Homeતરો તાજાઅગ્નિહોત્ર ચિકિત્સા: ભાગ-૨

અગ્નિહોત્ર ચિકિત્સા: ભાગ-૨

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કોટેલિયા

આજ થી હજારો વર્ષ પહેલા ઇજિપ્ત દેશમાં બનેલા પિરામિડ સંસારના સાત આશ્ર્ચર્યમાનાં એક ગણાય છે. પિરામિડ એટલે ઊંધો રાખેલો અગ્નિહોત્ર પાત્ર જ છે. ગ્રીક ભાષામાં ’ાુજ્ઞિ’ (અર્થાત અગ્નિ) અને અંગ્રેજીનો ‘અળશમ’ (વચ્ચે) એમ “પિરામિડ શબ્દ બન્યો છે. તેથી સાબિત થાય છે કે પિરામિડની રચના અગ્નિહોત્રનાં પાત્ર ઉપરથી લેવામાં આવી હોઈ શકે. આથી પિરામિડના આકારમાં બનાવવા બનાવવામાં આવેલ સ્થાનમાં વિદ્યુત ચુંબકીય શક્તિઓ ખાદ્ય પદાર્થ કાચા દૂધ વગેરેને ઘણા દિવસ સુધી ટકાવી રાખતી હોય છે. આ આકારના પિરામિડમાં રાખેલ મૃત શરીર સડતું નથી અને દુર્ગંધ પણ આવતી નથી. યુરોપનાં વૈજ્ઞાનિકો એ આ પ્રકારનાં ભવન બનાવીને જાણ્યું છે કે આવા પ્રકારનાં ભવનમાં વિચિત્ર શક્તિઓનો અનુભવ થાય છે.(જે આપણાં ઋષિઓ હજારો વર્ષ પહેલાંથી જાણતા હતા) માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ આ ભવનમાં અનોખી શાંતિનો અનુભવ કરે છે. દર્દીઓ આવા પિરામિડવાળા હોસ્પિટલમાં તેમની અપેક્ષા કરતાં વધારે લાભ થતા જાણ્યો છે.
અગ્નિહોત્રપાત્ર સામાન્યત તાંબાનો હોય તો ઉત્તમ. આપણે સૌ જાણીએ છીએ કે આ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહકના રૂપમાં પ્રયોગ થાય છે. તાંબાની ધાતુના જો અણુ અને પરમાણુ સુધી વિભાજન કરવામાં આવે તો પણ તે પરમાણુનો આકાર અગ્નિહોત્ર પાત્ર જેવો જ આકાર મળે છે.
નિત્ય સવાર-સાંજ કરવામાં આવતાં અગ્નિહોત્ર પાત્રનું એક વિશિષ્ટ માપ-દંડ છે. શાસ્ત્રોના વર્ણન મુજબ..
૧૪.૫ સે.મી ડ ૧૪.૫ સે.મી (ઉપરનો ચોરસ ભાગ)
૫.૨૫ સે.મી ડ ૫.૨૫ સે. મી (નીચેનું તળિયું)
૬.૫ સે.મી ઊંચાઈ હોવી જોઈએ..
સાથે તેમાં ત્રણ લહેર (સોપાન) આપવામાં આવી હોય છે.
પ્રત્યેક સોપાન ઊપસેલા હોય છે. તાંબુ એક માધ્યમ નું કાર્ય કરે છે. આ સિવાય જો તાંબાનું પાત્ર ન મળે તો માટીનું પાત્ર લઇ શકાય. વેદો ઉપનિષદોમાં અગ્નિહોત્રથી માંડીને અશ્ર્વમેઘ યજ્ઞ સુઘીનાં વિવિધ માપ-દંડ (આકાર) નકકી કરવામાં આવેલ છે. પ્રત્યેક અગ્નિહોત્રના વિવિધ મંત્રો, સમય અનુસાર તથા આહુતિઓ નકકી હોય છે. જે ઈચ્છિત ફળ દેનારું હોય છે.
અગ્નિહોત્ર પાત્રનું ચંદ્રની પ્રત્યેક કળાઓ અને સૂર્યોદય – સૂર્યાસ્ત સમયે ધરતી ઉપર આવતી ઊર્જાઓ સાથે ઊંડો સબંધ છે. દીવસ હોય કે રાત બ્રહ્માંડમાં રહેલાં તમામ ગ્રહોની ઊર્જા શક્તિનો આ પાત્ર સાથે સમ્પર્ક થાય છે. આમ આ પાત્રને તમામ શક્તિઓનું રિસીવર કહી શકાય. ક્યારેક આ પાત્ર માંથી સ્વયં સ્ફુરિત વિસ્ફોટ પણ થવાનાં દાખલા નોંધાયા છે. તાંબાનું આ પાત્ર ચમત્કારિક રીતે અંતરિક્ષમાં રહેલી ઊર્જાઓ (શક્તિ) ખેંચી ને વાતાવરણમાં ફેલાવતી રહે છે. ધીરે ધીરે અગ્નિહોત્રનાં સ્થાનની આસપાસનું પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. વાતાવરણ સુગંધિત થઈ જાય છે. પાત્રમાં અગ્નિ સાથે સંપર્ક થવાથી અનેક ગણી શક્તિ વધી જાય છે. આ પાત્રની નજીક બીજી કોઈ ધાતુવાળી વસ્તું ન રાખવી…
અગ્નિહોત્ર માટે ગાય અથવા નંદીના ગોબરનું છાણું લઈ શકાય. બધીજ વૈદિક ચીકીત્સા પદ્ધતિઓ ગાયનાં ગોબરનાં ઔષધીય ગુણોનું સમર્થન કરે છે. વિશ્ર્વની તમામ પ્રાચીન ચીકીત્સા પદ્ધતિઓમાં રોગ નિવારણ માટે પ્રયોગમાં લેવાય છે. ગાયનાં ગોબરમાં મેન્થોલ, એમોનિયા, ફિનોલ, ઇન્ડાલ, ફારમોલિંન તથા નાઇટ્રોજન, ફોસ્ફોરિક એસિડ અને પોટાશ જોવાં મળે છે.
ગાયનાં તાજા ગોબરની ફકત વાસ લેવાથી પણ તાવ અને મલેરિયાનાં કીટાણુ નષ્ટ થાય છે.
ન્યુયોર્ક ટાઈમ્સ માં નોંઘ લેવામાં આવી હતી કે પોષક આહાર લેતી ગાયનાં તાજા ગોબર જેવી ચમત્કારિક શક્તિ બીજે ક્યાંય શક્ય નથી. ગાયનાં ગોબરથી લીપેલ ભવન પરની દીવાલો અણુ વિસ્ફોટનાં ઘાતક વિકરણોથી બચાવે છે. રશિયન વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે અંતરિક્ષ યાનમાં ઉત્પન્ન થતી ભીષણ ગરમીમાં ગાયનું ગોબર રાહત આપે છે. ગાયનાં ગોબરનું ધૂમ્રપાન કરાવી દમાનાં દર્દીઓ ઉપર વૈજ્ઞાનિકો પરીક્ષણ કરી રહ્યા છે.
અગ્નિહોત્રમાં ઔષધીય ગુણો નષ્ટ ન થાય માટે ગાયનાં છાણાં પેટાવવા માટે ઘાસલેટ, પેટ્રોલ કે અન્ય વિકલ્પ ન લેવો. અગ્નિ પેટાવવા માટે કપૂર, ગૂગળ અથવા શુદ્ધ ગાયનું ઘી જ લેવું જોઈએ.
સૂર્યોદય- સૂર્યાસ્તનાં ૧૦/૧૫ મિનિટ પહેલા જ છાણાં પેટાવી લેવાથી યોગ્ય સમયે નિર્ધૃમ અગ્નિ મળી જાય છે. ચોમાસા દરમ્યાન છાણા ભેજ વાળા હોય તો અગ્નિ પેટાવવા આંબો, પીપળો, વડ, ખેર જેવાં વૃક્ષોનાં પાંદડાં અથવા આંગળી જેટલી ડાળીઓનો સમિધા તરીકે ઉપયોગ કરી શકાય છે.
આમ તો બધાજ પ્રકારના અગ્નિહોત્ર, યજ્ઞોની વિધિ, મંત્રો, સમય અને સમીધા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ બધાંમાં એક વસ્તુ સમાન રૂપે અનિવાર્ય હોય તો એ દેશી ગાયનું શુદ્ધ ઘી છે. ગૌધૃત(ઘી)ની આહુતિ અગ્નિમાં આપવાથી વાયુમંડળ સુગંધી અને તુષ્ટિકારક બને છે. વાતાવરણમાં ફેલાયેલ રાસાયણિક પ્રદૂષણનો પ્રભાવ ગૌધૃત્ અને અગ્નિ નષ્ટ કરી નાખે છે.
પુનાની “ફર્ગ્યુસન કોલેજ માં જીવાણુ વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરતાં જાણ્યું; એક ૩૬ડ્ઢ૩૨ડ્ઢ૧૦ ફૂટ નાં હોલમાં ૮૦૦૦ ઘન ફૂટ વાયુમાં કૃત્રિમ રીતે નિર્મિત વાયુ પ્રદુષણનો નાશ કર્યો હતો. અને ઓક્સિજન વાયુનો વધારો થયો. આથી સિધ્ધ થાય છે કે એક સમયનાં અગ્નિહોત્ર થી ૮૦૦૦ ઘન ફૂટ વાયુનો ૭૭.૫% પ્રદુષણ મુક્ત થઇ શુદ્ધ અને પુષ્ટિકારક ગેસ યુકત થાય છે. સાથે ૯૦% હાનિકારક કીટાણુઓનો નાશ પામે છે. ગૌધૃત પ્રજ્વલિત થવાથી ઉત્પન્ન ગેસ પ્રકૃત્તિ – ચક્ર સંતુલિત કરવાનું કાર્ય કરે છે. જે સ્થાન ઉપર અગ્નિહોત્ર નિયમિત થાય છે. તે જગ્યાએ વાતાવરણ શુદ્ધ થાય છે અને રોગીષ્ટ જીવાણુઓ નો નાશ પામે છે. મનુષ્ય, પશુ,પક્ષી, વનસ્પતિઓ જેવી સજીવ સૃષ્ટિ માટે શુદ્ધ પ્રાણવાયુ, પુષ્ટિદાયક વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય ઘી દ્વારા થાય છે. આથી વિપરીત બીજાં કોઈ દ્રવ્ય દ્વારા કરવામાં આવતા હવન, યજ્ઞ અનિષ્ટ પરિણામ આપે છે. વાયુમંડળ પ્રદૂષિત થાય છે. અને હાનિકારક તત્ત્વો દ્વારા નકારત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
ગૌધૃતનું વેદોમાં “અળ્રૂૂમેંઢૈટપ ની ઉપમા આપવામાં આવી છે. એટલે કે ગૌધૃત જ જીવન છે. ઔષધિઓ માં મહાઔષધીનાં !પમાં પ્રાચીન ચિકિત્સકો ગૌરવ અનુભવે છે. ગાયનું ઘી આ પૃથ્વી ઉપર એક માત્ર બેજોડ પદાર્થ છે. ગાયનાં ઘીમાં હજી કેટલાં ચમત્કારોની શક્તિ છે તે સંશોધનનો વિષય છે, પરંતુ આ અમૃત સમાન ઘીમાં ૧૧ પ્રકારનાં ઍસિડ,૧૨ ધાતુઓ, ૨ લેકટોઝ અને ૪ પ્રકારનાં ગેસ મળ્યાં છે. અગ્નિહોત્ર સમયે ગાયનાં ઘી અને ચોખા મિશ્રિત મંત્રોચ્ચારણ સહિત આહુતિ આપવામાં આવે છે. ત્યારે આ આહુતિ અગ્નિમાં બળવાથી ચાર પ્રકારના ગેસની ઓળખ થઈ શકી છે. ૧) એથેલીન ઑક્સાઈડ.
૨) પ્રોપલીન ઑક્સાઈડ, ૩) ફોર્મલ ડિહાઇડ. ૪) બીટા પ્રોપિયો લેક્ટોન
આહુતિ દીધાં બાદ ગૌધૃત માંથી એસિટિલિન નિર્માણ થાય છે. આ એસિટિલિન પ્રખર ઉષ્ણતાની ઊર્જા છે. જે વાતાવરણમાં ફેલાયેલ પ્રદૂષિત વાયુને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેને શુદ્ધ કરે છે. આ ગૌ-ધૃતથી ઉત્પન્ન થતા ગેસ થી શારીરિક અને માનસિક રોગોમાં અદ્ભુત ચમત્કારી પરિણામ મળે છે.
શુદ્ધ દેશી ગાયનું વલોણાંનું ઘી ખુલ્લી બજારમાં મળવું મુશ્કેલ છે. માટે અચૂક પરિણામ માટે ત્રણ લિટર દેશી ગાયનું દૂધ ઘરે લાવી, પહેલાં ગરમ કરીને ઠરવા દેવું, ત્યારબાદ તેમાં લીલાં મરચાં, કે ગાયનાં દહીંનું મેરવણ નાખી દહીં જમાવવું.
દહીં જામી જાય ત્યારબાદ તેને મથની દ્વારા હાથે મંથન કરીને મેળવેલ માખણને ધીમા તાપે ગરમ કરવાથી આશરે ૧૦૦મી. ગ્રામ ઘી (ગૌ-ધૃત) મળશે. બસ આ જ ઘી
અગ્નિહોત્ર આહુતિ માટે યોગ્ય ગણાશે.
અગ્નિહોત્રના અંતે “ઇદમ ન મમ બોલીને સમર્પિત કરવામાં આવેલ આહુતિ બળી જાય ત્યાં સુધી ત્રણ-ચાર મિનિટ તે જ સ્થાન પર શાંતિપૂર્વક બેસી રહેવું. શુદ્ધ થઈ રહેલા વાતાવરણનો લાભ મળે છે. મન જલ્દીથી સ્થિર અને એકાગ્ર થવા લાગે છે.
હૃદય રોગ, બ્લડપ્રેશર, દમા ,અલ્સર વગેરે અનેક રોગ માનસિક તણાવ તથા અસ્થિરતાને કારણે ઉત્પન્ન થાય છે.ત્યારે થોડો સમય શાંત બેસી રહેવાથી મન સ્થિર થવા લાગે છે. ઉપરોક્ત રોગોનું મૂળ કારણ આધુનિક ચિકિત્સામાં અક્ષયડ્ઢશયિું ગયીજ્ઞિતશત કહે છે. જે માનસિક ઉદ્વેગ પેદા કરે છે. તે અગ્નિહોત્ર દ્વારા દૂર થાય છે.
આહુતિ ભસ્મ થઈ ગયા બાદ મનને વિચાર રહિત, એકાગ્ર અને સારી વાતો ઉપર ધ્યાન સ્થિર કરવાનો પ્રયાસ કરવો. આ સમયે જેટલો વધારે તેટલાં સારા પરિણામનો અનુભવ થશે.
આ અભ્યાસ દરમિયાન ચયાપચયની ક્રિયાની ગતિ ઘટવાને કારણે શરીર ને પ્રાણવાયુ ૨૦% ઓછો લાગે છે. અને માનસિક અવસ્થા સંતુલિત થવાથી મન સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. બીજી મહત્વની વાત એ છે કે લોહીમાં બ્લડ લેકટેટ ની નિર્માણ પ્રક્રિયા ઓછી થાય છે. અગ્નિહોત્રથી નિર્મિત શુદ્ધ પોષક તથા સુગંધિત ગેસ સર્વોત્તમ પ્રસારિત થવાને કારણે શ્ર્વાસ દ્વારા તથા અન્યત્ર શરીરમાં પ્રવેશ કરે છે. રક્ત વાહિનીઓનો વ્યાસ પૂર્વવત થવાથી રક્ત સંચાર સુગમતાથી થાય છે. (ઊઊૠ) ઇલેક્ટ્રોએન્સફેલોગ્રાફનાં ટેસ્ટ દ્વારા જાણવામળ્યું કે મસ્તિષ્કને આરામ મળવાથી મગજમાંથી આલ્ફા તરંગો અધિક માત્રામાં નીકળવા લાગે છે. જે શરીરને નવી ઊર્જા આપે છે. માટે જ અગ્નિહોત્ર વાતાવરણમાં માનસીક એકાગ્રતાનો અભ્યાસ તત્કાળ ફળદાયક સિદ્ધ થાય છે.

જય ગૌમાતા..₹૯=ઘ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular