નવી દિલ્હીઃ પૂજ્ય મોરારીબાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાના નિધન પર પત્ર લખીને દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
બાપુએ દિલસોજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે યશસ્વી અને અમારા રાષ્ટ્રના રાષ્ટ્ર પુરુષ, આત્મીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી. જય સીયારામ. હમણાં પૂજ્ય હીરાબાના નિર્વાણના સમાચાર મળ્યા. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર હીરાબા… એમની વિદાયથી કોને પીડા ના થાય ? પૂજ્ય માના નિર્વાણને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપ સૌને અને સમગ્ર પરિવારને મારા તરફથી મારા વ્માયસપીઠ સાથે સંકળાયેલા તમામ લોકો વતી દિલસોજી પાઠવું છું. પૂજનીય મા રામશરણ પામ્યા હું મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ધન્ય માતા, ધન્ય પુત્ર, ધન્ય પરિવાર! રામ સ્મરણ સાથે…
હીરાબાના નિધનથી આખું રાષ્ટ્ર શોકમાં છે અને મોદીજીને આ કપરાં સમયમાંથી બહાર આવવાની શક્તિ ઈશ્વર આપે, એવી પ્રાર્થના કરી રહ્યું છે.
પૂ. મોરારીબાપુએ હીરાબાને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
RELATED ARTICLES