાશે તો પાકિસ્તાનમાં આંતર-વિગ્રહ ફાટી નીકળશે એમાં શંકા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular