‘અલ્લાહે મને નૂપુર શર્માને મારવા મોકલ્યો છે…’ ઘૂસણખોર રિઝવાને ખોલ્યું રહસ્ય, પાકિસ્તાનમાં ઘડાયું ષડયંત્ર! તહરીક-એ-લબૈક સાથે જોડાયેલો છે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તમામ ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફની પૂછપરછ કરી રહી છે, જેને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પકડ્યો હતો. 24 વર્ષના રિઝવાનની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. હવે જાણવા મળ્યું છે કે નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદા સાથે ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન સાથે જોડાયેલો છે. TLP એક ઉગ્રવાદી સંગઠન છે. આ સંગઠન પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે. રાજસ્થાન પોલીસ માની રહી છે કે પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બેકે નુપુર શર્માને મારવાની યોજના બનાવી છે અને રિઝવાન પણ તહરીક-એ-લબૈકથી પ્રભાવિત હતો.
નોંધનીય છે કે રવિવારે સવારે BSFના જવાનોએ હિંદુમલકોટ સેક્ટરમાંથી ભારતીય સરહદમાં ઘૂસી રહેલા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિકને પકડ્યો હતો. તેની ઓળખ રિઝવાન અશરફ તરીકે થઈ હતી. યુવક પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ અને 2 ચાકુ મળી આવ્યા હતા. નુપુર શર્માની હત્યા કરતા પહેલાં તે અજમેર દરગાહ જવા પણ ઈચ્છતો હતો.
પાકિસ્તાનના ઉત્તરી પંજાબના મંડી બહાઉદ્દીન નગરનો રહેવાસી રિઝવાન અશરફ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. અને માત્ર એટલું જ રટણ કરી રહ્યો છે કે તેને અહીં તેના નબી દ્વારા મોકલવામાં આવ્યો છે. રિઝવાન પૂછપરછમાં પ્રશ્નો બાદ કુરાનની આયતો વાંચી રહ્યો છે અને નુપુર શર્માની હત્યાનું વારંવાર ઉચ્ચારણ કરી રહ્યો છે, એમ તેની પૂછપરછ કરી રહેલા ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું.
એવું જાણવા મળ્યું છે કે 6 જુલાઈએ પાકિસ્તાનમાં તહરીક-એ-લબૈકની એક બેઠકમાં નુપુર શર્માને મારવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રિઝવાન ભારત જવા રવાના થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.