પાકિસ્તાન એવો દેશ છે જે ભારત અને હિંદુ વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે ત્યારે પાકિસ્તાનમાં હિંદુ અને શિખોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે પાકિસ્તાનમાં એક એવી વેબસિરીઝ સેવકઃ ધ કન્ફેશન્સ (Sevak- The Confessions) બનાવવામાં આવી છે જેમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે. તાજેતરમાં આ સિરીઝનું ટ્રેલર લોન્ચ થયું છે, જેમાં હિંદુ વિરુદ્ધ નફરત દર્શાવવામાં આવી છે.
Why is Pakistan making tv series on Indian people?
— Neelima 🇮🇳 (@NParavastu) December 7, 2022
તેમાં 1984ના રમખાણો, બાબરી મસ્જિદ વિવાદ, ગુજરાત રમખાણ જેવી વિવાદાસ્પદ ઘટનાઓને દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં હિંદુ સંતો વિરુદ્ધ નફરત દ્શાવવામાં આવી છે. આ સિવાય દિપ સિદ્ધુ, હેમંત કરકરે, ગૌરી લંકેશ, જુનૈદ ખાન જેવા લોકોના જીવનના કેટલાક પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વેબસિરીઝનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ સિરીઝને ફક્ત એક પ્રોપોગેન્ડા ગણાવી રહ્યા છે છે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે પાકિસ્તાનને બીજા દેશો પાસેથી ભીખ માંગવાનો વારો આવ્યો છે, પરંતુ એન્ટી ઈન્ડિયા વેબસિરીઝ બનાવવા માટે તેમને પૈસા બરબાદ કરવામાં કોઈ વાંધો નથી.