Homeઆપણું ગુજરાતશ્રદ્ધા હત્યાકાંડને લવ જેહાદ કહેવા પર ઓવૈસી ગુસ્સે ભરાયા, આસામના સીએમને કહ્યા...

શ્રદ્ધા હત્યાકાંડને લવ જેહાદ કહેવા પર ઓવૈસી ગુસ્સે ભરાયા, આસામના સીએમને કહ્યા માનસિક બીમાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપથી લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી લઈને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન શ્રદ્ધા હત્યાકાંડને લવ જેહાદ કહેવા પર ઓવૈસીએ આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસે કહ્યું કે આ તેમની માનસિક બીમારી છે.
ગુજરાતમાં એક રેલીને સંબોધતા સરમાએ કહ્યું હતું કે લવ જેહાદના કારણે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. ઔવેસે કહ્યું કે ભાજપના લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે. તેઓ આ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિમંતા બિસ્વા સરમા રાજકીય રમત રમી રહ્યા છે.
ઓવૈસીએ કહ્યું કે, દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનું કારણ પુરુષોની બીમાર માનસિકતા છે. માત્ર શ્રદ્ધા મર્ડર કેસ જ નહીં, આઝમગઢમાં એક છોકરીના છ ટુકડા, દિલ્હીમાં નશાખોરે મા-બાપની હત્યા કરી. ભાજપના લોકો આના પર કેમ કંઈ બોલતા નથી? યુએનએ પણ કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ રોકવાની જરૂર છે. પરંતુ, ભાજપ માત્ર મુસ્લિમો વિરુદ્ધ નફરત પેદા કરવા માંગે છે.
આ દરમિયાન ઔવેસીએ પણ કોંગ્રેસના આરોપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે અમે ગુજરાતમાં આવીને રમત બગાડી છે, પરંતુ રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે તેઓ અમેઠી કેમ હારી ગયા? અમે ત્યાં તો ન હતા. અમારા 13 ઉમેદવારો લડી રહ્યા છે. બાકીની સીટો પર ભાજપને હરાવીને તેઓ મુખ્યપ્રધાન કેમ નથી બનતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular