મારી આત્મમૈત્રીની પા… પા… પગલી

ધર્મતેજ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે આત્મ સાધના આરાધના કરવાની એક એવી તાયભશફહ તયફતજ્ઞક્ષ જેના રિીશતિં આખું વર્ષ ખાઇ શકાય.
આત્મ આરાધનાના આ અવસરે, પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસની અમારી પ્રથમ પ્રેરણા છે, આત્મ મૈત્રીની!
આજ સુધી તમે બહારમાં ઘણા મિત્રોને શોધ્યા અને ઘણા મિત્રો સાથે મૈત્રી કરી, આજે તમારે સ્વયં સાથે મૈત્રી કરવાની છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંદેશ છે કે, જેમણે આત્મશુદ્ધિ કરવી હોય, એમણે આત્મમૈત્રી કરવી જોઇએ, સ્વ સાથે મૈત્રી કરવી જોઇએ અને ‘સ્વ’ સાથે વાત કરવી જોઇએ.
આજે સવારથી પોતાની સાથે વાત કરી હોય એવા કેટલાં હશે? કોઇ નહીં.
કોઇએ પરમાત્માને પૂછયું,
પરમાત્મા! આપ જયારે પરમાત્મા બનવાની રાહ પર નીકળ્યાં, ત્યારે આપે કઇ સાધના કરી હતી?
પરમાત્માએ કહ્યું, મેં મારી સાથે વાત કરવાની સાધના કરી હતી.
જાત સાથે વાત કરવી એ મારા ‘જિન’ બનવાનો માર્ગ હતો.
પરમાત્માને બીજો પ્રશ્ર્ન પૂછયો,
પરમાત્મા! તમે પરમાત્મા કેવી રીતે બન્યા?
પરમાત્માએ કહ્યું,
‘પર’માં જતાં મારા સમયને મેં જયારે ‘સ્વ’ને આપ્યો, ત્યારે હું પરમાત્મા બન્યો.
મૈત્રી હોય સ્વ સાથે, મૈત્રી હોય મંત્ર સાથે, મૈત્રી હોય મિત્ર સાથે, મૈત્રી હોય આગમ સાથે, મૈત્રી હોય એક અપરિચિત સાથે… મૈત્રી અનેક પ્રકારની હોય પણ સર્વશ્રેષ્ઠ મૈત્રી હોય છે, સ્વયંની સ્વયં સાથે આત્મમૈત્રી!
જે ‘સ્વ’ મૈત્રી કરી લે છે, એમની સર્વ જીવ સાથે મૈત્રી થઇ જાય છે.
હું અને મારો આત્મા એ હોય છે સ્વમૈત્રી, એ હોય છે આત્મમૈત્રી!
પરમાત્માએ કહ્યું છે,
‘આત્મ મૈત્રી કરવા માટે, તું તારી પાસે જા! તું તારી સાથે વાત કર. તું તને મળ, તું તને જાણી લે, તું તારા ગુણ અને અવગુણને સમજી લે.’
પોતે જ પોતાનો મિત્ર કેવી રીતે બની શકે?
‘પર’થી પર થવું, એ પોતાને મિત્ર બનાવવાનો માર્ગ છે.
સ્વમૈત્રી માટે, તમે તમારી સાથે વાત કરો. તમે, તમને જ તીલલયતશિંજ્ઞક્ષત આપો. તમે જ તમારો શક્ષક્ષયિ દજ્ઞશભય સાંભળો.
જે પોતાના શક્ષક્ષયિ દજ્ઞશભયને સાંભળે છે, તે શક્ષક્ષયિ ાયફભયનો અનુભવ કરે છે.
હા, એક વ્યક્તિ જયારે આત્મા સાથે મંત્રી કરવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે કદાચ શરૂઆતમાં સફળતા મળે કે ન મળે, પણ ધીરે-ધીરે સ્વયંનું મન જ સ્વયંના ગુરુ અને સ્વયંનુ મન જ સ્વયંના શિષ્ય બની જાય છે. ધીમે-ધીમે તમે જ તમારા મન સાથે… તમારા આત્મા સાથે વાત કરતાં-કરતાં, એક પળ એવી આવી જાય છે, જયારે તમે જ તમારા બની જાવ છો.
સ્વ મૈત્રી જ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જે ‘સ્વ’ના મિત્ર બની જાય છે, પરમાત્મા એના મિત્ર બની જાય છે.
‘સ્વ’ સાથે મૈત્રી કરવી એ સરળ છે કે કઠિન છે?
શરૂઆતમાં કદાચ કઠિન લાગે, પણ ધીરે-ધીરે સરળ અને સહજ થઇ જાય છે.
સ્વ મૈત્રી જેની વધવા લાગે, તેની સર્વ મૈત્રી પણ વધવા લાગે છે, જેની ‘સ્વ’ મૈત્રી વધે તેની િીફહશશિંયત ીા થવા લાગે છે, તેના આત્મગુણો ખીલવા લાગે છે.
જેના આત્મગુણો ખીલવા લાગે છે, બધાં જ તેના મિત્રો થવા લાગે છે.
જેની સ્વ મૈત્રી વધવા લાગે છે, તેને, તેના અવગુણો દેખાવા લાગે છે, તેને, પોતાનો ક્ષફિીંયિ દેખાવા લાગે છે. જેને પોતાનો ક્ષફિીંયિ દેખાય છે, તે જ પોતાનો ક્ષફિીંયિ બદલવાનો પુરુષાર્થ કરે છે. જે પોતાનો ક્ષફિીંયિ બદલવાનો પુરુષાર્થ કરે છે, એ પરમાત્માના માર્ગ પર આગળ વધે છે.
સાચો મિત્ર એ હોય, જે તમને વજ્ઞયિંહનું નહીં પણ પ્રજ્ઞાનું ભોજન કરાવે જે તમને સત્યનું ભોજન કરાવે. જે તમને સત્યની રાહ પર લઇ જાય, એ હોય આત્મમિત્ર!
યાદ રાખજો,
જે પ્રજ્ઞા ભોજન કરાવે, તે અનંતકાળની મિત્રતાને નિષ્ઠાપૂર્વક નિભાવે.
આત્મમૈત્રીનું પરિણામ જ્ઞાતા દૃષ્ટાભાવ:
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને સાર્થક કરનારો કોઇ શ્રેષ્ઠ ભાવ હોય, તો એ છે જ્ઞાતા દૃષ્ટાભાવ!
તમે જયારે તમારા મિત્ર બની જાવ છો, ત્યારે તમે તમારી દૈહિક પ્રવૃત્તિઓને નિહાળો છો અને તમે તમારી ળશતફિંસયતને ભજ્ઞિયિભિં કરતાં જાવ છો, એને ાયરિયભિં કરતા જાવ છો.
પોતે જ પોતાને ભજ્ઞિયિભિં કરવું અને પોતે જ પોતાને ાયરિયભિં કરવું, એ જ તો હોય છે આત્મમૈત્રીનો ભાવ, એ જ હોય છે જ્ઞાતા દૃષ્ટાભાવ, એ જ હોય છે આત્મકલ્યાણનો સમ્ય્ક માર્ગ!
આત્મ મિત્રતાનું પરિણામ છે જ્ઞાતાદૃષ્ટા ભાવ! આત્મા સાથે મિત્રતા કરવી ભલે સરળ નથી, પણ કઠિન પણ નથી.
જેમ-જેમ આત્મમૈત્રી વધતી જાય છે, તેમ-તેમ તમારી ઈફિ શુદ્ધ અને શુભ થતી જાય છે. તમારા ભાવો વિશુદ્ધ થવા લાગે છે. તમે જ તમારા અનુશાસક બની જાવ છો અને યાદ રાખજો, એક માત્ર મનુષ્ય જ પોતાના મન પર અનુશાસન કરી શકે છે, માટે જ, મનુષ્ય ભવ અમૂલ્ય છે. મનુષ્યત્ત્વ જ શુદ્ધિનું કારણ છે અને મનુષ્યત્ત્વ જ મોક્ષનું કારણ છે.
॥ પણ ઊર્મૈ પણૂશ્ર્રૂળર્ઞૈ ઇંળફર્ઞૈ ર્રૂૈડ પળજ્ઞષ્રૂળજ્ઞ ॥
ભગવાને કહ્યુંં છે;
એક માત્ર મન જ અવગુણોથી મુક્ત કરાવી શકે છે, દોષોથી મુક્ત કરાવી શકે છે.
જેમ-જેમ આપણી આત્મમૈત્રી વધતી જાય છે, જેમ-જેમ આપણી મનમૈત્રી વધતી જાય છે, તેમ-તેમ આપણી આત્મશુદ્ધિ અને આત્મ વિશુદ્ધિ વધતી જાય છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મવિશુદ્ધિનું શ્રેષ્ઠ પર્વ છે.
———–
પર્યુષણની પરમ પ્રેરણા
મારી નમ્રતાની પા… પા… પગલી
* પર્યુષણ મહાપર્વ:
* નમ્રતાને વધારવાનું પર્વ.
* ઝૂકાવવાનું નહીં, ઝૂકવાનું પર્વ.
* સ્વભાવને પરિવર્તિત કરવાનું પર્વ.
* ઊલજ્ઞની ગાંઠને ખોલવાનું પર્વ.
* પારિવારિક પ્રેમનો ધર્મ શીખડાવનારું પર્વ.
* ગુણ પ્રાગટ્યનો ધર્મ શીખડાવનારું પર્વ.
* ખુશી મનાવવાનું નહીં, ખુશી પ્રગટાવવાનું પર્વ.
* પર્યુષણ મહાપર્વ ૧ વર્ષના જૈનત્વને યિક્ષયૂફહ કરવાનો િીબબયિ તફિંળા નથી પણ જનમોજનમના સદ્ગુણોને યિભવફલિય કરવાનું પર્વ છે.
* પર્યુષણ મહાપર્વ આત્મિક શિલશમશિું ને મજ્ઞૂક્ષ કરી, આત્મિક નમ્રતાને મયદયહજ્ઞા કરવા માટે હોય છે.
* ક્રોધી હજુ પણ ક્ષમા આપી શકે, પણ અહંકારી ક્યારેય ક્ષમા ન આપી શકે.
* આ જગતનો સૌથી મોટો યલજ્ઞ છે: ‘યલજ્ઞ’ ઈં ફળ ાયરિયભિ!ં
ઊલજ્ઞ-છયહફશિંજ્ઞક્ષતના ભહજ્ઞવિંયતને કાપવાવાળી તભશતતજ્ઞિ!
ઙયરિયભિં નામનો યલજ્ઞ છોડનાર વ્યક્તિ જ આ જગતનો સૌથી ાયરિયભિં ાયતિજ્ઞક્ષ હોય છે.
* ‘હું તો ભૂલ કરતો જ નથી.’ આ યલજ્ઞ જ આપણને ભૂલ કરાવે છે.
આપણી હફક્ષલીફલય અને આપણી બજ્ઞમુ હફક્ષલીફલય જ આપણા પરિવારને સ્વર્ગ અથવા નર્ક બનાવે છે.
* નમ્રતાની નિધિ હોય એનો સદાય વિકાસ હોય.
* જીલલયતશિંજ્ઞક્ષની પાછળ રહેલા જ્ઞાનને તો બધાં જાણી શકે છે, પણ તીલલયતશિંજ્ઞક્ષતની પાછળ રહેલા અભિમાનને કોઇ ઓળખી શકતું નથી.
* જયારે આપણે વણમાગી સલાહ આપીએ છીએ ત્યારે આપણે આપણા યલજ્ઞને તફશિંતરુ કરીએ છીએ અને સામેવાળાના યલજ્ઞને વીિિં કરીએ છીએ.
* જયાં યિતાયભિં ન હોય, ત્યાં તીલલયતશિંજ્ઞક્ષની યરરયભિં નહીં, તશમય યરરયભિં વધારે હોય.
* પરિગ્રહ અહંકારનું યિલીહફજ્ઞિિં હોય છે.
* જેનો ક્ષફિીંયિ બદલાઇ જાય, તે તિિીંભિીંયિ રયિય સિદ્ધ ભગવાન બની જાય.
* ગુરુ એમના તીાયિ દશતશજ્ઞક્ષથી તીાયદિશતશજ્ઞનિા રૂપમાં આપણી આસપાસ હોય છે.
———-
સરોવર કરતાં વાદળાં અને પૈસાદાર કરતાં દાનવીર વધુ વખણાય છે
– ધીરજમુનિ મ. સા.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંતરમાં ડોકિયું કરવા માટે છે. પોતાની ભૂલોનું સંશોધન કરવા માટે છે. નાના-નાના નિમિત્તો અને ડગલેને પગલે ઊભી થતી પરિસ્થિતિમાંથી સજાગતાપૂર્વક પસાર થવાનું છે.
પયુર્ષણ પર્વની પુનિત પળ, પરભાવથી સ્વભાવમાં પાછા ફરવા માટે છે. જગતમાં નામ ગમે તેટલું મોટું હોય, પરંતુ બીજાને ઉપયોગી ન બની શકીએ તો શું કામનું? પૈસો જિંદગી માટે જરૂરી છે પણ તમે તેને અનિવાર્ય બનાવી દેશો તો પૈસાની ખાતર જીવનના મોંઘેરા વરસો સાવ વેડફાઇ જશે. પૈસાની જરૂર છે આરામથી જીવવા માટે, મજેથી રહેવા માટે! રૂપિયા જરૂરી છે એના વગર જીવી ના શકાય પણ રૂપિયા એટલા બધા ના હોવા જોઇએ કે જિંદગી જ બિનજરૂરી બની જાય! ‘કશદય ૂશવિં ખજ્ઞક્ષયુ, ગજ્ઞિં ઋજ્ઞિ ખજ્ઞક્ષયુ’ પૈસા સહિત જીવો, પૈસા માટે ન જીવો.
પૈસો ન જાણે કેવા કામો કરાવે છે અને જ્યારે પૈસો જ બેશરમ થઇને બોલવા માંડે છે ત્યારે સચ્ચાઇ શરમાઇ જાય છે! જિંદગી સંકોચાઇને બહુ પાછળ રહી જાય છે! પોતાના ‘લાભ’ માટે ‘ભલા’ બનો. જેના જીવનમાં દાન નહીં તેને કયાંય સ્થાન નહીં. લક્ષ્મી ચંચલ છે, તેની ત્રણ જ ગતિ છે. (૧) દાન, (૨) ભોગ અને (૩) નાશ.
પૈસા માટે પરસ્પરનો પ્રેમભાવ ન ઘટે અને એકબીજાનો મૈત્રીભાવ ટકી રહે તે અતિ જરૂરી છે. પૈસાનું બીજું નામ ‘દોલત’ છે. આવે ત્યારે દોલત અને જાય ત્યારે બે લાત મારીને જાય છે!
કોઇક સાચું જ કહ્યું છે કે-સરોવર કરતાં વાદળા વખણાય છે અને પૈસાદાર કરતાં દાનવીર વધુ વખણાય છે. આજે પણ દુનિયા ભામાશા, જગડુશા, ખેમો દેદરાણી વગેરેને યાદ કરે છે.
જીવનમાં ‘યોગી’ન બની શકાય તો બીજાને ‘ઉપયોગી’ બનવાનું સૂત્ર અપનાવવું જરૂરી છે.
દુનિયામાં જૈનોની વસતી અલ્પ હોવા છતાં પ્રભુ મહાવીરના અપરિગ્રહના સિદ્ધાંતને કારણે જૈનોનું દાન અઢળક છે.
‘ધર્મસ્ય આદિ પદં દાનમ્!’ ધર્મની શરૂઆત દાનથી જ થાય છે. જૈન શાસ્ત્રોમાં નવ પ્રકારના પુણ્ય બતાવ્યા છે.
“ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી
કરો ઉપકાર કમાણી, એ છે પ્રભુ વીરની વાણી
અન્ન, પાણી, વસ્ત્ર, વસતી, સામગ્રી તેમ જ મન-વચન-કાયાને શુભ ભાવમાં રાખવાથી અને વડીલોનો વિનય કરવાથી નમસ્કાર પુણ્ય બંધાય છે. પર્યુષણમાં પરિગ્રહની આસક્તિ છોડી ધર્મ અને સમાજના સારા કાર્યમાં સંપત્તિનો સદ્વ્યય કરી લક્ષ્મી બનાવવાનો શુભ ભાવ કરી આગળ વધવાનું ભૂલશો નહીં!!!

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.