પાન સિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું લીવરની બિમારીને કારણે મુંબઈમાં 62 વર્ષની વયે અવસાન થયું
ફિલ્મ પાન સિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું લીવરની બિમારીને કારણે મુંબઈમાં 62 વર્ષની વયે અવસાન થયું છે. સંજય પાન સિંહ તોમર અને આઈ એમ કલામ જેવી ફિલ્મો લખવા માટે જાણીતા છે. તેમણે ફિલ્મ નિર્માતા તિગ્માંશુ ધુલિયા સાથે સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ફિલ્મો પણ લખી હતી. સંજય લિવર સિરોસિસથી પીડાતા હતા. આંતરિક રક્તસ્રાવ થવાને કારણે લગભગ 10 દિવસ પહેલા તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા., જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર બોલીવૂડ સેલિબ્રિટીઝે શોક વ્યક્ત કર્યો છે.
સંજય ચૌહાણનો જન્મ અને ઉછેર ભોપાલમાં થયો હતો. તેમણે દિલ્હીમાં પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, તેઓ મુંબઈ ગયા અને 1990 ના દાયકાના અંતમાં ક્રાઈમ ટીવી શ્રેણી ભંવર લખી. પાછળથી તેમની કારકિર્દીમાં, સંજયે તેમની ફિલ્મ આઇ એમ કલામ (2011) માટે શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ જીત્યો હતો. મૈંને ગાંધી કો નહીં મારા અને ધૂપ તેમજ સુધીર મિશ્રાની 2003માં આવેલી ફિલ્મ હજારોં ખ્વાશીં ઐસી માટેના સંવાદો તેમની કેટલીક અન્ય નોંધપાત્ર કૃતિઓ છે.