Homeદેશ વિદેશ₹ ૩૦૦ કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ પકડાઇ: ૧૦ની ધરપકડ

₹ ૩૦૦ કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ પકડાઇ: ૧૦ની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્રના દરિયામાં ભારતીય જળ સીમામાં ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટને ઝડપી લઇને તેમાંથી અંદાજે રૂ. ૩૦૦ કરોડના ડ્રગ્સ કબજે કર્યું હતું તેમ જ બોટમાંથી ૧૦ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર પાકિસ્તાન તરફથી ડ્રગ્સ ભરેલી એક બોટ ભારત તરફ આવી રહી હોવાની ગુપ્ત માહિતી કોસ્ટ ગાર્ડને મળી હતી જેના આધારે ઓખા નજીકની ભારતીય જળસીમામાં ૧૦ ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે તેમ જ ૪૦ કિલો નાર્કોટિક્સ પણ મળી આવ્યું હતું. જેની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
૨૫/૨૬ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોક્કસ ગુપ્તચર ખાતા તરફથી મળેલી માહિતીને આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇનની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૨૬મી ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને ૩૦૦ કરોડ રૂપિયાના માદક પદાર્થ મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી હતી તેમ જ વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ ગુજરાત દ્વારા છેલ્લા ૧૮ મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. આ ગાળામાં ૪૪ પાકિસ્તાની, ૭ ઈરાની લોકો, ૧૯૩૦ કરોડ રૂપિયાનું ૩૪૬ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular