પાકિસ્તાનમાં સેમસંગ કંપની પર ઈશનિંદાનો આરોપ, 27 કર્મચારીઓની અટકાયત કરાતા કંપનીએ માફી માંગી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતમાં પયગંબર વિરુદ્ધ ટીપ્પણી મુદ્દેના અશાંતિનો માહોલ પેદા થયો છે એવામાં પાકિસ્તાનમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓની ઇશનિંદા કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. કરાચીના સ્ટાર સિટી મોલમાં, લોકોએ ઇશનિંદાનો હિંસક વિરોધ કર્યો હતો અને તોડફોડ કરી હતી.
સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓને પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા છે. કંપનીએ એક નિવેદન જાહેર કરીને માફી માંગી છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે એક નિવેદનમાં કહ્યું છે કે તે ધાર્મિક બાબતોમાં તટસ્થતા જાળવી રાખે છે. તેમણે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે.
શુક્રવારે કરાચીના સ્ટાર સિટી મોલમાં લગાવવામાં આવેલા વાઈફાઈ ડિવાઈસમાં કથિત રીતે નિંદાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ સમાચાર કરાચીમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને ગુસ્સે ભરાયેલા વિરોધીઓ મોલમાં એકઠા થઈ ગયા હતા. તેઓએ હિંસક દેખાવો કર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.

Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa

— Naila Inayat (@nailainayat) July 1, 2022

“>
 

આ ઘટના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ QR કોડમાં પયગંબરનો અનાદર થવાથી લોકો નારાજ હતા. ગરબડની માહિતી મળતાં જ કરાચી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિવાદિત વાઈફાઈ ઉપકરણને જપ્ત કરી લીધું. આ કેસમાં સેમસંગના 27 કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો કોણ હતા તે સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ આતંકવાદી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) સાથે સંકળાયેલા છે. પાકિસ્તાનમાં પયગંબર મોહમ્મદની નિંદા એ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. દેશના કાયદા હેઠળ ઈશનિંદાના દોષિત વ્યક્તિને ફાંસી આપવાની જોગવાઈ છે. આવા જ એક કિસ્સામાં, શ્રીલંકામાં એક ફેક્ટરીના મેનેજરને સિયાલકોટમાં ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.