પૂ. શ્રી ધીરગુરુદેવ પ્રેરિત વિરાણી બહેરા-મૂંગા શાળાને કવેસ્ટ ફાઉન્ડેશનનું ૧.૫૧ કરોડનું દાન

41

રાજકોટ: શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા-મૂંંગા શાળા ટ્રસ્ટ-રાજકોટ દ્વારા પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલમાં માસ્વામી જયવિજયાજી મહાસતીજી સ્મૃત્યર્થે શ્રીમતી બીનાબેન અજયભાઇ શેઠ હ. કવેસ્ટ ફાઉન્ડેશન સાયન-મુંબઇ તરફથી ગર્લ્સ હોસ્ટેલ નામકરણમાં રૂપિયા ૧ કરોડ ૫૧ લાખનું માતબર દાન અર્પણ કરાતાં ઉમંગ છવાયો છે. આ પ્રસંગે સેવાભાવી શ્રી હરેશભાઇ વોરા ઉપસ્થિત હતા. નવનિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે, તેમ રજનીભાઇ બાવીસીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!