નવી દિલ્હીઃ દેશના 74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 26 લોકોને પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 3 ગુજરાતી છે. આ ત્રણ મહાનુભાવોમાં હીરાબાઈ લોબી (સોશિયલ વર્કર), ભાનુભાઈ ચૈતારા (કમલકારી આર્ટિસ્ટ) અને પરેશ રાઠવા (પીથોરા આર્ટિસ્ટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિલીપ મહાલનોબિસને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી એવા ડોક્ટર દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણ સન્માનથી નવાજવામાં આવશે. દિલીપ મહાલનોબિસ
ડોક્ટર દિલીપ એ મહાનુભાવ છે, જેમને ઓઆરએસ (Oral Rehydration Solution)ની ફોર્મ્યુલાની શોધ કરી હતી. તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવી રહ્યો છે. ઓક્ટોબર, 2022માં તેમનું નિધન થયું હતું. એના સિવાય અંદમાનથી સર્વિસમાંથી નિવૃત્ત થનારા ડોક્ટર રતનચંદ્ર કારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
ડોક્ટર રતનચંદ્ર કાર
તેઓ જારવા જનજાતિ માટે કામ કરી રહ્યા છે અને આ જનજાતિ ઉત્તરી સેંટિનલથી 48 કિલોમીટર અંતરેના ટાપૂમાં રહે છે અને તેમને મેડિસિનના ક્ષેત્રે પદ્મ શ્રી આપવામાં આવ્યું છે. ઉપરાંત, ચંદ્ર દાવાર અને સમાજસેવી હીરાબાઈ લોબીનો સમાવેશ થાય છે. હીરાબાઈ લોબીને ગુજરાતમાં સિદ્ધિ ટ્રાઈબ્સની વચ્ચે બાળકોને શિક્ષણ આપવાના કામકાજ માટે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા પ0 વર્ષથી વંચિત લોકોની સારવાર કરનારા મુનીશ્વર ચંદર ડાવરને સસ્તી આરોગ્ય સેવા ક્ષેત્રે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, હેરાકા ધર્મના રક્ષણ અને સંરક્ષણ માટે પોતાની જિંદગીને સમર્પિત કરનાર દીમા હસાઓને નાગા સામાજિક કાર્યકર્તા રામકુઈવાંગબે ન્યૂમેને સામાજિક કાર્ય (સંસ્કૃતિ) ક્ષેત્રે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. એની સાથે ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની વી પી અપ્પુકુટ્ટન પોડુવલમને સામાજિક કાર્યના ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.