પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતની મોત! પોતાના કરતાં 31 વર્ષ નાની દાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ ચર્ચાનું કારણ બન્યા હતાં આમિર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈનનું ગુરુવારે 49 વર્ષની ઉંમરમાં નિધન થયું હોમાની ખબર સામે આવી છે. પાકિસ્તાન તહરીફ એ ઈન્સાફ પાર્ટીના નેતા જમાલ સિદ્દીકીએ તેમની મોતની ખબર આપી હતી.
મળી રેહલી માહિતી અનુસાર આમિરની તબિયત અચાનક ખરાબ થતાં તેમને તાત્કાલિક આગા ખાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આમિરના એક કર્મચારીએ મોતની સૂચના આપી હતી. જોકે, હોસ્પિટલનું કહેવું છે કે આમિરની મોતનું સાચું કારણ એટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. જોકે, ઘણા લોકો તેમના મોતનું કારણ હાર્ટ એટેક ગણાવી રહ્યા છે.
નોંધનીય છે કે આમિરે આ જ વર્ષમાં તેમનાથી 31 વર્ષ નાની દાનિયા સાથે નિકાહ કર્યા હતાં, જેને કારણે તેઓ દેશ વિદેશમાં ચર્ચાનું કારણ બન્યા હતાં. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિર લિયાકત ટૂંક સમયમાં પાકિસ્તાન છોડીને બીજા દેશ જવાની તૈયારી કરી રહ્યા હતાં. તેમની ત્રીજી પત્ની સાથે લગ્નના થોડા સમય બાદ દાનિયાને છોડવાની વાત પણ કરી હતી. દાનિયાએ આમિર પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.