પાકિસ્તાનના લાહોરમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નિવાસસ્થાનની બહાર તેમના સમર્થકો અને પોલીસ દળ વચ્ચે અથડામણ ચાલુ છે. આજે બુધવાર 15 માર્ચની સવારે 6 વાગ્યે ફરીથી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ભીડને વિખેરવા ફાયરિંગ પણ કરાયું હતું. તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસની ટુકડીએ તેમના ઘરને ઘેરી લીધું છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર અથડામણમાં બંને પક્ષોના ઘણા લોકો ઘાયલ થયા છે, પોલીસે ઇમરાન ખાનના સમર્થકો પર લાઠીઓ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
زمان پارک میں ایک بار پھر پولیس کی جانب سے شدید شیلنگ جاری۔#زمان_پارک_پہنچو pic.twitter.com/OHrycQBFjk
— PTI (@PTIofficial) March 15, 2023
“>
કોર્ટના આદેશ પર ઇસ્લામાબાદથી પોલીસની એક ટીમ ઇમરાન ખાનની ધરપકડ કરવા લાહોર આવી છે. પોલીસના આગમન બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. સમર્થકોએ છેલ્લા 11 કલાકથી ઈમરાન ખાનના ઘરની બહાર પડાવ નાખ્યો છે.
ઈમરાન ખાને ગઈકાલે સાંજે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયો રેકોર્ડ કરેલા નિવેદનમાં કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા અને મને જેલમાં મોકલવા આવી છે. જો મને કંઈક થાય, અથવા મને જેલમાં મોકલવામાં આવે અથવા તેઓ મને મારી નાખે, તો તમારે સાબિત કરવું પડશે કે આ દેશ ઇમરાન ખાન વિના પણ સંઘર્ષ ચાલુ રાખશે.
اپنی قوم کو میرا پیغام ہے کہ پوری ہمت و استقامت سے کھڑی ہو اور حقیقی آزادی و قانون کی حکمرانی کیلئے میدانِ عمل میں ڈٹ جائے! pic.twitter.com/ln4hLFu8Sp
— Imran Khan (@ImranKhanPTI) March 14, 2023
“>