મુંબઈ: શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ, હિંગવાલા મોટા ઉપાશ્રયે પૂ. શ્રી. ધીરગુરુદેવનો શ્રી ઉર્વિશ વોરાના નિવાસેથી સકલ-સંઘની સ્વાગત યાત્રા સહિત શાનદાર પ્રવેશ સંપન્ન થયેલ.
શ્રી પી. એમ. ફાઉન્ડેશન-રાજકોટ પ્રકાશિત ઠાણાંગ સૂત્ર ભાગ-૩, અને પ્રેરણા-સાક્ષીભાવ વિશેષાંકની વિમોચન વિધિ જૈન અગ્રણી શ્રી શશીકાંત જી. બદાણી, શ્રી પ્રાણભાઇ વેકરીવાળા, શ્રી સંજય સંઘવી, શ્રી મીનેશ શાહ, શ્રી જીતુ મહેતા, શ્રી પ્રિયાંગ શાહ, શ્રી અજય શેઠ વગેરેના હસ્તે કરવામાં આવેલ. સમારોહમાં દરેકને પ્રેરણા જ્ઞાનપ્રસાદી રૂપે અર્પણ કરાયેલ.
૨૦૧ વર્ષ જૂનું અખબાર ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી નીલેશ દવેનું જૈન સમાજવતી પાઘડી પહેરાવી સન્માન કર્યા બાદ ચોથી જાગીર સમા અખબારની નીતિ અને લોકપ્રિયતાને બિરદાવવામાં આવેલ.
હિંગવાલા સંઘમાં આયંબિલ ભવનમાં બીજા માળે આનંદમંગલ હોલના નૂતનીકરણમાં ૨૪ તીર્થંકરની એક તીર્થંકર તકતીનો નકરો રૂ. ૫,૪,૦૦૦/- (રૂા. પાંચ લાખ ચાર હજાર)માં વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવાની ઘોષણા કરવામાં આવેલ. જેમાં નયનાબેન રૂપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, ભારતી ગુણવંત ગોપાણીએ શુભારંભ કરતાં ઉમંગ છવાયો છે. હજી ૨૦ દાતા આવકાર્ય છે. તા. ૨૮થી આયંબિલ ઓળી પ્રસંગે રોજ ૯ વાગ્યે સમૂહ ભક્તામર અને ૯.૩૦ કલાકે પ્રવચનશ્રેણી યોજાશે. તપસ્વીઓનું બહુમાન રોજ ક્વેસ્ટ ફાઉન્ડેશન તરફથી કરાશે. પૂ. ગુરુદેવના પ્રવચન ધીર પ્રવચન ધારા ચેનલમાં યુ-ટ્યૂબમાં પ્રસારિત થશે. સંઘના કાર્યને વેગ આપવા હિંગવાલા યંગ ફ્રન્ટની સ્થાપના કરવામાં આવેલ છે. ઠાણાંગ સૂત્ર હિંગવાલા ઉપાશ્રયેથી મળી શકશે. તેમ મુકેશ કામદારની યાદીમાં જણાવાયું છે. ઉ