શું પાકિસ્તાનનો 10 વર્ષનો દુષ્કાળ ખતમ થશે?, બાબર આઝમ લગાવી શકશે નૈયા પાર?

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપ-2022ની ફાઇનલ મેચ આજે સાંજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચ બાદ એશિયાને તેનો ક્રિકેટનો નવો રાજા મળશે. પાકિસ્તાન માટે આ મેચ ઘણી મહત્વપૂર્ણ છે. તેમની પાસે 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવાની તક છે. કેપ્ટન બાબર આઝમના કરિશ્માઇ નેતૃત્વમાં પાકિસ્તાન આ કામ કરી શકે છે.
છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન એક પણ વખત એશિયા કપ જીતી શક્યું નથી. પાકિસ્તાને છેલ્લો એશિયા કપ 2012માં જીત્યો હતો. આ પછી દર બે વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટમાં તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. પાકિસ્તાને 2012માં જ્યારે એશિયા કપ જીત્યો હતો. તેણે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાનનો દેખાવ હંમેશા નબળો રહ્યો છે. 2012થી લઈને 2018 સુધી પાકિસ્તાન એકવાર પણ ફાઇનલમાં પહોંચી શક્યું નથી.

હવે આ વખતે પાકિસ્તાને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને કેપ્ટન બાબર આઝમ તેના નેતૃત્વમાં ફરી એકવાર પાકિસ્તાનને એશિયા કપની ટ્રોફી અપાવવા માટે મેદાનમાં ઉતરવા માગે છે.

પાકિસ્તાન એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વખત જ આ ટુર્નામેન્ટ જીતી શક્યું છે. 2012 પહેલા તેણે 2000માં આ ટુર્નામેન્ટ જીતી હતી. પાકિસ્તાન બે વખત રનર્સઅપ પણ રહી ચૂક્યું છે. શ્રીલંકાએ 1986માં પાકિસ્તાનને હરાવ્યું હતું. 2014માં પણ પાકિસ્તાનને શ્રીલંકાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
વેલ, ભારત તો એશિયા કપની ફાઇનલમાંથી બહાર ફેંકાઇ ગયું છે, એટલે આપણે તો પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ જોઇને જ મન મનાવવાનું છે. આપણે બંને ટીમોને ફાઇનલમાં પહોંચવા માટે અભિનંદન અને એશિયા કપ જીતવા માટે બેસ્ટ ઑફ લક કહી દઇએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.