ના હોય! Deepak Chaharના લગ્નમાં જોવા મળ્યો પાકિસ્તાની ક્રિકેટર? social media પર થઈ રહી છે ચર્ચા, જાણો શું છે આખી કહાની

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Indian cricketer દીપક ચાહરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા બાદ હવે રિસેપ્શનની પણ એક તસવીર આગની જેમ વાયરલ થઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓનું કહેવું છે કે દીપક અને જયાના રિસેપ્શનમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી પણ આવ્યો હતો. નોંધનીય છે કે તેના રિસેપ્શનમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, રિષભ પંત, શાર્દૂલ ઠાકુર, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, દિશાંત યાગ્નિક (ફીલ્ડિંગ કોચ) અને કરણ શર્માએ હાજરી આપી હતી.
આ તસ્વીરમાં એક અજાણ્યો ખેલાડી પણ ભારતીય ખેલાડીઓની સાથે દેખાઈ રહ્યો છે, ક્રિકેટ પ્રેમીઓ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી ગણાવી રહ્યાં છે. આ અજાણ્યો ખેલાડી રિષભ પંતની સાથે દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં કેટલાંક પ્રશંસકો તેને ખલીલ અહેમદ પણ ગણાવી રહ્યાં છે. કારણકે ચહેરો ખલીલ જેવો દેખાય છે. આ સાથે હસન અલી જેવો પણ દેખાય છે. રિષભ પંતની બાજુમાં ઉભેલો અજાણ્યો શખ્સ મધુર ખત્રી છે, જે રાજસ્થાન માટે ક્રિકેટ રમે છે અને દીપક ચાહરના મિત્ર પણ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.