મોદીની આ ટ્વિટથી પ્રભાવિત થયા પાકિસ્તાની પત્રકાર, પોતાના જ દેશના નેતાઓને માર્યો ટોણો

દેશ વિદેશ

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પૂજા ગહતોલ ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહેતા તેણે મીડિયા સામે માફી માંગી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર આશ્વાસન આપ્યું હતું. મોદીની આ પોસ્ટ પર પાકિસ્તાનના પત્રકારે પીએમના વખાણ કર્યા હતાં અને પોતાના જ દેશના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો.
ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ રહેલી પૂજાના વખાણ કરતાં પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, પૂજા તમે દેશને મેડલ અપાવ્યો છે, તેથી તમે માફી નહીં ઉજવણીના હકદાર છો. તમારા જીવનની યાત્રા અમને પ્રેરણા આપે છે. આપની સફળતા અમને ખુશી આપે છે. ભવિષ્યમાં આનાથી પણ મોટી સફળતા મળશે. આવી જ રીતે ચમકતા રહો.
મોદીના આ ટ્વિટ પર પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, આવી રીતે ભારત પોતાના એથલિટોને પ્રોજેક્ટ કરે છે. પૂજા ગહલોતે કાંસ્ય જીત્યો અને દુ:ખ વ્યક્ત કર્યું કારણ કે, તે ગોલ્ડ મેડલ જીતી શકી નહી અને પીએમ મોદીએ તેમને જવાબ આપ્યો. ક્યારેય પાકિસ્તાનના પીએમ અથવા રાષ્ટ્રપતિએ આવો મેસેજ આપ્યો છે ? તેમને એ પણ ખબર છે કે, પાકિસ્તાની એથલિટ મેડલ જીતી રહ્યા છે ?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.