ઉદયપુર હત્યાકાંડ વિષે સોશિયલ મીડિયા પર પાદરાના તાલુકા ભાજપ ઉપપ્રમુખને ધમકી,પોલીસ સુરક્ષા લેવા ઇનકાર

આપણું ગુજરાત

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી દરજી કનૈયાલાલની હત્યાના બાદ દેશના અનેક શહેરોમાં અશાંતિનો માહોલ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે ત્યારે માહોલ વધુ ચિંતાજનક બનતો જઈ રહ્યો છે. સુરતના યુવાનને મળેલી ધમકી બાદ વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. પોલીસે ગુનો નોંધી ધમકી આપનારની તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા છતાં નિલેશસિંહે સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો છે.
મળતી માહિત મુજબ ફેસબુક પર સૌરવકુમાર ખિચાર નામના યુઝરે હિન્દીમાં ઉદયપુરમાં થયેલી હત્યાની ઘટનાની નિંદા કરી હતી અને દોષિતોને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી.

સૌરવકુમાર ખિચારની ફેસબુક પોસ્ટ

આ પોસ્ટ પર નિલેશસિંહ જાદવે હિન્દીમાં જ કમેન્ટ કરી કહ્યું કહ્યું હતું કે આં ઘટનાને અંજામ આપવા વાળાને વિદેશથી રૂપિયાની સહાય મળે છે. સાથે સાથે આરોપીઓના સગાસંબંધીઓ અને મૌલવીઓની પણ ધપકડ કરવા માંગ કરી હતી.

નિલેશસિંહ જાદવની કમેન્ટ

આ કમેન્ટના રીપ્લાય સેક્શનમાં અબ્દુલ સુબુર ચૌધરી નામના યુઝરે નિલેશસિંહ જાદવને અભદ્ર ભાષામાં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે કમેન્ટ સેક્શનમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં અબ્દુલ સુબુર ચૌધરી ધમકી આપતા લખ્યું હતું કે ‘લગ ગઇ…….મીરચી……..તું દેખ રહા હૈ કોન કિસકા બાપ હૈ, એક કા હાલ દેખા હૈ, ઔર અભી તેરે જેસો કા બાકી હૈ…….યાદ રખ.’

અબ્દુલ સુબુર ચૌધરીએ નીલેશ સિંહને આપેલી ધમકી

આ ધમકી અંગે નિલેશસિંહે વડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધમકી આપનાર સુબુર ચૌધરીની ફેસબુક પાસેથી વિગતો મંગાવી તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ નિલેશસિંહને પોલીસ સુરક્ષા આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ નિલેશસિંહે સુરક્ષા લેવાની મનાઈ કરતા કહ્યું હતું કે, ‘મેં બંદોબસ્ત માટે ઇન્કાર કર્યો છે. કારણ કે, હું ગામડામાં રહું છું. મને કોઇ ડર નથી. અને હું આ ધમકીને સિરીયસલી લેતો નથી. આવી ધમકી આપનાર કોઇ અસામાજિક તત્વ હશે.’
નિલેશસિંહને ધમકી આપનારની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તાલુકા ભાજપ ઉપપ્રમુખને ધમકી મળતા તાલુકા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.