Homeવીકએન્ડઓઝવિચ - ઇતિહાસના કારમા ચેપ્ટરની રીવિઝિટ...

ઓઝવિચ – ઇતિહાસના કારમા ચેપ્ટરની રીવિઝિટ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

વર્ષનો અંત નજીક આવતાં જ બધાં રિલેક્ટિવ બની જતાં હોય છે. ખાસ કરીન્ો સ્પોટિફાય રૅપ અન્ો ઇન્સ્ટાગ્રામ યર રેટ્રોમાં તમે વર્ષ દરમ્યાન શું સાંભળ્યું છે અન્ો શું શેયર કર્યું છે, બધું જોવામાં આગળનું પ્લાનિંગ થવા માંડે છે. એક તરફ દુનિયાના અંતની વાતો અન્ો બીજી તરફ એરપોર્ટ કેઓસ, એનર્જી ક્રાઇસિસ વચ્ચે ધાર્યા કરતાં ઓછું ફરવા મળ્યું છે. એવામાં પોલેન્ડ લગ્નના કારણે જવા મળ્યું અન્ો સાથે ફરવાનું પણ પ્લાનિંગ થઈ ગયું ત્ો અત્યંત સ્પોન્ટેનિયસ બની રહૃાું હતું. માઇકે અન્ો સિલ્વેસ્ટરના લગ્નમાં આમ તો જલસા જ કરેલા, પણ પોલેન્ડ આટલું વિગત્ો જોવા મળી ગયું ત્ોમાં આખો અનુભવ અલગ સ્તરનો બની ગયો. જોકે અમે એક ખુશીના મોકા માટે પોલેન્ડ ગયેલાં, પણ એટલે સુધી ગયાં પછી ઓઝવિચ જોયા વિના પાછાં આવવાનું પણ યોગ્ય નહોતું લાગતું. ત્ો સમયે તો અમે માઇકેન્ો પણ ત્ો કહેવાનું ટાળેલું કે અમે ઓઝવિચ પણ જવાનાં છીએ.
ક્રાકાઓથી અમે ઓઝવિચની બસ ટૂર બુક કરાવેલી. અમારી સાથે દુનિયાભરથી આવેલા મુલાકાતીઓ હતા. ઓઝવિચની ટૂરિસ્ટ સ્પોટ તરીકેની લોકપ્રિયતા કે ત્યાં લોકોની ભીડ પર કોમેન્ટ કરવાનો કોઈ મતલબ જ નથી બનતો. દરેક જોવાલાયક સ્થળ મજા જ કરાવે ત્ો જરૂરી નથી હોતું. કેટલાંક વિચારતાં કરી દે ત્ોવાં પણ હોય છે. આ પહેલાં મ્યુનિચ પાસ્ો ડકાઉ કોન્સન્ટ્રેશન કેમ્પ જોવા ગયાં પછી વર્ષો સુધી આવી જગ્યાએ ફરી જાણી કરીન્ો જવાની ઇચ્છા નહોતી થઈ. મનના કોઈ હિસ્સામાં પોલેન્ડમાં ત્ો દિવસ્ો પણ ઓઝવિચ કેમ્પમાં જવાની ઇચ્છા નહોતી જ થતી. ત્યાંનો સ્ોટઅપ, ઇમારતો, કેમ્પના રૂમ, ગોઠવણ, બધું હવે કાં તો ફિલ્મોમાં જોવા મળેલું અથવા પુસ્તકોમાં વાંચવા મળેલું. એટલે ક્યાં શું હશે ત્ોની કોઈ નવીનતા બાકી ન હતી. બસમાં ૭૦ કિલોમીટર જેવું શાંતિમાં વિત્યું. સાથેના પ્રવાસીઓ પણ વાંચવા અન્ો વિચારવામાં મશગ્ાૂલ લાગતા હતા. સ્વાભાવિક છે હવામાં જરાય ઉત્સાહ ન હતો.
ઓઝવિચ પહોંચીન્ો પોઝિટિવ રહેવું જરા મુશ્કેલ બની જાય. ત્યાં પહોંચવા માટે ગ્ોટ સુધી એક લાંબો વર્ક એરિયા ફિલ્ડ, ખેતર જેવો વિસ્તાર પાર કરવો પડે છે. પ્રવેશદ્વાર પર કુખ્યાત જર્મન વાક્ય ‘આરબાઇટ માખ્ત ફ્રાઇ એટલે કે ‘કામ તમન્ો મુક્તિ અપાવશે’, કોતરણી જોઈન્ો હવે નવાઇ નહોતી લાગતી. ઓઝવિચના આંકડાઓથી બધાં જ જાણકાર છે. ગ્ાૂગલ પર મળી રહે ત્ોવી માહિતીમાં અમન્ો જરાય રસ ન હતો. મારા માટે તો ત્યાંની અનુભૂતિ મહત્ત્વની હતી.
ગાઇડે શરૂઆતમાં તો એ જ આંકડાઓ શેયર કર્યા. ત્ોણે ક્યાં શું છે અન્ો અમન્ો ક્યારે પાછાં લઈ જવામાં આવશે ત્ો સિવાય પણ ઘણી ઔપચારિક વાતો કરી, પણ આ એવું સ્થળ છે જ્યાં અચાનક કોઈ મજાની વાત નીકળવાની ન હતી. અમે ત્ોની પાસ્ોથી એવી અપ્ોક્ષા પણ નહોતી રાખી કે અહીં ત્ોની પાસ્ો કોઈ નવો ડેટા કે ટ્રિવિયા હોય. આ ટૂરમાં સાથે ગાઇડન્ો બદલે માત્ર આઇટનરરી જ હોત તો પણ કામ ચાલી ગયું હોત.
૧૯૪૦થી ૪૫ વચ્ચે અહીં એક એક્ટિવ કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. પહેલાં ત્યાં માત્ર પોલિટિકલ કેદીઓન્ો જ લાવવામાં આવેલા, પણ થોડા જ સમયમાં ત્યાં મોટી સંખ્યામાં યહૂદીઓન્ો એકસ્ટરમિન્ોટ કરવામાં આવેલાં. અહીં એક મિલિયનથી વધુ લોકો મોતન્ો ભેટ્યાં છે.
એક વાર ત્યાંના મુખ્ય વિસ્તારમાં પહોંચ્યા પછી જાણવા મળ્યું કે ઓઝવિચના ત્રણ હિસ્સા છે. ઓઝવિચ વન, જયાંથી એડમિન કામ થતું. ઓઝવિચ બિરકેનાઉ, જ્યાં ગ્ોસ ચેમ્બરમાં લોકોન્ો ઠાર કરવામાં આવતાં, ત્યાં જ મોટાં કબ્રસ્તાન પણ છે જ. ત્રીજો હિસ્સો છે ઓઝવિચ મોનોવિઝ, જ્યાં લેબર કેમ્પ હતો. જેમન્ો હજી બિરકેનાઉ મોકલવાનો સમય નહોતો આવ્યો એ લોકો આ કેમ્પમાં મજૂરી કરતાં. આજે મોનોવિઝ તો લોકો માટે ઓપન નથી, પણ બાકીના હિસ્સાઓન્ો મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યા છે.
ત્યાં જે રીત્ો ટ્રેનથી લોકોન્ો લાવવામાં આવતાં, ત્યાંથી લઈન્ો ત્ોમન્ો કઈ રીત્ો ટ્રીટ કરવામાં આવતાં ત્ોની પણ બધાંન્ો પહેલાંથી જાણકારી હોય ત્ોવું લાગ્યું. હવે ત્યાં સાથે આવેલાં દરેકનાં ગમગીન મોઢાં પર ઇમોશનલ સ્ટ્રેસ દેખાઈ રહૃાો હતો. કેદીઓની બ્ોરાક્સમાં આજે મ્યુઝિયમમાં ત્યાં બાળકોએ વોરના સમયે બનાવેલાં ચિત્રો છે. બીજી તરફ ગ્ોસ ચેમ્બરમાં ગ્ોસથી તડપતાં લોકોએ નખથી ખોતરેલી દીવાલો પરનાં નિશાન પણ હજી એમનાં એમ છે. અહીં માણસ જ માણસ પર કેવા અત્યાચારો કરી શકે છે ત્ો સમજવાનું પણ મુશ્કેલ બની જતું હતું.
ત્ો સમયે અમે માત્ર જનરલ ત્રણ કલાકની ટૂર લીધેલી. ત્યાં લાંબી આખા દિવસની સ્ટડી ટૂર પણ શક્ય છે. હિસ્ટ્રીના સ્ટુડન્ટ્સ માટે ત્ો ખાસ રેકમેન્ડ કરવામાં આવે છે. ક્યારેક ત્ો પણ લેવા મળે તો જગતના ઇતિહાસના આ કારમા ચેપ્ટરન્ો જરા વધુ નજીકથી સમજવા મળે ત્ોવું બની શકે.
ઓઝવિચમાં થોડાં દૃશ્યો જોયાં પછી જાણે મન ભારે લાગવા માંડેલું. અહીં અનુભવાયેલા ભૂતકાળની કલ્પના કરવામાં પણ આંખમાં પાણી આવી જતું હતું. ઓઝવિચ જેવી જગ્યા અનુભવ્યા પછી અંદર કંઇક બદલાઈ ગયું હોય ત્ોવું લાગતું હતું. માનવજાત્ો અહીં જે કર્યું છે અન્ો ભોગવ્યું છે, ત્ોમાંથી પણ દુનિયા જે રીત્ો બહાર આવી છે, ત્ો પછી કમસ્ોકમ ભવિષ્ય માટે આશા તો જરૂર બંધાય. કે દુનિયા, આખુંય યુરોપ, ખાસ કરીન્ો જર્મની અન્ો પોલેન્ડ જો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીન્ો પોઝિટિવ રીત્ો વિકસી શકતાં હોય, તો અત્યારે જે બખેડા ચાલી રહૃાા છે, ત્ોે પણ ક્યારેક તો પ્ાૂરા થઈન્ો કોઈના માટે તો બોધપાઠ બનીન્ો રહી જશે ત્ો ભરોસો જાગી ઊઠે છે. અમે એક જર્મન છોકરીનાં પોલિશ છોકરા સાથે લગ્ન અટેન્ડ કરવાના રસ્ત્ો અહીં પહોંચેલાં, ત્ોમાં જ સમય સાથે દુનિયા કેવી બદલાઈ જાય છે ત્ો આશા મજબ્ાૂત લાગતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular