ભારતમાં અને ભારત બહાર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કે સમર્થકોની સંખ્યામાં કોઈ ઓટ નથી જોવા મળતી. પરંતુ પડોશી અને દુશ્મન પાકિસ્તાનમાં પણ મોદીની લોકપ્રિયતાનો જાદુ છવાયેલો છે.
હાલમાં જ એક ન્યુઝ ચેનલના રિપોર્ટર દ્વારા પાકિસ્તાનના નાગરિકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં હવે ઈન્ડિયન ડિગ્રી ચાલશે તો એ વિશે તમારું શું માનવું છે? આ સવાલના જવાબમાં ત્યાંના નાગરિકોએ જણાવ્યું હતું કે દુનિયામાં ભારત એક એવો દેશ છે જે વિશ્વના દરેક દેશો તેની સાથે મિત્રતા તથા મજબૂત સંબંધ રાખવા માગે છે, ભારત વિશ્વના અન્ય વિકસિત દેશો સાથે આગળ વધી રહ્યો છે, ભારત હાલ ઓસ્ટ્રેલિયાની સમકક્ષ થઈ ગયો છે.
આગળ ત્યાંના નાગરિકોએ એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 20થી 25 વર્ષે લોકો ડિગ્રી લે છે અને તે પછી પણ તેમને એ સાબિત કરવું પડે છે કે હું ડોક્ટર છું. ભારત અને ઓસ્ટ્રેલિયાની ડિગ્રી સમકક્ષ થઈ ગઈ છે, ભારતના કોઈ પણ ડોક્ટર વિશ્વના કોઈ પણ દેશમાં જઈ ડિગ્રી બતાવી ઓપરેશન ચાલુ કરી દે છે, દુનિયા ભારતના લોકોને કહી રહી છે કે તમે અમારા લેવલમાં આવી ચુક્યા છો.
એક પાકિસ્તાની નાગરિકે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભારતમાં ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે. નાના-નાના વેપારીઓ અને ફેરિયાઓ પણ UPIથી નાણાંની લેવડ-દેવડ કરે છે, ભારતમાં જેવી ઈન્સ્ટિટ્યુટ છે તેવી એક પણ ઈન્સ્ટિટ્યૂટ પાકિસ્તાનમાં નથી. જ્યારે અમેરિકા માટે એક એવી મિસાલ આપવામાં આવે છે કે MITમાં એડમિશન મળી જાય છે પણ ભારતના IITના મેરીટ વધારે સારા છે, ભારત તે લેવલ સુધી પહોચી ચુક્યું છે.
રાહુલ ગાંધી વિશેનો પોતાનો મત વ્યક્ત કરતાં પાકિસ્તાની નાગરિકોએ જણાવ્યું હતું કે તમારા પૂર્વજોએ દેશને બનાવ્યો છે અને તમને પણ ભારત પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ પણ તમે પીએમ પદ માટે યોગ્ય ઉમેદવાર નથી, તમારા પૂર્વજોના દેશને ઉપર કોણ લઈને ગયું છે, ભારત દેશને ક્લાસ કોણે બનાવ્યો હતો એ બધા વિશે તમારે વિચારવું જોઈએ.