મારી દાનની પા… પા… પગલી

મેટિની

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ એટલે અનંતકાળની મોહનિદ્રામાં સૂતેલા આત્માને જગાડનારો Alarm!
શ્રાવકના ચાર કર્તવ્યમાં એક કર્તવ્ય છે દાન!
દાનના અલગ-અલગ પ્રકાર હોય છે. દાન એક પ્રકારનોtax હોય છે.
વ્યક્તિ જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી તે ‘પર’માં પ્રવૃત્ત રહે છે, ‘પર’નો ઉપયોગ કરે છે.
તમે જ્યારે ‘પર’નો ઉપયોગ કરો છો, ત્યારે ‘પર’ને ફિંડ્ઢ આપવો જોઈએ ને, નહીં તો સ્વાર્થી કહેવાઓ!
જે સંસારસ્થ હોય, તેને દાનની જરૂર હોય.
જે આત્મસ્થ હોય, તેને જ્ઞાનની જરૂર હોય.
તમારાથી શક્ય હોય એટલી અન્યને સહાય કરો, કોઈનાproblemsમાં એમને સમાધાન આપો, કોઈને આર્થિક સહાય કરો, ક્યાંક શાસનની પ્રભાવના કરો, કંઈ ને કંઈ અર્પણ કરો.
જે ગ્રહણ કરે છે અને અર્પણ નથી કરતાં તે સ્વાર્થી હોય છે.
જે સ્વીકાર કરે અને સદ્ભાવ ન રાખે તેને શું કહેવાય?
Donor કે Donni?
તમને પ્રભુનો ધર્મ મળ્યો, પ્રભુનું શાસન મળ્યું, તમને ઘણો બધો લાભ થયો પણ તમારાથી પ્રભુને શું લાભ થયો?
જે પ્રભુના ધર્મની પ્રભાવના કરે છે તેને શાસન પ્રભાવક કહેવાય છે અને શાસન પ્રભાવના એ પણ દાનનો એક પ્રકાર છે.
ઉપાશ્રય મારા પ્રભુનું ઘર છે અને ઉપાશ્રયમાં સમય, શ્રમ અને સંપત્તિનું દાન આપવું એ મારું કર્તવ્ય હોવું જોઈએ. શાસનમાં સલાહ ઓછી અને સહકાર વધારે આપવો જોઈએ.
જે સહકાર આપે છે, સહયોગ આપે છે, સહારો આપે છે તે શ્રેષ્ઠ હોય છે, કેમ કે, તે કંઈક અર્પણ કરે છે.
અભયદાન, યોગદાન, સહયોગદાન, આર્થિકદાન, પ્રેમનું દાન, હૂંફનું દાન, smileનું દાન… જે સમયે જેની અનુકૂળતા હોય તે આપવું જોઈએ.
કોઈને સમાધાન આપવું એ પણ એક પ્રકારનું દાન છે.
તમારી આસ-પાસ તમારો પરિગ્રહ વધારે એવા પરિચિતોથી દૂર રહેજો અને પરિગ્રહ ઘટાડે એવા સ્વજનોની સમીપ રહેજો.
સંપત્તિ lockઅને key જેવી હોય છે.
Right side key ઘુમાવો તો lock ખુલી જાય અનેleft side ઘુમાવો તો બંધ થઈ જાય.
સંપત્તિ Right દિશા તરફ વળે તો સંસારને ઘટાડે અને left દિશા તરફ વળે તો સંસાર વધે.
વિચાર કરો, તમારો હાથ આપવા માટે વળે છે કે રાખવા માટે?
આપવાવાળાની પ્રગતિ થાય છે અને પ્રસન્ન
રહે છે.
આપેલું ખુશી લાવે છે, રાખેલું રાખમાં ભળે છે.
સાધર્મિક સહાય એ પણ દાનનો પ્રકાર છે.
સાધર્મિક જિનશાસનનું એક અંગ હોય છે.
સાધર્મિકને supportઆપી, એને સ્થિર કરવા એ દરેક શ્રાવકનું કર્તવ્ય હોય છે.
તમારું દાન, તમારી સહાય, તમારું યોગદાન સ્વીકારનાર તમારા માટે મહા ઉપકારી હોય છે, એમનો સદાય આભાર માનવો જોઈએ. કેમ કે, એમણે તમારું દાન સ્વીકારી તમને પુણ્ય ઉપાર્જન કરવાની તક આપી છે, તમારા પરિગ્રહ નામના અવગુણને ઘટાડ્યો છે.
તમને ગમે તેટલું અર્પણ કરવાના ભાવ હોય પણ સામે કોઈ સ્વીકારનાર જ ન હોય તો??
જેમના જબરદસ્ત પુણ્ય હોય, એ જ દાન કરી શકે.
જે આજે અન્યના દુ:ખને દૂર કરવાની ચિંતા કરે છે, કાલે good luck એની ચિંતા કરે છે.
કંઈક પામવા માટે જેટલા good luckની જરૂર પડે, એનાથી વધારેgood luckની કંઈક અર્પણ કરવા માટે જરૂર પડે છે.
દાનની પા… પા પગલી ભરી શ્રાવકનું કર્તવ્ય નિભાવી પર્યુષણને સાર્થક કરવા જોઈએ.
———-
* મારી દાનમોહ અને આસક્તિની નિદ્રામાં સૂતેલાં આત્માઓને જગાડવા પર્યુષણ મહાપર્વ ફહફળિ બનીને આવે છે.
* દાનના અલગ-અલગ પ્રકાર હોય છે.
અભયદાન: કોઈને જીવનદાન આપવું, ભયથી મુક્ત કરાવવું.
સહયોગદાન: વિષમ પરિસ્થિતિમાં હોય તેને સમાધાન આપવું.
શાસન પ્રભાવના દાન: પ્રભુના ધર્મનું પ્રભાવના કરવી, શાસનની સેવા કરવી.
* આત્મા જ્યારે ‘પર’ના પ્રભાવમાં જાય છે, ત્યારે તેને બે પ્રકારના ફિંડ્ઢ ભરવા પડે છે; (૧) પાપ અને (૨) પુણ્ય.
* સંસારી આત્મા સંસારમાં હોય ત્યાં સુધી ‘પર’નો ઉપભોગ કરતો હોય છે, જ્યારે આપણે ‘પર’નો ઉપભોગ કરીએ છીએ, ત્યારે આપણે ‘પર’ને કાંઈક આપવું પણ જોઈએ.
* જે આત્મસ્થ હોય તેને જ્ઞાનની અને જે સંસારમાં હોય તેને દાનની જરૂર હોય.
* પરમાર્થી- જે લે કાંઈ નહીં, આપે ઘણું બધું.
* સ્વાર્થી – જે લે ઘણું બધું, આપે કાંઈ નહીં.
* આપણા progress ના સમય પર નહીં, પણ problems ના સમયે જે partner બને, તે સાધર્મિક હોય.
* મન, વચન અને કાયાના યોગોથી, શાસન માટે યોગદાન અર્પણ કરવું, એ શ્રેષ્ઠ દાન કહેવાય છે.
* શાસનની સેવા કરતી વખતે સલાહ ૨૦% અને સહયોગ ૮૦% આપવો જોઈએ.
* સંપત્તિની બે દિશા હોય છે. એક સંસાર વધારે છે, એક સંસાર ઘટાડે છે. સંપત્તિ સંસારનું કારણ પણ બને છે અને મુક્તિનું કારણ પણ બને છે.
* મારું અનુદાન કોઈની સમસ્યાનું સમાધાન બનવું જોઈએ.
* જો તમને કોઈનું દુ:ખ ન દેખાય, તો સમજજો તમારી આંખોમાં તમારા સુખના સ્વાર્થના Cataract આવી ગયાં છે.
* Help કરવા માટે money પછી, પહેલાં મન જોઈએ.
* કોઈની વેદનામાં speaker નહીં, supporter બનવું
જોઈએ.
* જેના હૃદયમાં આજે કોઈના માટે ચિંતા છે, કાલે good luck એની ચિંતા કરવા લાગે છે.
* પરિગ્રહ વધારે એવા પરિચિતોથી દૂર રહેવું, પરિગ્રહ ઘટાડે એવાને સ્વજન માનવા.
* કોઈ પડી જાય ત્યારે તેની ટીકા ન કરાય, પણ તેને ટેકો આપી ઊભા કરાય.
———–
દીવાલને રંગવાનું પર્વ દિવાળી અને દિલને રંગવાનું પર્વ પર્યુષણ: પૂ. ધીરજમુનિ મ.સા.
પર્વાધિરાજ પર્યુષણ દાન-તપ-શીલ-તપ-ભાવની પ્રેરણાનું પાથેય લઈને પધાર્યા છે. માત્ર પૈસાનું દાન એ જ દાન નથી. દાનના અનેક પ્રકાર છે, જ્ઞાનદાન, સુપાત્ર દાન, ઉચિત દાન, અભયદાન, સમ્યગદાનનો પ્રસાર, શિક્ષણ સહાયતા જ્ઞાનદાન છે. ત્યાગી, વૈરાગી
સંત-મહંતોને અપાતું દાન એ સુપાત્ર દાન છે. પોતાના પરિવારના જરૂરિયાતમંદ સભ્યને મદદ કરવી એ ઉચિત દાન છે અને જીવમાત્રને અભય આપવું એ અભયદાન છે.
શીલ એટલે સદાચારનું પાલન કરવું એ જ જીવનની મહત્તા છે. દુનિયા ચરણને નહીં, આચરણને પૂજે છે. આજે લોકોને કરિયરની ચિંતા છે, પણ કેરેક્ટરની ચિંતા કરશો તો કરિયર તો બની જ જશે. જીવનમાં અસંયમ વધે નહીં તે અતિ જરૂરી છ. બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે આ બધાની પાછળ મુખ્ય કારણ અસંયમ છે. પ્રભુ મહાવીર કહે છે કે જેના જીવનમાં સંયમ, નિયંત્રણ આવશે તે સદાચારી બન્યા વિના રહેશે નહીં. તપ એટલે કાયાને કષ્ટ આપીને વિચારવાનું છે કે શરીર અને આત્મા એક નથી, ભિન્ન છે. વેદના, અશાતા, દુ:ખ શરીરને છે, અમર આત્માને નહીં. કોઈના પર તપવું નહીં તે પણ એક પ્રકારનું તપ જ છે. જૈન ધર્મમાં હજારો, લાખો ઉપવાસ (એકમાત્ર પાણીના આધારે) થશે. વિલે પાર્લેમાં મોહનભાઈ જૈન ૫૧ ઉપવાસ કરી રહ્યા છે. પાર્લા (ઈસ્ટ)થી ચાલીને તેઓ વેસ્ટમાં આવેલા વીરાણી જૈન ધર્મસ્થાનકમાં આવે છે. આનું નામ આત્માની શક્તિ. ભૂખથી ઓછું ખાવું અથવા મર્યાદિત વસ્તુઓ લેવી એ પણ તપ છે. ભાવ એટલે વિચારોની શુદ્ધિ, આત્માના શુદ્ધ-વિશુદ્ધ-શુદ્ધ પર્યાય.
‘મધુબન ખુશ્બૂ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ,
ચંદ્રમા શીતલતા દેતા હૈ, પ્રભુ! ભક્તિ કા વરદાન દેતા હૈ…’
જીવનને ભક્તિમય બનાવો. વિચારોની શુદ્ધિ થયા વિના રહેશે નહીં. અરે! શત્રુ પણ મિત્ર બન્યા વિના રહેશે નહીં. પ્રભુ મહાવીરના સમવસરણમાં જાતિ વેર ભુલાઈ જાય છે. સિંહની બાજુમાં બેસીને બકરી પણ પ્રભુના વાણીરસનું પાન કરે છે. આજનો માનવી ઘણાં કામ કરે છે, પણ ભાવોની, વિચારોની શુદ્ધિના અભાવે સુખી બની શકતો નથી. આવો આપણે દિલને રંગી લઈએ. જૈન ધર્મનો લોકજીભે ગવાતો આ દોહરો ઘણું કહી જાય છે!
દાન, શિયલ, તપ, ભાવના, ધર્મના ચાર પ્રકાર,
કરો, આરાધો ભાવથી, ઊતરશો ભવપાર…
———
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા
આશા દીપ ચેરિટેબલ ટ્રસ્ટ: ૨૬મી ઑગસ્ટના ડૉ. સુરેશ ગાલાનું નવકારશીનું રહસ્ય વિષય પર વ્યાખ્યાન અને શર્મિલા સંગાથે ભક્તિભાવનાનું નાણાવટી ઓડિટોરિયમ, નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભકિતભાવના રાતે આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને નવ વાગ્યાથી
દસ વાગ્યા સુધી પ્રસિદ્ધ વક્તાઓનું વક્તવ્ય.
શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા: શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા, શ્રી માનવ સેવા સંઘ-સાયન, જૈન સોશિયલ ગ્રુપ-માટુંગા, જે.જે.સી. સાયન-માટુંગા અને જૈન સોશિયલ ગ્રુપ સાયનના સંયુક્ત ઉપક્રમે પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે પરિવાર ઓળખ કે આધાર વિષય પર તા. ૨૬મી ઑગસ્ટના નેહલબહેન ગઢવીનું પ્રવચન, શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી અહેમદ કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ ખાતે. પ્રવચન પહેલાં દરરોજ ૮.૪૦ કલાકે ભક્તિભાવના અને નવ વાગ્યે પ્રવચન.
ત્રિ-દિવસીય અમૃત પ્રવચનધારા: જૈન જાગૃતિ સેન્ટર્સ અને જૈન સોશિયલ ગ્રુપ્સના ઉપક્રમે તા. ૨૬મી ઑગસ્ટ, ૨૦૨૨ના પ્રો. સ્વપ્નિલ કોઠારીનું આધ્યાત્મિક સમૃદ્ધિ માટે દૃષ્ટિકોણ બદલાવો વિષય પર પ્રવચન. ભક્તિગીત રૂપાબહેન ડગલી. વિશ્ર્વકર્મા હોલ, બજાજ રોડ, વિલે પાર્લે (વેસ્ટ). ભક્તિભાવના રાતે ૮.૩૦ કલાકે અને પ્રવચન રાતે ૯ કલાકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.