ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન સર્જાયેલા દૃષ્યો અને સત્યા ઘટનાઓ પર ભારતમાં અઢળક ફિલ્મો બની ચૂકી છે, પરંતુ પાકિસ્તાનમાં બંને દેશોના ઈતિહાસને બદલનારી આ ઘટના પર નવો શો બની રહ્યો છે જેનું નામ છે ફાતિમા જિન્નાઃ સિસ્ટર, રિવોલ્યૂશન, સ્ટેટ્સમૈન.

મળતી માહિતી અનુસાર આ શો આવતા વર્ષના ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. ફાતિમા જિન્ના એ પાકિસ્તાનના સંસ્થાપર મોહમ્મદ અલી જિન્નાની નાની બહેન હતી. પાકિસ્તાનમાં તેને માદર-એ-મિલ્લત તરીકે ઓળખાય છે. બાંદ્રાથી ભણીને કલકત્તામાં ડેંટલ સાયન્સની ડિગ્રી લીધા બાદ મુંબઈમાં તેણે પોતાનું ડેન્ટલ ક્લિનિક ખોલ્યું હતું. મહિલાઓના હક માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને પાકિસ્તાનના ગઠન માટે તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બોમ્બેમાં પોતાના જીવનનો એક હિસ્સો વિતાવનારી ફાતિમાની કહાની માટે લાહોરમાં મુંબઈનો સેટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની શોના ડિરેક્ટર દાનિયલ કે. અફઝલે જણાવ્યું હતું કે તેને ભારતીય વેબસિરીઝ ખૂબ જ પસંદ છે.

Google search engine