Homeઆપણું ગુજરાતબગદાણા ખાતે પૂ. બજરંગદાસબાપાની પુણ્યતિથિની ઉજવણીમાં ભાવિકો ઉમટયા

બગદાણા ખાતે પૂ. બજરંગદાસબાપાની પુણ્યતિથિની ઉજવણીમાં ભાવિકો ઉમટયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જિલ્લાના બગદાણાની પવિત્ર ભૂમિ બગદાણા ગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૬ ની પૂણ્યતિથિ મહોત્સવની હજારો ભાવિકોની હાજરીમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
લાખો શ્રદ્ધાળુ ભક્તજનોના રુદિયામાં દેવ કક્ષાએ બિરાજમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુ આશ્રમ ખાતે મહોત્સવમાં ગત રાત્રિથી જ યાત્રિકોનો ભારે જમાવડો થયો હતો. હૈયેહૈયું દળાય એવી મેદની વચ્ચે વહેલી સવારના મંગલ પ્રભાતે આરતી, ધ્વજા પૂજન અને મહિમા પૂર્ણ ગુરુપૂજન શાસ્ત્રોત વિધિ વિધાન પ્રમાણે પૂર્ણ થયા હતા. અહીં ગુરુપૂજન બાદ બાપાને અતિવ્હાલી એવી કુમારીકા દીકરીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસ પણ જોડાયા હતા. ઉમંગ ઉલ્લાસ સાથે પ્રારંભ થયેલી પૂ.બાપાની નગરયાત્રામાં સૌ સામેલ થયા હતા. ઢોલ-ત્રાસા અને ડીજેના તાલ સાથેની રંગદર્શી નગરયાત્રામાં ગુલાલના રંગ સાથે ચોકલેટ પીપરમેન્ટ ઉડતી રહી હતી. આ નગરયાત્રા બગદાણા ગામમાં ફરી હતી. બાપા સીતારામ ના ગગનભેદી નારાઓ સાથેની નગરયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ભોજનાલય વિભાગમાં ગુરુઆશ્રમની પરંપરા પ્રમાણે ભાવિકોએ પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular