મારી નમ્રતાની પા… પા પગલી

પુરુષ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ એટલે I am perfectના egoથી મુક્ત થઇ, નમ્રતાના ગુણનું પ્રાગટ્ય કરવું.
તમારો ego એ એવી કાતર છે, જે તમારા સંબંધોના વસ્ત્રાને કાપે છે.
Ego જેટલો વધારે એટલી ક્ષમાપના કરવામાં વાર લાગે.
Anger problems ઓછા હોય છે, પણ ego problems વધારે હોય છે. Ego Anger માં અને anger માં convert થઇ જાય છે.
Ego એક ગાંઠ બની જાય છે, સંવત્સરીની સોઇમાં ક્ષમાપનાનો દોરો પરોવવો હોય તો પહેલાં બધી ગાંઠોને ખોલવી પડે, ક્યારેક સંબંધોની ગાંઠોને ખોલતી વખતે તમે તેને વધારે ગૂંચવી નાખો છો, કેમ કે, I am perfect હોવાનો પરિગ્રહ હોય છે.
જેણે આ પરિગ્રહને છોડયો, તે આ જગતનો perfect હોય છે.
Ego Kidneyના stone જેવો painful  હોય છે.
ગુરુની વાણી ego અને anger આગને બુઝાવી નાખે છે.
તમારી language અને તમારી body language જ તમારા પરિવારને સ્વર્ગ અથવા નરક સમાન બનાવે છે. માટે જ વારંવાર અનુપ્રેક્ષા કરવી જોઇએ કે તમારા વાણી અને વ્યવહારમાં નમ્રતા છે કે કઠોરતા?
પ્રભુ જેવા વાણી અને વ્યવહાર કરવા એ પ્રભુને શ્રેષ્ઠ વંદના છે.
જયાં અભિમાન હોય છે, ત્યાં પરિવાર તૂટતા હોય છે.
જયાં નમ્રતાની નિધિ હોય છે, એમની નિધિ હંમેશાં વધતી હોય છે.
પરિવારમાં સલાહ દેવી યોગ્ય છે, પણ એ સલાહ આદત ન બની જવી જોઇએ.
સલાહની પાછળ જ્ઞાન છે, તે બધાં માને છે, પણ સલાહની પાછળ અભિમાન છે, તેને કોઇ નથી જાણતું. જે પરિવારસંઘ, સમાજમાં problems હોય છે. ત્યાં સલાહ દેવાવાળાને તેઓ જ્ઞાની માને છે કે અભિમાની? અભિમાની!
જયારે તમે વણમાગી સલાહ આપો છો ત્યારે તમે તમારા egoને satisfy કરો છો અને સામેવાળાના યલજ્ઞ ને hurt કરો છો.
નમ્રતા આવે કેવી રીતે? નમ્રતા લાવવાનો ઉપાય શું?
અભિમાની હતા ઇન્દ્રભૂતિ ગૌતમ… પણ જયાં એમણે પ્રભુવીરના ગુણોની વિરાટતાને જોઇ, એમના સ્વયંના ગુણોનો પરિગ્રહ છૂટી ગયો અને નમ્રતા આવી ગઇ.
જેટલો પરિગ્રહ વધારે એટલો અહંકાર વધારે.
અહંકાર સ્વયંનો ઓછો હોય છે, આસપાસવાળાના કારણે વધારે હોય છે.
જેનામાં નમ્રતા આવી જાય છે, તેનો nature બદલાઇ જાય છે અને તે structure free સિદ્ધ બનવાને પાત્રવાન બની જાય છે.
પરિવારમાં જ્યારે કોઇને help કરવાના ભાવ થાય છે, ત્યારે તે suggestions આપવાનું શરૂ કરી દે છે. Suggestionsના કારણે ક્યારેક સંબંધોમાં મીઠાશ આવે છે, તો ક્યારેક ખટાશ!
ગુરુ પણ શું કરે છે?
પહેલાં ભૂલ કરવા દે છે, પછી ભૂલને realise કરાવે છે અને પછી શિલવિંright path પર લાવે છે,
જે વ્યક્તિ અકકડ હોય, તે ક્યારેય નમી ન શકે, ઝૂકી ન શકે.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ નમવાનું, ઝૂકવાનું પર્વ છે.
જયાં નમ્રતા છે, ત્યાં પ્રસન્નતા છે. ત્યાં હળવાશ છે.
જયાંI am perfect“p¡ ego છે, ત્યાં અશાંતિ છે.
check કરો.
Who is bigger ? You or your I ?
તમારાથી મોટો છે તમારો અહંકાર અને એના કારણે જે તૂટે છે, તમારો પરિવાર!
તો શું કરવું જોઇએ?
નમ્રતાની પા… પા પગલી ભરવાની શરૂ કરી દો, તમારો અહંકાર છૂટી જશે.
નમ્રતાના ગુણને પ્રગટાવવો એ છે પર્યુષણની સાર્થકતા!
——————————
પર્યુષણની પરમ પ્રેરણા
મારા પરમાર્થની પા… પા… પગલી
* પરમાર્થ એટલે જ્ઞાનરૂપી એ સંપત્તિ
* જે આપણને પરમ અર્થ સુધી લઇ જાય.
* જે સમજ બનીને આપણને દુ:ખમાં પણ સુખી કરે.
* જેને પરમાત્માએ અર્થ માની છે.
* જે આપણા heart ને  soft બનાવે.
* જે જીવનમાં પ્રસન્નતા લાવે.
* જે પરમાત્માની belief ને આપણી belief બનાવે.
* અર્થ એટલે સંપત્તિ અને પરમ અર્થ અર્થાત્ પરમાર્થ એટલે સમજ!
* દાન શ્રેષ્ઠ છે, પણ પરમાર્થ સર્વશ્રેષ્ઠ છે.
* અર્થને છોડી ન શકાય, પણ પરમાર્થને વધારી શકાય.
* જીવનનો કોઇ અર્થ નથી,પણ અર્થ નક્કી કરવા માટે જીવન છે.
* અર્થને વ્યર્થ માનવું એ પરમાત્માની માન્યતા હતી. અર્થને આપણી સમર્થતા માનવી એ આપણી મૂર્ખતા છે.
* જીવન ચલાવવા માટે અર્થની જરૂર હોય છે, પણ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પરમાર્થની જરૂર હોય છે. આપણને અર્થની વ્યર્થતાને સમજીને પરમાર્થને priority આપવી જોઇએ.
* જ્ઞાન ક્યારેય નિષ્ફળ ન જાય, જ્ઞાન ધીરે-ધીરે સંસ્કારોનું સર્જન કરે છે.
* એક જ સમજને વારંવાર ઘૂંટવાથી તે આપણી belief બની જાય છે.
* આ પર્યુષણથી મારો સંકલ્પ: ૩૨ આગમ એકવાર વાંચવા કરતાં, એક આગમને ૩૨ વખત વાંચવું છે.
* સત્સંગ એટલે…
* મારું અને મારા પરમાત્માનું connection.
* મારી અને મારા ગુરુ સાથે સહકર્મિતા કરવાનું માધ્યમ.
* મારી અને મારા પરમાત્માની વિચારધારાને એક કરવાવાળું તત્ત્વ!
* સત્સંગના એક વચનમાં આપણા અનંતકાળને સુધારવાની ક્ષમતા હોય છે.
* મારી અને મારા પરમાત્માની માન્યતા અલગ હોવી એ મિથ્યાત્વ છે અને મારી અને મારા પરમાત્માની માન્યતા એક હોવી તે સમ્યકત્વ છે.
* ‘દેવાનુપ્રિય’ એક એવો password છે, જે સામેવાળાના Heartનિં File ને Open કરી દે છે.
* સંપત્તિ જ્યાં નિષ્ફળ થઇ જાય, સમજ ત્યાં સફળ થઇ જાય.
* સંપત્તિનું દાન અર્પણ કરવું એ માત્ર દાન છે અને સમજનું દાન અર્પણ કરવું એ પરમાર્થ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.