પાકિસ્તાન પોલીસને કારણે બદનામ થયું ગુજરાત, જાણો શું છે આખો મામલો

આપણું ગુજરાત

ગુજરાતના એક પોલીસ સ્ટેશનના સમાચાર ખૂબ જ વાયરલ થયા છે, જેમાં ગેરકાયદે હથિયાર તથા ડ્રગ્સની હેરાફેરીમાં એક મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મહિલા આરોપીને પકડ્યા બાદ તેમની તસવીરો લેવાની થઈ. પરંતુ તેના માટે મહિલા કોન્સ્ટેબલ ન હતી. તેથી એક પુરુષ કોન્સ્ટેબલને બુરખો પહેરાવીને મહિલા બનાવી દેવાઈ અને પછી તસવીર લેવામાં આવી. આ ઘટનાની ચર્ચા ચારે તરફ થવા લાગી અને ગુજરાતનું નામ બદનામ થઈ રહ્યું છે. આ વાયરલ ખબરને કારણે મસમોટું કન્ફ્યૂઝન થઈ ગયું છે. અહીં જે ગુજરાતની વાત કરવામાં આવી છે તે ભારતના નહીં પાકિસ્તાનના ગુજરાતવી વાત કરવામાં આવી છે.

જે રીતે ભારતમાં ગુજરાત રાજ્ય આવેલુ છે, તે જ રીતે પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં પણ ગુજરાત નામનો એક જિલ્લો છે. જ્યાં ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સના કેસમાં એક મહિલા અને બે આરોપી પકડાયા હતા. પાકિસ્તાનમાં પણ આરોપીની ધરપકડ બાદ ફોટો પાડવાનો નિયમ છે, પરંતુ આ સમયે મહિલા કોન્સ્ટેબલ જ ગાયબ હતી. મહિલા કોન્સ્ટેબલ ગાયબ હોય ત્યારે મહિલા આરોપી સાથે ફોટો કેવી રીતે પડાય. આવામાં ભેજાબાદ પોલીસ કર્મચારીઓએ નવુ ગતકડું કાઢ્યું. તેમણે એક પુરુષ કોન્સ્ટેબલને હિજાબ પહેરાવી દીધો અને ફોટો પડાવવા ઊભા રહી જવા કહ્યું અને ફોટો પાડી દીધો.
તસવીર પડી ગઈ, પણ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. પોલીસનુ ભોપાળું સામે આવ્યુ, અને પાકિસ્તાની પોલીસ હાંસીનુ કેન્દ્ર બની. એક તરફ પાકિસ્તાન પોલીસની આબરુ તો ગઈ, પણ બીજુ બાજુ ગુજરાત બદનામ થઈ ગયું. કારણ કે, ગુજરાતમાં આવી કોઈ ઘટના બની નથી. છતાં ગુજરાતનુ નામ આવતા જ ચર્ચા ઉઠી હતી.
આ ઘટનાથી પાકિસ્તાન પોલીસની ભારે મજાક ઉડી છે. મહિલા કોન્સ્ટેબલ મેટરનિટી લીવ પર ગઈ હતી, જેથી પુરુષને મહિલા બનાવીને ઉભો રખાયો હતો. બુરખો પહેરવાથી દાઢી-મૂંછ ભલે ઢંકાઈ જાય, પણ છતા લોકોને ખબર પડી ગઈ કે બુરખામાં મહિલા નથી, પણ પુરુષ છે. જોકે, આ ઘટના વાયરલ થતા જ અધિકારી દ્વારા પીએસઓને સસ્પેન્ડ કરી દેવાય હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.